Mehsana: બાસણા નજીક યુવતીનો મૃતદેહ મળવા મામલે ફોરેન્સિક રિપોર્ટમાં મોટા ખુલાસા, આટલી ક્રુરતા પૂર્વક કરી હતી હત્યા

|

Apr 29, 2023 | 9:24 AM

અમદાવાદ (Ahmedabad ) સિવિલ હોસ્પિટલના ફોરન્સિક રિપોર્ટમાં યુવતીની ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓએ નિર્દયતા પૂર્વક યુવતીની કરોડરજ્જૂ તોડી, દુપટ્ટાથી ગળુ દબાવી દીધુ હતું. ત્યારબાદ માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા નીપજાવી હતી.

Mehsana: બાસણા નજીક યુવતીનો મૃતદેહ મળવા મામલે ફોરેન્સિક રિપોર્ટમાં મોટા ખુલાસા, આટલી ક્રુરતા પૂર્વક કરી હતી હત્યા

Follow us on

મહેસાણાના બાસણા ગામ નજીક ખેતરમાંથી યુવતીનો મૃતદેહ મળવા મુદ્દે ચોંકાવનારા ખુલાસા થયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ફોરન્સિક રિપોર્ટમાં યુવતીની ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓએ નિર્દયતા પૂર્વક યુવતીની કરોડરજ્જૂ તોડી, દુપટ્ટાથી ગળુ દબાવી દીધુ હતું. ત્યારબાદ માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા નીપજાવી હતી.

આ પણ વાંચો-Mandi : બનાસકાંઠાની ધાનેરા APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 2800 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

દુષ્કર્મ થયું હતું કે કેમ તેની સ્પષ્ટતા નહીં

જોકે ફોરેન્સિક રિપોર્ટમાં દુષ્કર્મ અંગે કંઈ જણાયું નથી. જેને પગલે તબીબોએ વિશેરા મેળવીને દુષ્કર્મ અંગે ફોરેન્સિક રીતે તપાસ શરૂ કરી છે. દુષ્કર્મ થયું હતું કે કેમ તે હજુ સ્પષ્ટ નથી, તો બીજીતરફ પરિવારમાં ભારે આક્રંદ સાથે આક્રોશ છે. પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે.

ટ્રમ્પની ટેરિફ નીતિએ શેર બજારમાં ફેલાવ્યો ભય, અદાણીના શેર થયા ધડામ
સોનાના ભાવમાં જલદી 10,000 રુપિયા સુધીનો નોંધાઈ શકે છે ઘટાડો !
AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો

10 જેટલા શંકાસ્પદોની પૂછપરછ કરાઈ

પોલીસ આ કેસમાં અત્યાર સુધી 10 જેટલા શંકાસ્પદોની પૂછપરછ કરી ચૂકી છે, પરંતુ હજુ સુધી આરોપીઓ સુધી નથી પહોંચી શકી. જે શંકાસ્પદોની પૂછપરછ કરાઈ છે તેમાં એક રિક્ષાચાલક પણ છે. મૃત્યું પામનાર યુવતી માનવ આશ્રમ ચોકડીથી તેની રિક્ષામાં બેસી હતી અને દેલા નજીકથી એક અજાણ્યો શખ્સ પણ રિક્ષામાં બેઠો હતો. રીક્ષા ચાલક બંનેને ગઢા ગામના પાટીયે ઉતારીને મહેસાણા પરત ફર્યો હતો.

તમામ પાસાઓ પર પોલીસની તપાસ

પોલીસના જણાવ્યા પ્રમાણે આ કેસમાં બે-ત્રણ બાબતો છે. કોઈની સાથે મનદુઃખ થયું હોય, અણબનાવ હોય અથવા તો અજાણી વ્યક્તિએ એના એકલતાનો લાભ લીધો હોય અને તેની સાથે જબરદસ્તી કરી હોય એવું પણ માની શકાય. આ જેટલા પણ પાસાઓ છે તે તમામ પાસાઓ પર પોલીસની અલગ-અલગ ટીમો તપાસ કરી રહી છે. પ્રાથમિક અહેવાલ પ્રમાણે આરોપીઓએ દુપટ્ટાથી યુવતીનું ગળું દબાવી દીધું હતું. જેના કારણે કરોડરજ્જુ અને ગળાના જોઈન્ટમાં ઘણા બધા ક્રેક્ર થઈ ગયા હતા. શરીર પર ઇજાના નિશાનો હતા. માથાના ભાગે પણ ઇજાના નિશાનો હતા.

મહત્વનું છે કે યુવતીનો મૃતદેહ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. યુવતીના કપડાં અને બેગ મૃતદેહથી 500 મીટર દૂર મળ્યાં હતા. હત્યા પહેલા યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા સેવાઇ રહી છે. મૃતક યુવતીની ઉંમર 23 વર્ષ છે અને તે વિસનગર તાલુકાના એક ગામની રહેવાસી હતી. તે મહેસાણામાં આવેલા એક મોલમાં નોકરી કરતી હતી. એટલું જ નહીં છેલ્લા બે દિવસથી યુવતી ગુમ હોવાની પણ ફરિયાદ નોંધાઈ હતી.

(વિથ ઇનપુટ-મનીષ મિસ્ત્રી, મહેસાણા)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 9:23 am, Sat, 29 April 23

Next Article