વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજથી ગુજરાતના (Gujarat Visit) ત્રણ દિવસના પ્રવાસે છે. તેઓ આજે પોતાના વતન એટલે મહેસાણા (Mehsana)જિલ્લામાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ. વડાપ્રધાન મોદીએ મોઢેરાના (Modhera) સૂર્ય મંદિરની મુલાકાત લીધી હતી. સૂર્ય મંદિરને કારણે જગવિખ્યાત એવું મોઢેરા ગામ હવે ભારતનું સર્વપ્રથમ સોલાર પાવર્ડ વિલેજ એટલે કે સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે ઓળખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોઢેરાને ભારતનું પ્રથમ 24 x 7 રાઉન્ડ ધ ક્લોક BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કરશે. મોઢેરા ગામ ભારતનું પ્રથમ એવું ગામ હશે કે જે નેટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરતું હશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત સાહસથી હાથ ધરાયેલા આ સૂર્ય ગ્રામ પ્રોજેક્ટ હેઠળ સુજાણપુરામાં 12 હેક્ટરમાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ આધારિત પ્લાન્ટ સ્થાપિત કરાયો છે. આ પ્રોજેક્ટ હેઠળ મોઢેરા, સમલાનપુરા અને સુજાણપુરા ગામના ઘરો પર 1 કિલોવોટની 1300થી વધુ રૂફટોપ સોલર સિસ્ટમ લગાવાઈ છે. જેથી ગ્રામજનોને ક્લીન એન્ડ ગ્રીન એનર્જી મળી રહી છે.
મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લઈને મંદિરમાં સૌરઊર્જાથી સંચાલિત 3-D મેપિંગ શૉ અને હેરિટેજ લાઈટીંગનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યુ.
Live: મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લઈને મંદિરમાં સૌરઊર્જાથી સંચાલિત ૩-ડી મેપિંગ શૉ અને હેરિટેજ લાઈટીંગનું લોકાર્પણ કરતાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. https://t.co/fZ8T2Ymd4X
— CMO Gujarat (@CMOGuj) October 9, 2022
Tv9 Gujarati https://t.co/eM6oC4ugOk
— Tv9 Gujarati (@tv9gujarati) October 9, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોઢેરા સૂર્ય મંદિર પહોંચ્યા છે. અહીં તેમણે સોલાર લાઈટ્સ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્દઘાટન કર્યુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મોઢેશ્વરી માતાના મંદિરથી મોઢેરા સૂર્ય મંદિર સુધી રોડશો યોજાયો. રોડ શો રૂટ પર ઠેર ઠેર માનવ મહેરામણ પીએમની એક ઝલક મેળવવા ઉમટ્યુ છે. પીએમ પણ તેમનુ અભિવાદન જીલતા આગળ વધી રહ્યા છે.
મોઢેશ્વરી માતાના મંદિરેથી વડાપ્રધાન મોઢેરા સૂર્ય મંદિર જવા રવાના. વડાપ્રધાનનો મોઢેરામાં રોડ શો. હજારો લોકો પીએમ મોદીનુ અભિવાદન જીલવા એક્ઠા થયા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોઢેશ્વરી માતાના મંદિરમાં દર્શન કર્યા. મોઢેશ્વરી માતાની કરી પૂજા-અર્ચના
વડાપ્રધાને કહ્યુ મંદિરોની દિવ્યતા, ભવ્યતા પુન:સ્થાપિત કરવા કામ કરી રહ્યા છીએ. આજે પાવાગઢ મા 500 વર્ષ બાદ ધજા ફરકી છે. ટુરિસ્ટ આવે એટલે સહુનું ભલુ થાય અમારો તો મંત્ર છે સબકા સાથ વિકાસ. સૂર્યના પ્રકાશની જેમ. જેમ સૂર્ય કોઈ ભેદભાવ નથી કરતો તેમ વિકાસના મીઠા ફળ દરેકને ચાખવા મળે તેમા અમે કોઈ ભેદભાવ નથી કરતા.
