સુજલામ સુફલામ જળ અભિયાન 2023 ને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ 17 ફેબ્રુઆરી શુક્રવારે સવારે 09-00 કલાકે કડાથી પ્રારંભ કરાવનાર છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામા આવી હતી. જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતું કે સુજલામ સુફલામ જળ અભિયાનથી નાગિરકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે સૌના સાથ,સૌના વિકાસથી કામ કરીએ તે જરૂરી છે.
આ અભિયાનમાં તળાવ – ચેકડેમો ઊંડા ઉતારવાની સાથે જનતાના સ્વાસ્થ્યને અસર કરતી ટાંકી, સંપ, પાણી-ગટરની લાઈન સાફ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. જે કામગીરી ચીવટપુર્વક થાય તે માટે જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018થી શરૂ થયેલું “સુજલામ સુફલામ જળ અભિયાન” હેઠળ દર વર્ષે ખુબ સારી રીતે પણ કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ 2023માં આ અભિયાન 17 ફેબ્રુઆરીથી 31 મે સુધી ચાલવાનુ છે. આ વર્ષે પણ લોક ભાગીદારી, મનરેગા અને વિભાગીય કચેરીઓના સંકલન સાથે જળ સંચયનું કામ થાય અને નાગરીકોને તેનો લાભ મળે તેવા માઈક્રો પ્લાનીંગ સાથે અધિકારીઓએ કામ કરવું જોઈએ તેમ જિલ્લા કલેકટર જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સુજલામ સુફલામ જળ અભિયાન માત્ર જળ સંચયલક્ષી ન બનતાં જાહેરહિતના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પણ કારણભૂત બને તે રીતે કામગીરી કરવાનું સુચન કર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેકટરએ સુજલામ સુફલામ જળ અભિયાન–2023ને સફળ બનાવવા માટે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરીને પરિણામલક્ષી કામગીરી કરવા પર ભાર મુક્યો હતો. તેમજ આ અભિયાન મહત્તમ લોક ભાગીદારી સાથે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ ઓમ પ્રકાશ નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, જિલ્લાના સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષથી સુજલામ સુફલામ જળ અભિયાન સફળતાપૂર્વક ચાલી રહ્યુ છે. આ બેઠકમાં જિલ્લા કલેકટરે સુજલામ સુફલામ જળ અભિયાન– 2023ને સફળ બનાવવા માટે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરીને પરિણામલક્ષી કામગીરી કરવા પર ભાર મુક્યો હતો.