Mehsana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને પગલે સઘન સુરક્ષા વ્યવસ્થા, 17 ડીવાયએસપી સહિત 2 હજારથી વધુ પોલીસ જવાનો હાજર

|

Oct 08, 2022 | 8:45 AM

વડાપ્રધાનના રોડ શો  અને સભા સ્થળના રૂટ પર આ પોલીસ કાફલો સજજ રહેશે . વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 9 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન મહેસાણા (Mehsana) ની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ મહેસાણામાં વિવિધ પ્રકલ્પોનું ઉદ્દઘાટન તેમજ ખાતમુહુર્ત કરશે

Mehsana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને પગલે સઘન સુરક્ષા વ્યવસ્થા, 17 ડીવાયએસપી સહિત 2 હજારથી વધુ પોલીસ જવાનો હાજર
PM Narendra Modi (File)

Follow us on

મહેસાણા (Mehsana) જિલ્લામાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  (Prime Minister Narendra Modi ) કાર્યક્રમને પગલે  ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહેસાણા કાર્યક્રમને પગલે  9 એસપી, 17 ડીવાયએસપી, 40 પીઆઈ, 140 પીએસઆઈ અને 2000થી વધુ પોલીસ કર્મચારી બંદોબસ્તમાં રહેશે.  વડાપ્રધાનના રોડ શો  અને સભા સ્થળના રૂટ પર આ પોલીસ કાફલો સજજ રહેશે . વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 9 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન મહેસાણા (Mehsana) ની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ મહેસાણામાં વિવિધ પ્રકલ્પોનું ઉદ્દઘાટન તેમજ ખાતમુહુર્ત કરશે

જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રવિવારે કાર્યક્રમ

વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ અંતર્ગત  મહેસાણા જિલ્લામાં પણ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઇ રહ્યું છે. આ વિકાસકાર્યોમાં રૂ.511 કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ કન્વર્ઝન (53.43 કિમી)નું લોકાર્પણ કરવામાં આવશે, જે અમદાવાદ-મહેસાણા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ (68.78 કિમી)નો એક ભાગ છે. મહેસાણાના મોઢેરા નજીક આવેલા દેલવાડામાં વડાપ્રધાન જંગી જનસભા સંબોધશે અને જિલ્લામાં વિવિધ વિકાસ કામોની ભેટ આપશે. સાથે જ તેઓ મોઢેશ્વરી માતાના દર્શને પણ જશે. આપને જણાવી દઈએ કે સોમનાથ અને અંબાજી બાદ હવે મોઢેરાના સૂર્યમંદિર (Sun Temple)માં પણ લાઈટ્સ એન્ડ સાઉન્ડ શો શરૂ થવા જઈ રહ્યો છે.

વડાપ્રધાન મોદી 9 ઓક્ટોબરે આ લાઈટ્સ એન્ડ સાઉન્ડ શોનો પ્રારંભ કરાવશે. જેમા સૂર્ય મંદિરનું મહત્વ, વિશ્વ અને ભારતમાં સ્થપાયેલા સૂર્ય મંદિરોની માહિતી તેમજ આદિત્ય અને પ્રકૃતિના સંબંધની પ્રતિકૃતિ જોવા મળશે. શો દરમિયાન પીએમ મોદીની સોલાર એનર્જીનું મહત્વ સમજાવતી સ્પીચ પણ રજૂ કરાશે. લાઇટ એન્ડ સાઉન્ડ શો રાત્રે 7 થી 8 કલાકના સમયગાળા દરમ્યાન રજૂ થશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સૂર્યમંદિરનું સોલરાઇઝેશન

સૂર્યમંદિર ખાતે હેરિટેજ લાઇટિંગ્સ અને 3-D પ્રોજેક્શન સૌર ઊર્જા પર કામ કરશે. આ 3-D પ્રોજેક્શન મુલાકાતીઓને મોઢેરાના ઇતિહાસથી માહિતગાર કરશે. આ પ્રોજેક્શન સાંજે 15-18 મિનિટ સુધી ચાલશે. મંદિરના પરિસરમાં હેરિટેજ લાઇટિંગ લગાવવામાં આવી છે. આ લાઇટિંગ જોવા માટે લોકો હવે સાંજે 6.00 થી 10.00 વાગ્યા સુધી મંદિરની મુલાકાત લઈ શકશે. 3-D પ્રોજેક્શન દરરોજ સાંજે 7:00 થી 7:30 વાગ્યા સુધી ઓપરેટ કરવામાં આવશે.

 

વિથ ઇનપુટ ક્રેડિટઃ મનીષ મિસ્ત્રી, મહેસાણા, ટીવી9

Next Article