વડાપ્રધાને કહ્યુ ડબલ એન્જિન સરકારમાં નરેન્દ્ર અને ભૂપેન્દ્ર ભેગા થયા એટલે ગતિ જબરદસ્ત જ હોય. વિકાસ કરવો હશે તો શિક્ષણ, કૌશલ, આરોગ્ય વિના બધુ અધૂરુ છે. સરદાર સાહેબની સ્મૃતિમાં સરસ સંસ્થાન ઉભુ કર્યુ છે.
દેલવાડામાં પીએમ મોદીએ કહ્યુ, જ્યાં સાયકલ નહોંતી બનતી ત્યા મેટ્રોના કોચ બનવા લાગ્યા અને ગુજરાતની ધરતી પરથી એક દિવસ વિમાનો બનશે
વડાપ્રધાને કહ્યુ જાપાનના લોકો ગાડી અહીં આવીને બનાવે અને જાપાનને જ્યારે ગાડી જોઈએ તો એ ગાડીઓ અહીંથી મગાવે, તેનાથી મોટી શું વાત હોય.
જે ગુજરાતમાં ગાડીઓ નહોંતી બનતી ત્યાં ગાડીઓ બનવા લાગી, મેટ્રોના કોચ બનવા લાગી અને વિમાન પણ બનશે તે દિવસો પણ દૂર નથી.
વડાપ્રધાને કહ્યુ ઉત્તર ગુજરાતે ડેરી ક્ષેત્રે રેકોર્ડ નફો કર્યો છે. પશુપાલન ક્ષેત્રે ઉત્તર ગુજરાતે દેશભરમાં નામના મેળવી છે. પરંતુ આપણે આ જે થયુ છે તેનાથી અનેકગણુ કરવાનુ છે.
વડાપ્રધાને કહ્યુ વર્ષ 2007માં મે ડેડિયાસણ આવ્યો ત્યારે કહ્યુ હતુ કે મારી માતાઓ અને બહેનોને પાણી માટે ભટકવુ નહીં પડે. ગુજરાતે પાણી માટે ઘણુ તપ કર્યુ છે. સુજલામ સુફલામ યોજનાનું પાણી આજે દરિયાને બદલે ખેતરમાં ઠલવાય છે. આજે પાણીથી જોડાયેલી યોજનાઓના લોકાર્પણનો અવસર મળ્યો.
વડાપ્રધાને કહ્યુ ઉત્તમ રસ્તાઓ, ઉત્તમ રેલવે કનેક્ટિવિટી હોય તો જ વિકાસના દ્વાર ખૂલે છે. જેનાથી ઉદ્યોગો આવે, પર્યટન આવે, જેનુ ઉદાહરણ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી.
લોકો અમેરિકામાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા નથી જતા તેના કરતા વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવે છે. વડાપ્રધાને કહ્યુ મોઢેરામાં પણ નર્મદાની જેમ જ પ્રવાસન વિકસાવવામાં આવશે.
વડાપ્રધાને કહ્યુ ક્યારેય આપે મારી જાત નથી જોઈ, ક્યારેય આપે મારા રાજનીતિક જીવનને નથી જોયુ, આપે આંખ બંધ કરીને મને આશિર્વાદ આપ્યા છે. મારા કામને જોયુ છે. જેમ તમારા આશિર્વાદ વધતા જાય છે તેમ મારી કામ કરવાની ઈચ્છા અને તાકાત વધતી જાય છે. કોઈપણ પરિવર્તન એમ જ નથી આવતુ. પરિવર્તન માટે દુરોગામી દૃષ્ટિ જોઈએ..
પહેલા કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હતી. છાશવારે હુલ્લડો થતા હતા. બાળક જન્મે અને બોલતા શીખે તો કાકા મામાના નામ પછી શીખે પહેલા પોલીસવાળાના નામ આવડતા હોય. કર્ફ્યુ શબ્દ છેલ્લા 20 વર્ષથી કોઈએ સાંભળ્યો નથી. આજે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા સુચારુ બની છે.
વડાપ્રધાને કહ્યુ પહેલા મહેસાણાને વીજળી માટે વલખા મારવા પડતા હતા. ઘરમાં ટીવી કે પંખાના તો એ દિવસોમાં જમાના જ ન હતા. તેની સૌથી મોટી અસર દીકરીઓના શિક્ષણ પર પડતો હતો. મહેસાણાના લોકો ગણિત અને વિજ્ઞાનમાં એક્કો છે.
