Bio gas plant : દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ રાજ્યમાં ત્રણ બાયોગેસ પ્લાન્ટને મંજૂર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં જુનાગઢ અને વડોદરા કોર્પોરેશનમાં તેમજ મહેસાણા નગરપાલિકામાં બાયો પ્લાન્ટને મંજૂર કરવામાં આવ્યો છે. રાજ્યના આ ત્રણેય શહેરમાં નીકળતા ભીના કચરામમાંથી આ બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી બાયોગેસ પ્લાન્ટ અંગે ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા પાલિકાએ કન્સલટન્ટ એજન્સી નીમવામાં આવી છે.
બાયોગેસ પ્લાન્ટ માટે દેશમાં 75 પાલિકાઓમાં બાયોગેસ પ્લાન્ટ મંજૂર કરાયા છે. જેમના ઈજનરો માટે બે દિવસ સ્વચ્છતા મોડેલ ઇન્દોરમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ તમામ ઈજનેરોને તાલીમ હેઠળ કોર્પોરેશન હસ્તકના બાયોગેસ પ્લાન્ટની ફિલ્ડ મુલાકાત કરાવામાં આવશે. સ્વચ્છ ભારત મિશન હેઠળ મહેસાણામાં 3.6 કરોડના ખર્ચે 20 ટન ક્ષમતાનો બાયોગેસ પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વડોદરા અને જુનાગઢમાં પણ 20 ટન કરતા વધુ ક્ષમતા ધરાવતા બાયોગેસ પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર મહેસાણા પાલિકા તેમજ જુનાગઢ અને વડોદરા કોર્પોરેશને બાયોગેસ પ્લાન્ટ માટે એકશન પ્લાન તૈયાર કરી 2024માં પ્લાન્ટ બનાવવા તેવી શક્યા છે. મહાનગરોમાંથી નિકળતા કચરામાંથી 30 થી 40 ટકા ભીનો કચરો હોય છે. આ ભીના કચરાને પ્લાન્ટમાં પ્રોસેસ કરી બાયોગેસ બનાવવામાં આવે છે. તેમાંથી નીકળતો વેસ્ટને ખાતર તરીકે પણ ઉપયોગ કરવામાં આવી શકે છે.
જાણકારી માટે આપને જણાવી દઈએ કે ગોબર ધન યોજના દેશના ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી એક યોજના છે. તેનો સીધો લાભ દેશના ખેડૂતો અને પશુપાલકોને મળે છે. આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી પ્રદૂષણમાં ઘટાડો થાય છે. આ સાથે જ ખેડૂતોની આવકમાં પણ વધારો થઈ શકે છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતો પાસેથી ગાયનું છાણ ખરીદશે. આ રીતે ખેડૂતો પાસેથી ગાયનું છાણ ખરીદીને બાયોગેસમાં ફેરવવામાં આવશે.હવે ગુજરાતના ત્રણ શહેરોમાં ભીના કચરામાંથી બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવશે.