Breaking News : સ્કોર્પિયોએ ટક્કર મારી… અને પછી શરૂ થયું ફાયરિંગ! ગુજરાતમાં બની આ ચોંકાવનારી ઘટના, જુઓ VIdeo

મહેસાણાના નાગલપુર ચાર રસ્તા પાસે કુખ્યાત ભાવેશ ઝીલિયા પર ફાયરિંગની ઘટના બની છે. સ્કોર્પિયોમાં આવેલા અજાણ્યા શખ્સોએ તેમની ગાડી પર ગોળીબાર કર્યો હતો.

Breaking News : સ્કોર્પિયોએ ટક્કર મારી... અને પછી શરૂ થયું ફાયરિંગ! ગુજરાતમાં બની આ ચોંકાવનારી ઘટના, જુઓ VIdeo
| Updated on: Aug 30, 2026 | 11:02 PM

મહેસાણાના નાગલપુર ચાર રસ્તા વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. નાગલપુર પકવાન હોટલ નજીક માધવી પાર્લર પાસે ઊભેલી ગાડીને સફેદ રંગની સ્કોર્પિયોએ ટક્કર મારી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ ભાવેશ ઝીલિયા પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવેશ ઝીલિયા પોતાના મિત્રો સાથે ગાડીમાં બેઠા હતા ત્યારે સ્કોર્પિયોમાં આવેલા શખ્સોએ તેમની ગાડી પર ફાયરિંગ કર્યું હતું. ઘટનાના સમયે ભાવેશ ઝીલિયા લેજેન્ડર ગાડીમાં જઈ રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. ફાયરિંગ બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં મહેસાણા બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બી ડિવિઝનના પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. પોલીસને ઘટનાસ્થળેથી મિસફાયર થયેલા રાઉન્ડ અને ખાલી કારતૂસ પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.

પોલીસે આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે. હુમલાખોરો કોણ હતા અને ફાયરિંગ પાછળનું કારણ શું હતું તે જાણવા માટે પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હુમલાખોરોને ઝડપી લેવા માટે બી ડિવિઝન પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને ગુનો નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ભાવેશ ઝીલિયા સામે મહેસાણા સહિત વિવિધ સ્થળોએ 20થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળે છે. તેમના પર ગુજસીટોક, ખંડણી સહિતના અનેક ગંભીર ગુનાઓમાં સંડોવણીના આરોપો છે. જોકે, આ ફાયરિંગની ઘટનામાં હુમલાખોરો અને હુમલા પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

પેકેટ ખોલતા પહેલા સાવધાન! હવે ચિપ્સ-કોલ્ડ ડ્રિન્ક્સ પર દેખાશે લાલ ચેતવણી? FSSAI નો મોટો નિર્ણય

Follow Us
Loading...
Unable to load recommendations.