વડાપ્રધાને કહ્યુ કે સોલાર વિલેજ બનવાથી લોકોને વીજળીના બિલથી છૂટકારો મળશે. પહેલા હોર્સ પાવર માટે આંદોલનો કરવા પડતા હતા તેમાં હવે સોલાર પાઈપ લાઈન નાખી દેતા સમગ્ર ચિત્ર બદલી નાખ્યો. સરકાર લાખો સોલાર પંપ વિસ્તરીત કરી રહી છે. ખેડૂતોની જરૂરત પ્રમાણે સૌર ઊર્જાથી ચાલતા પંપ બનાવીએ.
જ્યારે પણ દુનિયામાં સોલાર એનર્જીની વાત થશે, ત્યારે સહુના મુખે મોઢેરા પહેલુ નામ હશે. કારણે કે મોઢેરા સોલાર પાવર વિલેજ બનનાર સૌપ્રથમ ગામ છે. 21મી સદીના આત્મનિર્ભર ભારત માટે આપણે આપણી ઊર્જાને જરૂરત સાથે જોડાય તેવા જ પ્રયાસ કરવાના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેલવાડામાં સંબોધન કરી રહ્યા છે. દેલવાડામાં પીએમએ રામ રામથી સંબોધનની શરૂઆત કરી હતી. વડાપ્રધાને જણાવ્યુ કે આજે આપણે ભગવાન સુર્યના ધામ મોઢેરામાં છીએ. તેમજ આજે શરદ પૂર્ણિમા છીએ. તેમજ આજે ઋષિ વાલ્મીકિની જયંતી પણ છે. એટલે કે આજે આ ત્રણનો ત્રિવેણી સંગમ છે. હું તમામને શરદ પૂર્ણિમા અને વાલ્મીકિ જયંતીની શુભેચ્છા પાઠવું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણામાં પહોંચી ગયા છે. થોડી વારમાં દેલવાડામાં વિશાળ જનસભાને તેઓ સંબોધવાના છે. મંચ પર વડાપ્રધાન સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે. દેલવાડામાં મોટી સંખ્યામાં વડાપ્રધાન મોદીને સાંભળવા જનમેદની ઉમટી પડી છે. તો ભાજપના કાર્યકરો પણ વડાપ્રધાનની સભામાં જોડાયા છે.
મહેસાણામાં(Mehsana)વડાપ્રધાનના હસ્તે રૂપિયા 3,092 કરોડના વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન પણ મહેસાણા પહોંચ્યા છે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે(Nitin Patel)બસની સવારી કરી હતી. તેવો મહેસાણાથી મોઢેરા જવા બસમાં બેઠા હતા. નીતિન પટેલે કાર્યકર્તાઓ સાથે બસમાં બેસીની મુસાફરી હતી. તેમજ તેવો આજે સાંજે પીએમ મોદીના કાર્યક્રમમાં સામેલ થવાના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોઢેરાના સૂર્ય મંદિરની આજે મુલાકાત પણ લેવાના છે. ત્યારે વડાપ્રધાનની મુલાકાતને લઇને મોઢેરાના ગામલોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોઢેરામાં ઘરે ઘરે દીવા મુકવામાં આવ્યા છે. તો દરેક ઘરોમાં તોરણ પણ લગાવવામાં આવ્યા છે. મોઢેરામાં ગ્રામજનોએ મોટી મોટી રંગોળીઓ પુરીને વડાપ્રધાનના સ્વાગતની તૈયારીઓ કરી છે. મોઢેરાના ગ્રામજનો PMને આવકારવા આતુર જોવા મળી રહ્યા છે. મોઢેરા ગામમાં વડાપ્રધાનના આગમનના પગલે તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદી મહેસાણા જિલ્લાની મુલાકાતથી પોતાના પ્રવાસની શરુઆત કરશે. મહેસાણામાં વડાપ્રધાનના હસ્તે રૂપિયા 3,092 કરોડના વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવશે. પીએમ મોદી મોઢેરા પાસેના દેલવાડામાં જાહેર સભાને સંબોધિત કરશે. વડાપ્રધાન મોઢેરાને ભારતનું સૌપ્રથમ સોલાર પાવર્ડ વિલેજ જાહેર કરશે. આ ઉપરાંત તેઓ સાબરમતીથી જગુદણને જોડતી રેલવેલાઇનના ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે.
