Mehsana માં ભારે વરસાદ, શહેરના ભમ્મરિયા નાળા આગળ કાર પાણીમાં ફસાઈ

|

Sep 27, 2021 | 1:38 PM

ભારે વરસાદના પગલે મહેસાણા શહેરને જોડતા બે નાળા પાણીમાં ગરકાવ થયા છે. તેમજ ભમ્મરિયા નાળા આગળ  કાર પાણીમાં ફસાઈ ગઇ છે.

ગુજરાતમાં(Gujarat) સતત વરસી રહેલા વરસાદ(Rain) અંતર્ગત ઉત્તર ગુજરાતના  મહેસાણામાં (Mehsana)મેઘરાજાએ વરસાદી રમઝટ બોલાવી છે. જેમાં વહેલી સવારથી મહેસાણા અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે મહેસાણાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મહેસાણા શહેરમાં ભારે વરસાદના પગલે જળ બંબાકારની સ્થિતિ ઊભી થઈ છે.

જયારે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ મહેસાણા શહેરને જોડતા બે નાળા પાણીમાં ગરકાવ થયા છે. તેમજ ભમ્મરિયા નાળા આગળ  કાર પાણીમાં ફસાઈ ગઇ છે.

જેમાં મહેસાણા શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ મહેસાણામાં સવારથી અત્યાર સુધી 2 ઇંચ વરસાદ ખબક્યો છે. મહેસાણા શહેરના માલ ગોડાઉન રોડ પર પાણી ભરાતાં દુકાનદારો પરેશાન થયા છે. આ ઉપરાંત મહેસાણા નંદાસણ હાઇવે પર પણ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહયા છે.

આ ઉપરાંત રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમમાં 1,528 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તેમજ ધરોઈ ડેમ ની સપાટી 603.92 ફૂટે પહોંચી છે. જયારે ધરોઈ ડેમ હજુ પણ 19 ફૂટથી વધારે ખાલી છે. તેમજ ગત વર્ષની સરખામણીએ ધરોઈ ડેમ 43 ટકા ભરાયો છે. જ્યારે ધરોઇ જળાશયનું ભય જનક લેવલ 622 ફૂટ છે.

જો કે હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા ડો. નીમાબેન આચાર્ય

આ પણ વાંચો: Gujarat માં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં થશે મેઘમહેર

Next Video