GANDHINAGAR : ઓછા મુસાફરોને કારણે ગાંધીનગર-વરેઠા વચ્ચે શરૂ કરાયેલી મેમુ ટ્રેન ખાલીખમ, મહેસાણાના સાંસદે સમય બદલવા લખ્યો પત્ર
GANDHINAGAR : Gandhinagar-Varetha MEMU train sees very few travelers

Follow us on

GANDHINAGAR : ઓછા મુસાફરોને કારણે ગાંધીનગર-વરેઠા વચ્ચે શરૂ કરાયેલી મેમુ ટ્રેન ખાલીખમ, મહેસાણાના સાંસદે સમય બદલવા લખ્યો પત્ર

| Edited By: | Updated on: Aug 04, 2021 | 8:25 AM

મુસાફરોને ભાડુ વધુ લાગતું હોવાથી ટ્રેનમાં કોઇ બેસવા તૈયાર નથી. મહેસાણા-વિસનગર વચ્ચે ટ્રેનનું 30 રૂપિયા ભાડુ છે, જ્યારે બસનું ભાડુ માત્ર 18 રૂપિયા છે.

GANDHINAGAR : તાજેતરમાં જ ગાંધીનગર-વરેઠા વચ્ચે પીએમ મોદીએ મેમુ ટ્રેનનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો..જોકે વધારે ભાડુ અને અયોગ્ય સમયના કારણે મેમુ ટ્રેન ખાલીખમ ટ્રીપ મારી રહી છે..ગત્ત સપ્તાહે મહેસાણા-વેરઠા વચ્ચેના રૂટમાં માત્ર 22 ટિકિટ વેચાઇ હતી, જ્યારે મહેસાણા-ગાંધીનગર રૂટ પર ગત્ત સપ્તાહે માત્ર 26 ટિકિટ વેચાઇ હતી.ત્યારે આ સ્થિતિમાં મહેસાણાના સાંસદ શારદા પટેલે રેલવે મંત્રાલયને પત્ર લખીને ફરિયાદ કરી છે, સાથે જ મેમુ ટ્રેનનો સમય બદલવાની માગ કરી છે.મહત્વપૂર્ણ છે કે મુસાફરોને ભાડુ વધુ લાગતું હોવાથી ટ્રેનમાં કોઇ બેસવા તૈયાર નથી. મહેસાણા-વિસનગર વચ્ચે ટ્રેનનું 30 રૂપિયા ભાડુ છે, જ્યારે બસનું ભાડુ માત્ર 18 રૂપિયા છે.

આ પણ વાંચો : VADODARA : ઉંડેરા ખાતે આવેલા તળાવમાં 23 વર્ષિય પોલીસ પુત્રએ મોતની છલાંગ લગાવી, પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ઇંધણની નવી કિંમતો જાહેર કરાઈ, જાણો તમારા શહેરમાં શું ભાવ છે 1 લીટર પેટ્રોલ – ડીઝલનો