Mehsana: વિસનગરની નૂતન હોસ્પિટલના તબીબો બનાસકાંઠાના ચંપકલાલ માટે દેવદૂત સાબિત થયા, કમરના મણકાની તકલીફમાંથી થયા પીડામુક્ત

|

Feb 04, 2023 | 11:23 PM

Mehsana: વિસનગરના કમરના મણકામાં રસી ફેલાવાના કારણે ગંભીર તકલીફથી પીડાઈ રહેલા બનાસકાંઠાને નૂતન હોસ્પિટલના તબીબોએ પીડામુકત કર્યા છે. વ્હીલચેર પર આવેલા ચંપકભાઈ વિરમપુર ખાતે યોજાયલા મેડિકલ કેમ્પમાં ગયા હતા ત્યા તેમના કમરના મણકાની રસી ફેલાતુ હોવાનુ નિદાન થયુ હતુ. આથી તેમને સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હતી.

Mehsana: વિસનગરની નૂતન હોસ્પિટલના તબીબો બનાસકાંઠાના ચંપકલાલ માટે દેવદૂત સાબિત થયા, કમરના મણકાની તકલીફમાંથી થયા પીડામુક્ત
મેડિકલ કેમ્પની સફળતા

Follow us on

મહેસાણાના વિસનગરની નૂતન હોસ્પિટલના તબીબો બનાસકાંઠાના દર્દી ચંપકલાલ માટે દેવદૂત સાબિત થયા છે. કમરના ભાગમાં મણકાની ગંભીર પ્રકારની તકલીફથી પીડાઈ રહેલા 45 વર્ષીય ચંપકભાઈ સવજીને નૂતન હોસ્પિટલના તબીબોએ પીડામુક્ત કર્યા છે. સમગ્ર વિગતો એવી છે કે, બનાસકાંઠાના વિરમપુરમાં રહેતા ચંપકભાઈને છેલ્લા પાંચ મહિનાથી કમરના મણકામાં ગંભીર પ્રકારના દુખાવાની ફરિયાદ હતી. જેના કારણોસર તેમને હલન–ચલનમાં તકલીફ થઇ રહી હતી.

વિસનગરની નૂતન હોસ્પિટલ દ્વારા વિરમપૂર ખાતે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. ચંપકભાઈ પણ આ કેમ્પમાં નિદાન અર્થે ગયા. ઘરઆંગણે યોજાયેલ આ કેમ્પમાં ચંપકભાઈના કમરના ભાગમાં ઉદભેલી તકલીફનું નિદાન થયું. ચંપકભાઈ કેમ્પમાં આવ્યા ત્યારે વ્હીલચેરના સહારે આવ્યા હતા. તેમની પીડા એટલી ગંભીર હતી કે જેની સારવાર–સર્જરી અર્થે તેમને નૂતન હોસ્પિટલમાં આવવાનું કહેવામાં આવ્યું.

આવી સમસ્યાની સર્જરી અત્યંત ખર્ચાળ હોય છે જે ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ચંપકભાઈ જેવા દર્દી માટે અત્યંત મુશકેલ બની રહે છે. ચંપકભાઇ પાસે પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા કાર્ડ હતું. જેથી તેઓ આ કાર્ડ સાથે નૂતન હોસ્પિટલ આવી પહોંચ્યા. હોસ્પિટલમાં તેમનું એમ.આર.આઇ. કરવામાં આવ્યું જેમાં D-10 L-1 મણકામાં રસી હોવાનું નિદાન થયું. જેના કારણોસર કમરની આસપાસના ભાગમાં પણ રસીનો ભરાવો જોવા મળ્યો. જે કારણોસર તેમની સર્જરી કરવી જરૂરી બની રહ્યું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

નૂતન હોસ્પિટલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રીન્ટેન્ડેન્ટ અને ઓર્થોપેડિક સર્જન ડૉ. જે.વી. મોદી અને તેમની ટીમ દ્વારા સમગ્ર સર્જરી હાથ ધરવામાં આવી. આ સર્જરીમાં ખામીયુક્ત મણકામાં આઠ સ્ક્રુ અને 2 સળીયા ફીટ કરીને મણકાને સ્થિર કરીને રસીનો ફેલાવો અટકાવવામાં આવ્યો. ભારે જહેમતના અંતે સર્જરી સફળ રહી અને ચંપકભાઇ પીડામુક્ત બન્યા.

આ પણ વાંચો: મહેસાણામાં ગોચર જમીન પર ગેરકાયદે કબ્જો, સ્થાનિકોમાં ભારો ભાર રોષ જોવા મળ્યો

ખાનગી હોસ્પિટલમાં અંદાજે 2 થી 3 લાખ રૂપિયાના ખર્ચે થતી સમગ્ર સારવાર અને સર્જરી પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા કાર્ડ હોવાના કારણે સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ બનતા ચંપકભાઇ અને તેમના પરિવારજનોએ સરકારનો આભાર માન્યો. ચંપકભાઈ હોસ્પિટલમાં આવ્યા ત્યારે વ્હીલચેરના સહારે આવ્યા હતા‌. જ્યારે સર્જરી બાદ તેઓ પોતાના પગ પર ચાલીને ઘરે પરત ફર્યા છે. જો સમયસર તેમની સર્જરી કરવામાં ન આવી હોત તો તેમને લકવો થવાની સંભાવનાઓ પ્રબળ હતી તેવું તબીબો નું કહેવું છે.

Published On - 11:18 pm, Sat, 4 February 23

Next Article