Mehsana : દૂધ સાગર ડેરીનું નવું સાહસ, Amul બ્રાન્ડથી ઓર્ગેનિક શાકભાજી વેચશે

|

Jan 17, 2022 | 6:15 PM

આગામી સમયમાં દૂધ સાગર ડેરી ખેડૂતો પાસે કોન્ટ્રાકટ ફાર્મિંગ કરાવશે. અને તેમની પાસે ઓર્ગેનિક શાકભાજીનું વાવેતર કરાવશે. અને આ ઓર્ગેનિક શાકભાજી ડેરી ખરીદી ને બજારમાં મૂકશે.

Mehsana :  દૂધ સાગર ડેરીનું નવું સાહસ, Amul બ્રાન્ડથી ઓર્ગેનિક શાકભાજી વેચશે
Dudh Sagar Dairy New Venture

Follow us on

મિલ્ક સિટી તરીકે ઓળખાતા મહેસાણામાં(Mehsana)  સ્થિત દૂધ સાગર ડેરી(Dudhsagar Dairy)  હવે લોકોને પ્રાકૃતિક શાકભાજી(Organice Vegetable)  ખવડાવશે. અને કેન્દ્ર સરકારના લક્ષ્ય એવા ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય ને પણ પૂરું કરવાનો પ્રયાસ કરશે. બાગાયત ખેતી કરતા ખેડૂતોને શાકભાજીના યોગ્ય ભાવ મળી રહે અને ખેડૂતો ની આવક વધે તેવા આશય સાથે દૂધ સાગર ડેરી હવે ખેડૂતો પાસેથી શાકભાજી ખરીદી કરશે. આગામી સમયમાં દૂધ સાગર ડેરી ખેડૂતો પાસે કોન્ટ્રાકટ ફાર્મિંગ કરાવશે. અને તેમની પાસે ઓર્ગેનિક શાકભાજીનું વાવેતર કરાવશે. અને આ ઓર્ગેનિક શાકભાજી ડેરી ખરીદી ને બજારમાં મૂકશે. જેથી લોકોને પણ ઓર્ગેનિક શાકભાજી મળી શકે. ડેરી દ્વારા અમૂલ બ્રાન્ડિંગ સાથે “ડેરી ફ્રેશ” નામની બ્રાન્ડ સાથે શાકભાજી બજારમાં વેચાણ માટે મૂકવામાં આવશે. આમ એક નવો વિચાર અને નવતર પ્રયોગ ડેરી દ્વારા કરવામાં આવનાર છે. જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે.

પ્રાકૃતિક શાકભાજીના વાવેતર માટે ખેડૂતોને ખાસ માર્ગદર્શન આપવામાં આવશે. આગામી એકાદ માસ બાદ ડેરી ફ્રેશ ના બ્રાંડિંગ સાથે પ્રાકૃતિક શાકભાજી બજારમાં મૂકવામાં આવશે. જેની તૈયારીના ભાગ રૂપે અમુલનું ડેલિગેશન છેલ્લા ત્રણ માસથી દૂધ સાગર ડેરીની મુલાકાત લઈ રહ્યું છે. અને ખેડૂતો કઈ રીતે પ્રાકૃતિક ખેતી કરીને આવક બમણી કરી શકે તેના માટે ડેરીના ચેરમેન, અધિકારીઓ અને ખેડૂતો સાથે પરામર્શ કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર અને ફેડરેશનના એક મત મુજબ સુગર, સહકારી બેંકો અને દૂધ સંઘોમાં ગુજરાત સફળ છે .

જે ગુજરાત માટે શ્રેષ્ઠ બાબત છે. 18 સંઘોથી ગુજરાત નુ દૂધનું સહકારી મોડલ વિશ્વ લેવલે પ્રથમ નંબરે છે . તો ગુજરાતમાં સહકારી ક્ષેત્રે બીજા નંબરે સહકારી બેંકો છે . જેના પર નજર કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે અલગ સહકાર મંત્રાલયની સ્થાપના કરી. જેના કેબિનેટ મિનિસ્ટર ગુજરાતના અમિત શાહને બનાવાયા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સહકાર મંત્રાલયે પ્રાકૃતિક ખેતી પર ખાસ ફોકસ કર્યું છે. કારણ કે જે સામાન્ય ખેતીમાં ખર્ચ વધે છે તે પ્રાકૃતિક ખેતીમાં ઘટી જાય છે. અને ઉત્પાદન ઓર્ગેનિક હોવાથી વિશ્વના બજારમાં પ્રાકૃતિક ઉત્પાદન ની માંગ વધે છે. જેનાથી .
1 જેથી ખેડૂતની આવક બમણી થાય છે.
2 જમીનની ફળદ્રુપતા વધે છે
3 ગ્રીન ઇન્ડીયા તરફ ગતિશીલ બનવું
4 આરોગ્ય સુખાકારી હેલ્થી ઇન્ડીયા વિઝન તરફ આગળ વધવું

આમ, પ્રાકૃતિક બાગાયત ખેતીથી ખેડૂતની આવક ડબલ કરવાના લક્ષ્ય તરફ આગળ વધવામાં દૂધ સાગર ડેરી એક સફળ પ્રયોગ કરવા તરફ આગળ વધી રહી છે. જેના માટે ડેરી દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા માંગતા ખેડૂતોને બિયારણ પણ ડેરી પૂરું પાડશે. ખેડૂતો સાથે Mou કરીને ખેડૂતો પાસે પ્રાકૃતિક બાગાયત ખેતી કરાવશે. અને તે પ્રાકૃતિક ખેતી નુ વૈજ્ઞાનિક પદ્ધતિ થી કામ થાય એ માટે ડેરીના વૈજ્ઞાનિકો અને અધિકારીઓ દ્વારા પણ દેખરેખ રખાશે . ભૌગોલિક રીતે જોઈએ તો ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો અને ખેડૂતો પાસે જમીનનો મોટો વિસ્તાર છે. અને તેનો યોગ્ય ઉપયોગ થાય તેના માટે દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સતત પ્રયત્નશીલ છે.

એક ચર્ચા મુજબ અગાઉના શાસન સમયે યોગ્ય સંકલન અને યોગ્ય નિર્ણયોના અભાવે ડેરી અને ડેરી સાથે સંકળાયેલા ખેડૂતો અને પશુપાલકોનો વિકાસ રૂંધાયો હતો.જે છેલ્લા એક વર્ષમાં મહદઅંશે પરિવર્તન જોવા મળી રહ્યું છે. અને ડેરી દૂધ સાથે હવે પ્રાકૃતિક શાકભાજી ડેરી ફ્રેશ બ્રાંડીંગ સાથે બજારમાં લાવશે તેવા વિચાર થકી આ પરિવર્તન જોવા મળી રહ્યું છે. જેનો સીધો ફાયદો ખેડૂતોની આવક બમણી થવાથી ખેડૂતો ને થશે.

આ પણ વાંચો :  Ahmedabad : કોર્પોરેશન પરિસરમાં જ કોરોના નિયમોનો ભંગ, વિપક્ષ નેતાના પદગ્રહણમાં ભીડ ઉમટી

આ પણ વાંચો :  રાજકોટઃ વિકાસના કામો સમય મર્યાદામાં પૂરા થતા નથીઃ કુંવરજી બાવળિયા

Next Article