Mehsana : સુંઢિયા ગામની ભાવિના પટેલની ટોક્યો પેરાલિમ્પિકમાં સિદ્ધિ, પરિવારજનોમાં ખુશીનો માહોલ

| Edited By: | Updated on: Aug 28, 2021 | 11:47 AM

ભાવિનાએ મેળવેલ સિદ્ધિએ આજે મહેસાણા સહિત ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કર્યું છે. જેને લઇને સિંધિયા વાસીઓ અને તેના પરિવારમાં ખુશી છવાઈ છે.

Mehsana : મહેસાણાના સુંઢિયા ગામની ભાવિના પટેલ મહિલા ટેબલ ટેનિસની કલાસ ફોર ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચુકી છે. તેણે રાઉન્ડ ઓફ 16 ના મેચ નંબર 20માં બ્રાઝિલની ઓલિવિરાને હરાવી હતી. ભાવિના પટેલે આ મેચ ત્રીજી ગેમમાં જ જીતી લીધી હતી.

ભાવિનાએ પ્રથમ ગેમ 12-10, બીજી ગેમ 13-11 અને ત્રીજી ગેમ 11-6 થી જીતી હતી. આ જીત સાથે ભાવિના પટેલ દેશ માટે મેડલ જીતવાની એક ડગલું નજીક આવી ગઈ છે. ટોક્યો પેરાલિમ્પિક્સ માં ભાવિનાનું ફોર્મ શાનદાર જોવા મળ્યું છે. અને તે એક પછી એક તેની મેચ જીતી રહી છે.ભાવિનાની આ જીતને લઈને તેના માતા પિતા ખૂબ ખુશ છે.

અગાઉ, ભાવિનાએ ગ્રેટ બ્રિટનની મેગાન શેકલેટોનને 3-1થી હરાવી હતી. ભાવિનાએ તેની મેચ ગ્રેટ બ્રિટનના ખેલાડી સામે 11-7, 9-11, 17-15, 13-11 થી જીતી લીધી હતી. જે જીત સાથે જ તેણે આગલા રાઉન્ડ એટલે કે રાઉન્ડ ઓફ 16 માટે ટીકીટ કપાવી લીધી હતી. આ મેચમાં ભાવિનાની સારી શરૂઆતને બીજા રાઉન્ડમાં ગ્રેટ બ્રિટનની પેડલર દ્વારા આકરી ટકકર આપી હતી.

પરંતુ ફરીથી ભાવિનાએ આગામી બે ગેમ્સને સારી રીતે નિયંત્રિત કરી અને તેની જીતની પાકી કરી લીધી હતી. ભારતની ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં નવો ઇતિહાસ લખ્યો છે. આ પ્રથમ વખત છે કે જ્યારે ભારતના કોઇ પેડલર ટોક્યો પેરાલિમ્પિક્સની ટેબલ ટેનિસમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હોય. બ્રાઝિલની પેડલર જોયસ ડી ઓલિવિરા (Joyce de Oliveira) ને હરાવતી વખતે ભાવિના પટેલે આ કમાલ કર્યો છે.

આમ, ભાવિનાએ મેળવેલ સિદ્ધિએ આજે મહેસાણા સહિત ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કર્યું છે. જેને લઇને સુંઢિયા વાસીઓ અને તેના પરિવારમાં ખુશી છવાઈ છે.

Published on: Aug 28, 2021 09:41 AM