Mehsana: G20 -બેઠકમાં ઉપસ્થિત રહેનાર 120 પ્રતિનિધિઓ 3 એપ્રિલે મોઢેરાની લેશે મુલાકાત

|

Mar 31, 2023 | 11:50 PM

ગુજરાતમાં G-20 ના 15 કાર્યક્રમો છે. આ દરમિયાન G20 નું ગ્રુપ ભારતના જોવાલાયક આર્થિક ઉપાર્જન અને વિકાસલક્ષી પ્રોજેક્ટના સ્થળોની પણ મુલાકાત લેશે. જે પૈકી મહેસાણા જિલ્લાના દેશના પ્રથમ સોલાર સંચાલિત ગામ મોઢેરા તેમજ સુજાણપુર સોલાર પ્રોજેક્ટની મુલાકાત 03 એપ્રિલ સોમવારે સાંજે 05- 00 કલાકે લેનાર છે

Mehsana: G20 -બેઠકમાં ઉપસ્થિત રહેનાર 120 પ્રતિનિધિઓ 3 એપ્રિલે મોઢેરાની લેશે મુલાકાત

Follow us on

G20ની અધ્યક્ષતા હેઠળ ભારતમાં કુલ 29 જગ્યા પર G20 સમિટ યોજાઈ રહી છે ત્યારે G20 એટલે કે ગ્રુપ 20 આ વખતે ભારતની અધ્યક્ષતામાં ભારતના વિવિધ શહેરો પસંદ કરવામાં આવ્યા છે.  ગુજરાતમાં  કચ્છનું રણ , ગાંધીનગર  તેમજ સુરત આ ત્રણ શહેરોમાં G20ની બેઠકનું આયોજન  કરવામાં આવ્યું છે.

પ્રતિનિધી મંડળ મોઢેરાની લેશે મુલાકાત

ભારતમાં ગુજરાત ખાતે ત્રણ શહેરોમાં આ સમિટ યોજાઇ રહી છે. આગામી 02 એપ્રિલથી જી-20ની બીજી એનર્જી વર્કીંગ ગ્રુપની બેઠક ગાંધીનગર ખાતે યોજાનાર છે. જે અંતર્ગત આ બેઠકમાં ઉપસ્થિત રહેનારના 120 જેટલા પ્રતિનિધિઓ આગામી 03 એપ્રિલે સાંજે 05 કલાકે સુજાણપુરા તેમજ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લેશે. મહેસાણા મોઢેરા સૂર્યમંદિર તેમજ સુજાણપુરા સોલર પ્લાન્ટની મુલાકાત અંગેનુ આયોજન જી.પી.સી.એલ, ટી.સી.જી.એલ,ઇન્ડેક-બી દ્વારા સંયુક્ત રીતે કરાયું છે.

03 અપ્રિલે સાંજે 05-00 કલાકે આ પ્રતિનિધિ મંડળ પ્રથમ સુજાણપુરા સોલર પ્લાન્ટ તેમજ ત્યાર બાદ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત કરનાર છે. જેમાં મોઢેરા સૂર્યમંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો,સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પણ વાંચો:  Breaking News: ગુજરાતમાં 109 IAS અધિકારીઓની સામૂહિક બદલી, CMO કાર્યાલયમાં મોટો ફેરફાર, જુઓ સમગ્ર યાદી

ગુજરાતમાં G-20 ના 15 કાર્યક્રમો છે. આ દરમિયાન G20 નું ગ્રુપ ભારતના જોવાલાયક આર્થિક ઉપાર્જન અને વિકાસલક્ષી પ્રોજેક્ટના સ્થળોની પણ મુલાકાત લેશે. જે પૈકી મહેસાણા જિલ્લાના દેશના પ્રથમ સોલાર સંચાલિત ગામ મોઢેરા તેમજ સુજાણપુર સોલાર પ્રોજેક્ટની મુલાકાત 03 એપ્રિલ સોમવારે સાંજે 05- 00 કલાકે લેનાર છે

ભારતના વિવિધ શહેરોમાં બેઠકનું આયોજન

પંજાબમાં જોઈએ તો અમૃતસર, ચંદીગઢ, દિલ્હીમાં હરિયાણાના ગુરુગ્રામમાં, રાજસ્થાનના જોધપુર તેમજ ઉદયપુરમાં, ઉત્તરપ્રદેશના લખનઉ તેમજ વારાણસીમાં જ્યારે મધ્યપ્રદેશના ખજુરાહો અને ઈન્દોરમાં બેઠક યોજાશે. પશ્ચિમ બંગાળમાં જોઈએ તો સીલીગુડી ખાતે, અસમમાં જોઈએ તો ગુવાહાટી ખાતે અને મેઘાલયમાં સિલોંગ ખાતે, પશ્ચિમ બંગાળમાં કોલકત્તામાં જ્યારે ઓરિસ્સામાં ભુવનેશ્વર, આંધ્ર પ્રદેશમાં વિશાખાપટનમ, તેલંગાણામાં હૈદરાબાદ , મહારાષ્ટ્રમાં પુણે , મુંબઈ અને ગોવામાં, કર્ણાટકમાં બેંગલોર, તમિલનાડુમાં ચેન્નઈ અને મહાબલીપુરમ ખાતે તેમજ કેરળમાં કોચી અને કુમારકોમ ખાતે અને તિરુવનત પુરમ ખાતે આ બેઠક યોજાશે.

જાણો શું છે G20

G20  આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગનું પ્રમુખ મંચ છે. જ્યાં દરેક પ્રમુખ આંતરરાષ્ટ્રીય આર્થિક મુદ્દાઓ પર વૈશ્વિક સંરચના અને નિયમ નિર્ધારિત કરવા તથા તે મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાનું કામ કરે છે. વિશ્વના મહત્વના દેશો પરસ્પર સહયોગ કરીને એક થઈને સમસ્યાઓ સામે લડી શકે એવા ઉદ્દેશ્યથી G20 – જી-૨૦ બનાવવામાં આવ્યું છે.

વાત કરીએ ભારતના G20 – ના લોગોની તો આ લોગો ભારતના રાષ્ટ્રધ્વજના વાઇબ્રન્ટ રંગો કેસરી, સફેદ અને લીલા રંગથી પ્રેરિત છે. પૃથ્વી ગ્રહની કમળ સાથે સાંકળે છે ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ પડકારો વચ્ચે વૃદ્ધિનું પ્રતીક છે. નીચે દેવનાગરી લિપિમાં લખાયેલ ““વસુદેવ કુટુંબકમ “ભારત આપણી વૈદિક સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 11:20 pm, Fri, 31 March 23

Next Article