રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (National Legal Services Authority) ન્યુ દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહેસાણાના(Mehsana) સંયુક્ત ઉપક્રમે યોજાયેલ નેશલન લોક અદાલતમાં(National Lok Adalat) મુખ્ય જિલ્લા ન્યાયાધીશ પી.જી ગોકાણીના માર્ગદર્શન તેમજ અધ્યક્ષતા હેઠળ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ નેશનલ લોક અદાલતમાં 79 મોટર અકસ્માત વળતરના કેસોનો નિકાલ કરી 3,20,05,500 નો વળતરનો હુકમ કરવામાં આવેલ છે. આ ઉપરાંત નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના ચેક રીટર્નના 1549 કેસોનો નિકાલ કરવા સહિત 420 પ્રિલીટીગેશનના કેસોનો નિકાલ કરી 1,26,41,397 વળતરનો હુકમ કરવામાં આવેલ છે.
લોક અદાલતમાં નેશલન લોક અદાલતના પક્ષકારો તથા વકીલોના સહયોગથી રૂ 6,73,58,709 સમાધાનની રકમ દ્વારા 6630 કેસોનો નિકાલ કરવામાં આવેલ છે. રાજ્ય નેશનલ લોક અદાલતને સફળ બનાવવા જિલ્લાના તમામ ન્યાયાધીશઓ તથા કર્મચારી ભાઇઓ તેમજ પી.જી સોની સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહેસાણાએ પણ પ્રયત્નો કર્યા છે.
આ ઉપરાંત રાજયના અન્ય જિલ્લા વડોદરા જિલ્લા કાનુની સેવા સતા મંડળ અને નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરીટીના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરીટીના માર્ગદર્શન તેમજ વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ અને ડિસ્ટ્રિકટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન એમ.આર. મેંગદેની અધ્યક્ષતામાં વર્ષ – 2022 ની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ લોક અદાલતમાં કુલ 32660 કેસો મુકવામાં આવ્યા હતા જેમાંથી 2767 કેસ લોક અદાલત તથા 15119 કેસ સ્પેશીયલ સીટીંગ એમ કુલ 17866 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. પ્રિલીટીગેશનના કુલ 1011 કેસનો સમાધાનથી નિકાલ કરી રૂ.61.22 કરોડની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હોવાનું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની યાદીમાં જણાવાયું છે.
આ પણ વાંચો : Ahmedabad : શહેર વાસીઓએ ટ્રાફિક પોલીસની વિશેષ ડ્રાઈવ દરમ્યાન આટલા લાખનો દંડ ભર્યો
આ પણ વાંચો : Rajkot: માર્ચના અંતિમ સપ્તાહમાં નરેશ પટેલ લેશે રાજકીય પ્રવેશનો નિર્ણય, AAP કે કોંગ્રેસ અંગે હજુ સસ્પેન્સ