
મહેસાણા (Mehsana)જિલ્લા કક્ષાના 73 મા પ્રજાસત્તાક પર્વની (Republic Day)ઉજવણી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની (Jagdish Vishwakarma)ઉપસ્થિતિમાં મહેસાણા ફ્રેન્ડસ સ્પોર્ટસ ક્લબ મેદાન ખાતે નાગરિકોની સીમિત હાજરી અને કોવિડ પ્રોટોકોલ સાથે કરવામાં આવી હતી. મહેસાણા ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ મંત્રીએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના ખ્યાલને મૂર્તિમંત કરવાની પ્રતિબધ્ધતા સાથે ગુજરાતે કૃષિ,ઉધોગ અને સેવા ત્રણેય ક્ષેત્રોમાં વિકાસની નૂતન કેડી કંડારી છે.
મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે રાજ્યની વિકાસયાત્રાને આગળ ધપાવવા સંપૂર્ણ નિષ્ઠા અને પ્રમાણિકતાથી પ્રતિબધ્ધ બની રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે સંકલ્પબધ્ધ બનીએ. મંત્રીએ ઉમેર્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સબળ,સશક્ત અને દિર્ઘદષ્ટીપુર્ણ નેતૃત્વને પગલે દેશે અનેક કીર્તિમાનો સ્થાપીત કર્યા છે.રાજ્યની વિકાસયાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ઉર્જાવાન નેતૃત્વમાં મકકમતાથી આગળ વધી રહી છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્યના પ્રત્યેક નાગરિકને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળે અને સ્વસ્થ.સલામત અને સુરક્ષીત ગુજરાત માટે સરકાર કટિબધ્ધ બની છે. કોરોનાની મહામારીમાં દેશના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત થકી દેશ માનવબળ, ટેકનોલોજી અને લોકતાંત્રિક તથા સર્વગ્રાહી વિકાસની દષ્ટ્રીએ રાષ્ટ્ર વૈશ્વિક અગ્રણી તરીકે ઉભરી આવ્યું છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે 75 મા આઝાદી નો અમૃત મહોત્સવમાં દાંડીયાત્રાના પ્રારંભથી દેશના નાગરિકોમાં રાષ્ટ્રભાવના પ્રબળ થઇ રહી છે. સુશાસન થકી રાજ્યએ અગ્રેસરતાથી આર્થિક વિકાસ,માનવ સંસાધન, સાર્વજનિક ઉપયોગીતા,સમાજ કલ્યાણ,ન્યાય અને સાર્વજનિક સુરક્ષાના પાંચ ક્ષેત્રોમાં પ્રશંસનીય કામ કર્યું છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે જેમણે પોતાનું પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું હતું એવાં દેશભક્તોને આજ વંદન કરવાનો અવસર છે. આવાં દેશભક્તોના બલિદાન થકી જ આજે આપણે આઝાદીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યાં છીએ. દેશની આઝાદી થી લઈ દેશમાં સુરાજ્ય સ્થપાય તે માટે કરેલાં તેમના કાર્યો ચિરકાળ સુધી સદાય જનમાનસમાં જીવંત રહેશે.
મંત્રીએ જણાવ્યું હતું કે, દેશના 73 મા પ્રજાસત્તાક પર્વ પ્રસંગે રાજ્યના નામાંકિત સેવાભાવી વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર મળી રહ્યો છે જે રાજ્ય માટે ગૌરવની વાત છે. જેમાં ઉત્તર ગુજરાતના માલજીભાઇ દેસાઇને તેમની વિવિધ રચનાત્મક કામગીરી બદલ પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે જે મહેસાણા માટે ગૌરવસમી ઘટના છે.
મંત્રીએ ઉત્તરાયણના પર્વ દરમિયાન આરંભાયેલાં કરૂણા અભિયાન દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓ અને તેના કર્મીઓ અને ખેલકૂદ ક્ષેત્રે જિલ્લાનું નામ રોશન કરનાર પ્રતિભાવંત ખેલાડીઓ સહિત શિક્ષણ વિભાગ,108 ઇમરજન્સી,જિલ્લા પોલીસ વિભાગ અને કોરોના દરમિયાન વિશિષ્ટ કામગીરી કરનારનું ખાસ સન્માન કર્યું હતું.
આ અવસરે મંત્રી દ્વારા પ્રધાનમંત્રી જનધન યોજનામાં શ્રેષ્ઠ પરફોમન્સ આપનાર સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલને સર્ટીફીકેટ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.મંત્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું હતું કાર્યક્રમ દરમિયાન પોલીસ જવાનો દ્વારા હર્ષધ્વનિ કરવામાં આવ્યો હતો અને ત્રિરંગી ફુગ્ગાઓ ઉલ્લાસપુર્વક હવામાં છોડવામાં આવ્યા હતા.
મંત્રીએ જિલ્લાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યના ડૉક્ટર્સ, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ, કર્મચારીઓ, સફાઇ કર્મચારીઓ તથા કોરોના કાળમાં લોકોની સેવામાં પોતાનું યોગદાન આપનાર તમામ કોરોના યોધ્ધાઓને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
મંત્રીની ઉપસ્થિતિમાં સિનિયર સિટીઝન અને કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝથી સૂરક્ષિત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત મંત્રી,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સહિત મહાનુભાવોએ કાર્યક્રમના સ્થળે વૃક્ષારોપણ પણ કર્યુ હતું.
આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,સંસદ સભ્ય શારદાબેન પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર,ધારાસભ્ય સર્વે કરશન સોલંકી, રમણભાઇ પટેલ, દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરી,અગ્રણી જશુભાઇ પટેલ,જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ,જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, આમંત્રિત મહેમાનો, પદાધિકારીઓ-અધિકારીઓ, ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચો : Republic Day 2022: ગણતંત્ર દિવસ નિમિત્તે ભારતને અભિનંદન, બ્રિટન-નેપાળ સહિત આ દેશોએ મોકલ્યા શુભેચ્છા સંદેશ
આ પણ વાંચો : Budget 2022: વીમા કંપનીઓએ 80C હેઠળ રોકાણ મર્યાદા વધારવા, હેલ્થ પ્રોડક્ટ્સ પર GST ઘટાડવાની કરી માંગ