મહેસાણા (Mehsana)માં એક દુધના વ્યવસાય સાથે જોડાયેલો યુવક રોકડા સિક્કા (Coin) લઈને ટુ વ્હીલર ખરીદવા પહોચ્યો હતો. આ યુવકે રુપિયા 90,000 રોકડ સિક્કા આપીને બાઇક ખરીદ્યુ હતુ. આટલી મોટી રકમની ચુકવણી (Payment) યુવકે સિક્કામાં કરતા શો રુમનો આખો સ્ટાફ રોકડ રકમની ગણતરીના ધંધે લાગી ગયો હતો. મળેલી માહિતી મુજબ શો રુમના સ્ટાફને આ રોકડ રકમ ગણતા સવારથી બપોર સુધીનો સમય લાગી ગયો હતો. આમ છતા શો રુમના માલિકે આ રોકડ સિક્કાની રકમ સ્વીકારને ગ્રાહકને તેની પસંદગીનું બાઇક આપ્યુ હતુ.
આજના સમયમાં ક્યાંક રોકડની અછત સર્જાતી હોય છે, તો ક્યાંક રોકડની રેલમછેલ થતી હોય છે. ઘણીવાર કોઈ 100 રૂપિયા પણ રોકડા આપે તો નવાઈ લાગતી હોય છે. પરંતુ તમે એ જાણીને ચોંકી જશો કે મહેસાણામાં એક વ્યક્તિએ રૂપિયા 90 હજારના સિક્કા આપીને ટુ-વ્હીલર ખરીદ્યું છે. મહેસાણામાં બાઇકના એક શૉરૂમવાળાને ગ્રાહકે એટલા બધા રોકડા સિક્કા આપ્યા કે આખો સ્ટાફ તેને ગણવાના કામે લાગી ગયો હતો.
ગ્રાહક દૂધના ધંધા સાથે સંકળાયેલો છે. તેની પાસે રોજ રોકડા રૂપિયા આવે છે. તેને ધંધા માટે ટુ-વ્હીલરની જરૂર હોવાથી તે રોકડા રૂપિયા લઈને બજારમાં નીકળી પડ્યો. પણ કોઈ 90 હજાર રૂપિયા રોકડ લેવા તૈયાર નહોતું. તે બેન્કમાં પણ આ સિક્કા આપવા ગયો હતો. જ્યાં બેન્કવાળાએ કહ્યું કે આટલા બધા રૂપિયા ગણવાનો તેમની પાસે સમય નથી. આખરે એક શૉરૂમ વાળાએ ગ્રાહકને ભગવાન માનીને પાછો ન જવા દીધો. શૉ રૂમ સંચાલકે 90 હજારના સિક્કા લઈને ગ્રાહકને ટુ-વ્હીલર વેચ્યું.
ટુ-વ્હીલર વેચ્યા બાદ શૉરૂમ સંચાલક સામે મોટો પડકાર હતો રૂપિયા ગણવાનો. જેના માટે તેમણે આખો સ્ટાફ કામે લગાડવો પડ્યો. રૂપિયા ગણતા-ગણતા જ અડધો દિવસથી વધારે સમય નીકળી ગયો. સવારથી બપોર સુધી શૉ રૂમનો સ્ટાફ સિક્કા ગણતો રહ્યો. તેમના માટે પણ આ જિંદગીનો એક અજબ પ્રકારનો અનુભવ હતો.
આ પણ વાંચો-
આ પણ વાંચો-