Mehsana : ધરોઇ ડેમની જળસપાટીમાં વધારો, રાજસ્થાનમાં વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધી

|

Sep 28, 2021 | 11:57 AM

નોંધનીય છેકે ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતા છે.

ઉપરવાસ અને રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતની નદીઓમાં નવા નીર ઉમેરાયા છે. ખાસ કરીને મહેસાણા નજીકના ધરોઇ ડેમમાં પાણીની આવક થઇ છે. ધરોઈ ડેમમાં 604.54 જળ સપાટી થઈ છે. ધરોઇ ડેમની ભયજનક જળસપાટી 622 ફૂટ છે. ડેમમાં વરસાદી પાણીની આવક 3055 ક્યુસેક થઇ છે. અને, ડેમમાં પાણીનો સ્ટોક 44.41 ટકા થયો છે. છેલ્લા બે દિવસથી ધરોઇ ડેમની સપાટી ધીમેધીમે વધી રહી છે. અને, જો હજુ વરસાદ રહેશે તો ડેમ છલકાવાની સંભાવના છે.

છેલ્લા બે દિવસથી મહેસાણા આસપાસના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ નોંધાઇ રહ્યો છે. જિલ્લાના મોટાભાગના શહેરમાં સારો એવો વરસાદ ગઇકાલે નોંધાયો છે. જેમાં કડી, ઉંઝા, ખેરાલું, જોટાણા, બહુચરાજી, મહેસાણા, વડનગર, વિજાપુર, વિસનગર અને સતલાસણા પંથકમાં સારો એવો વરસાદ ખાબકી ચુક્યો છે. જેના કારણે ગઇકાલે મહેસાણા જિલ્લામાં ઠેરઠર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા.

હજુ પણ ભારે વરસાદની આગાહી

નોંધનીય છેકે ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતા છે. પાટણ, મહેસાણા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલીમાં અતિભારે વરસાદ પડી શકે છે. તો પોરબંદર, બોટાદ, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગના મતે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં 17 ફૂટ ઉંડા ભૂવામાં રિક્ષાચાલક રિક્ષા સાથે ખાબક્યો, ભારે જહેમત બાદ બહાર કઢાયો

 

Published On - 11:57 am, Tue, 28 September 21

Next Video