મહેસાણાઃ રાસાયણિક ખાતરના ઉપયોગથી દેશમાં હરિત ક્રાંતિ ચોક્કસ આવી, ઉત્પાદનમાં વૃધ્ધિ થવા છતાં કિસાન શોષિત જ રહ્યો

|

Mar 27, 2022 | 11:33 AM

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને રાજયોગ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશનના કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ દ્વારા દેશભરમાં હજારો જગ્યાએ આત્મનિર્ભર કિસાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.

મહેસાણાઃ રાસાયણિક ખાતરના ઉપયોગથી દેશમાં હરિત ક્રાંતિ ચોક્કસ આવી, ઉત્પાદનમાં વૃધ્ધિ થવા છતાં કિસાન શોષિત જ રહ્યો
બ્રહ્માકુમારી દ્વારા આત્મનિર્ભર કિસાન અભિયાનનું આયોજન કરાયું

Follow us on

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રજાપિતા બ્રહ્માકુમારી (Brahmakumari) ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને રાજયોગ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશનના કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ દ્વારા દેશભરમાં હજારો સ્થળે આત્મનિર્ભર કિસાન અભિયાન (Atmanirbhar Kisan Abhiyan) નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુજરાતમાં પણ સેંકડો અભિયાનોનું આયોજન થયેલ છે. મહેસાણા (Mehsana) ખાતે આયોજીત આ અભિયાનના શુભારંભ કાર્યક્રમમાં પધારેલ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નિતિન પટેલે  (Nitin Patel) જણાવ્યું કે ખેડૂત (Farmer) પશુ વ્યાવસાયને યોગ અને ધર્મ તરીકે કરશે તો દેશને અને માનવજાતને અનેક ગણો લાભ થશે. રાસાયણિક ખાતરનો દેશ ભરમાં લાખો ટનનો ઉપયોગ થાય છે. વત્તા ઓછા પ્રમાણમાં રાસાયણિક ખાતર ધીમા ઝેરના રૂપમાં માનવ શરીરમાં વધતું જઈ રહ્યું છે જેના કારણે માનવ અનેક પ્રકારના રોગોનો શિકાર થઈ રહ્યો છે.

તેમણે જણા્યું કે બ્રહ્માકુમારી બહેનોની સમર્થતા અને પહોંચને આખો દેશ જાણે છે. જેને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આત્મનિર્ભર કિસાન અને પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ માટે બ્રહ્માકુમારીઝ સંસ્થા પાસે એક આશા વ્યક્ત કરી છે કે એમના અથાક પ્રયાસથી કર્તવ્યનિષ્ઠ કિસાન બને અને સ્વર્ણિમ ભારતનું નિર્માણ થાય.

બ્રહ્માકુમારીઝ, મહેસાણાના ગોડલી પેલેસ ખાતે આયોજીત આ અભિયાનના શુભારંભ માં કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગના અધ્યક્ષા બ્રહ્માકુમારી સરલાબેને જણાવ્યું કે ભારતનો ખેડૂત પહેલા આત્મનિર્ભર હતો. એની પાસે પોતની જમીન, પોતાનું ખાતર, પોતનું બિયારણ, પોતાની મેહનત, પોતાના સાધનો, પોતાનું બજાર અને પોતાની કિંમત હતી. પરંતુ વધુ ઉપજ લેવાની લાલચમાં રાસયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો બહોળો ઉપયોગ કરવા લાગ્યો. જેનાથી હરિત ક્રાંતિ ચોક્કસ આવી, ઉત્પાદનમાં વૃધ્ધિ થઈ છતાં કિસાન શોષિત જ રહ્યો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

દેશની શાન કિસાન આત્મહત્યા કરવા લાગ્યો. જેનું મુખ્ય કારણ માત્ર ભૌતિક વિકાસ તરફની આપણી દોટ છે. આજે ખેડૂતને ભૌતિક વિકાસની સાથે-સાથે માનસિક મનોબળના વિકાસની જરૂરિયાત છે. જે અધ્યાત્મિકતાથી જ સંભવ છે. પ્રાકૃતિક અને પારંપરિક ખેતીની સાથે-સાથે બ્રહ્માકુમારીઝ દ્વારા પરમાત્મા સાથેના સાનિધ્યથી ખેતી કરવાની નવી પધ્ધતિ – શાશ્વત યૌગિક ખેતી શીખવવામાં આવે છે. જેનાથી ખેડૂતમાં સકારાત્મક વિચારો આવે છે અને અનેક દિવ્ય અને આધ્યાત્મિક મૂલ્યોથી સમ્પન્ન બને છે. યૌગિક ખેતી શીખવી કિસાનોના મનોબળને મજબુત કરવાનું કામ આ અભિયાન દ્વારા કરવામાં આવનાર છે. ખેડૂતોને વ્યસનમુક્ત, કુરિતિ કુરિવાજ મુક્ત કરવા સાથેનાબીજા ઘણા લક્ષ્ય સાથે આ અભિયાન નીકળી રહ્યું છે.

પરશોત્તમ રૂપાલા, કેન્દ્રિય કેબીનેટ મંત્રી, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને દૂધ ઉદ્યોગ – ભારત સરકાર; રાઘવજી પટેલ, કૃષિ મંત્રી, ગુજરાત સરકાર અને દિલિપભાઈ સંઘાણી, ચેરમેન, N.C.U.I., ઇફકો, ગુજકોમાસોલ એ પણ વીડીઓ ક્લીપ દ્વારા આ અભિયાન માટે સૌ અભિયાન યાત્રિયોને શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે અશોકભાઈ ચૌધરી, ચેરમેન, દૂધ સાગર ડેરી, મહેસાણા, રામભાઈ પટેલ, ચેરમેન, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, મહેસાણા, ભરતભાઈ પટેલ, ડેપ્યુટી ડાયરેક્ટર, એગ્રિકલ્ચર, ખેડૂત તાલિમ કેન્દ્ર અને આત્મા એ પણ પોતાની શુભકામનાઓ વ્યક્ત કરી.

આ પણ વાંચોઃ Banaskantha: ખેડૂતોના વીજળીના પ્રશ્નને લઈ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લડી લેવાના મૂડમાં, ઝાંસીની રાણી માફક લડવાની તૈયારી બતાવી

આ પણ વાંચોઃ Ahmedabad: ફતેહવાડી ચોકી બહાર પોલીસના મળતીયાનો વીડિયો વાયરલ, કાયદો અને વ્યવસ્થા પર ઉભા થયા સવાલ

Next Article