મહેસાણા (Mehsana)ની દૂધ સાગર ડેરી (Dudh sagar dairy) માં પ્લાન્ટના એક કોન્ટ્રાકટરના ભત્રીજાના ટેન્કરમાંથી 7 દુધના પાવડરની બેગ (Bag of milk powder) ઝડપાઇ છે. જેને લઇને ચેરમેન અશોક ચૌધરીની સૂચના અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે રુપિયા 6 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. ગુરુવારે દૂધસાગર ડેરીમાંથી બારોબાર પાવડર વેચવાનું કૌભાંડ સામે આવ્યું હતું , ડેરીના પાવડર વિભાગના N 1 અને N 2 પ્લાન્ટના કોન્ટ્રાકટર પ્રતાપભાઈ ચૌધરીના ભત્રીજાના ટેન્કરમાંથી પાવડર પકડાયો તેવી ચર્ચાઓ થવા લાગી હતી, દુધ સાગર ડેરીની સિક્યુરિટી તપાસ દરમિયાન આ દુધના પાવડર 7 બેગ પકડાઈ હતી.
અડધી રાત્રે 2 વાગે દૂધસાગરના સિક્યુરિટી ગાર્ડ દ્વારા 7 બેગ દૂધના પાઉડરની ચોરી પકડવામાં આવી હતી. બીજા દિવસે માત્ર નવ કલાક બાદ સવારે દૂધસાગર ડેરીના ઓફીસના દરવાજા ખૂલતાં આશરે રૂપિયા 20 હજારના પાવડરની ચોરી માટે રૂપિયા 6 લાખનો દંડ વસુલી મામલો રફેદફે કરાઇ દીધો હોય તેવુ લાગી રહ્યુ છે. સાથે જ કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટ કરવાની જગ્યાએ ટેન્કર બ્લેક લીસ્ટ કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે.
8 ફેબ્રુઆરીની રાત્રે બે વાગે દૂધસાગર ડેરીના મેનેજમેન્ટના આદેશ મુજબ સિક્યુરિટી ગાર્ડના શંકાના દાયરામાં આવી ગયેલા N.K TRANSPORT ના ટેન્કર નંબર GJ02XX6635 ની ઝીણવટ પૂર્વક તપાસ કરતાં ડ્રાઇવરની કેબીન માંથી દૂધના પાઉડરની 7 બેગ પકડી લેવામાં આવી અને ટેન્કર સહિત ચોરીના મુદ્દામાલને જપ્ત કરી વહેલી સવારે મેનેજમેન્ટના અધિકારીઓને ડેરી સિક્યુરિટી દ્વારા અવગત કરાવવામાં આવ્યા.
બીજે દિવસે 9 ફેબ્રુઆરીના રોજ સંસ્થાના MD અમૂલ ( આણંદ ) ખાતે હોવાથી સંસ્થાના ચેરમેન અશોક ચૌધરીની સૂચના અનુસાર કાર્યવાહી કરવામાં આવી અને તાત્કાલિક ધોરણે રૂ. 6 લાખ દંડ વસૂલવામાં આવ્યો આ પેઢીના ટેન્કરને બ્લેક લિસ્ટ કરવાની તમામ પ્રક્રિયા પૂર્ણ કરાઇ અને દૂધસાગર ડેરી સાથે જોડાયેલા તમામ કોન્ટ્રાક્ટરો સુધી પણ આ મેસેજ પહોંચાડી દેવામાં આવ્યો .
આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં કેટલાક ડેરી વિરોધી મેસેજ વાયરલ થયા હતા. જેનો દુધ સાગર ડેરીના સત્તાધીશો દ્વારા ડેરીના એક વોટ્સએપ ગ્રુપમાં જ જવાબ આપવામાં આવ્યો. જેમાં લખવામાં આવ્યુ કે દૂધસાગર ને કરોડો ના દેવામાં ડૂબાડી દેનાર આ લોકોની તમામ કોન્ટ્રાકટરો સાથે મિલીભગત હોવાથી ભૂતકાળ માં ક્યારેય આ પ્રકારની એક્શન લેવાયા નથી અને એક્શન નો દેખાડો કર્યો છે ત્યારે ત્યારે બારોબાર ભ્રષ્ટાચાર આદરી હંમેશા ભીનું સંકેલી લેવામાં આવ્યું છે. સાથે જ લખવામાં આવ્યુ કે અશોકભાઇ ચૌધરી અને વર્તમાન નિયામક મંડળ માટે દૂધસાગર એ દિવાલો માત્ર નથી – એમના માટે આ દૂધસાગર દેવ-મંદિર છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-