સૂર્ય મંદિરને કારણે જગવિખ્યાત એવું મોઢેરા ગામ હવે ભારતનું સર્વપ્રથમ સોલાર પાવર્ડ વિલેજ એટલે કે સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે ઓળખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોઢેરાને ભારતનું પ્રથમ 24 x 7 રાઉન્ડ ધ ક્લોક BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કરશે. મોઢેરા ગામ ભારતનું પ્રથમ એવું ગામ હશે કે જે નેટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરતું હશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત સાહસથી હાથ ધરાયેલા આ સૂર્ય ગ્રામ પ્રોજેક્ટ હેઠળ સુજાણપુરામાં 12 હેક્ટરમાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ આધારિત પ્લાન્ટ સ્થાપિત કરાયો છે. આ પ્રોજેક્ટ હેઠળ મોઢેરા, સમલાનપુરા અને સુજાણપુરા ગામના ઘરો પર 1 કિલોવોટની 1300થી વધુ રૂફટોપ સોલર સિસ્ટમ લગાવાઈ છે. જેથી ગ્રામજનોને ક્લીન એન્ડ ગ્રીન એનર્જી મળી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 11 ઓક્ટોબરના કાર્યક્રમો પર નજર કરીએ તો, સવારે 9.30 કલાકે જામકંડોરણા જવા રવાના થશે. ત્યાં સભા સંબોધશે. બપોરે રાજકોટથી અમદાવાદ પહોંચશે અને બપોરે 1 કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જનસભાને સંબોધશે અને સાંજે 4 કલાકે અમદાવાદ એરપોર્ટથી મધ્યપ્રદેશ જવા રવાના થશે
10 ઓક્ટોબરે સવારે 9થી લઈને સાંજે 5 વાગ્યા સુધી તેમના કાર્યક્રમો છે. 10 ઓક્ટોબરે સવારે 9 કલાકે સચિવાલય હેલિપેડથી તેઓ આમોદ જવા રવાના થશે. સવારે 10 કલાકે આમોદ પાસે જનસભા સંબોધશે અને ત્યાંથી આણંદ પહોંચશે. આણંદના શાસ્ત્રી મેદાનમાં બપોરે 12 કલાકે જનસભા સંબોધશે. આણંદથી તેઓ અડાલજ પહોંચશે.. જ્યાં મોદી શૈક્ષણિક સંકુલની મુલાકાત લેશે. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી જામનગર જવા રવાના થશે. સાંજે 5 કલાકે જામનગરમાં જનસભા સંબોધશે અને જામનગરમાં જ રાત્રિ રોકાણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે છે. વિધાનસભાની ચૂંટણીને લઈ તેઓ 3 દિવસ સુધી મિશન ગુજરાત અંતર્ગત જંગી પ્રચાર કરશે. ગુજરાત પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન મોદી કુલ 14 હજાર 500 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાંજે 5 કલાકે બહુચરાજીના દેલવાડા ખાતે જનસભાને સંબોધશે. સભા બાદ મોઢેરા સ્થિત મોઢેશ્વરી માતાના મંદિરે દર્શન કરશે.. તેઓ મોઢેશ્વરી માતાજીની વિશેષ પૂજા કરી આરતીમાં ભાગ લેશે અને સાંજે 7 કલાકે મોઢેરા સૂર્ય મંદિર પહોંચશે. જ્યાં રાત્રે 9 વાગ્યા સુધી રોકાશે અને બાદમાં અમદાવાદ એરપોર્ટ થઈને ગાંધીનગર રાજભવન જશે. તેઓ રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.
ડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. PM મોદી અમદાવાદ પહોચતા તેમનું CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
PM #NarendraModi arrived at #Ahmedabad Airport,
received a warm welcome by #Gujarat CM Bhupendra Patel, State Governor Acharya Devvrat, State BJP Chief C.R.Patil . pic.twitter.com/Y4Oo21Bc0Z— Tv9 Gujarati (@tv9gujarati) October 9, 2022
Published On - 3:57 pm, Sun, 9 October 22