લો બોલો, હવે વન રક્ષકની ભરતીનું પેપર પણ ફૂટી ગયું, લેટરપેડ પર ફરતા થયેલા પ્રશ્નો જ પેપરમાં પૂછાયા

|

Mar 27, 2022 | 4:36 PM

આજે રાજ્યમાં વન રક્ષક - વર્ગ 3 ની પરીક્ષા યોજાઈ હતી. વર્ષ 2018માં ભરતી બહાર પાડવામા આવી હતી તેના માટે રાજ્યભરમાંથી અંદાજે 4.97 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. ફોર્મ ભરાયાને 4 વર્ષ વીત્યા બાદ આજે લેખિત પરીક્ષા યોજાઈ હતી.

ગુજરાત (Gujarat) માં સરકારી ભરતી (Recruitment) ના એક પછી એક પેપર (Paper)  ફૂટી રહ્યાં છે ત્યારે આજે વધુ એક પેપર ફૂટી ગયું છે. આજે રાજયભરમાં વન રક્ષક (Forest guard) ભરતી પરીક્ષા (Exam) યોજવામાં આવી હતી જેનું પેપર પણ ફૂટી ગયું છે. મહેસાણાની ઉનાવાની મીરા દાતાર સર્વોદય વિદ્યાલયમાંથી આ પેપર ફૂટ્યું હોવાનું જાણવા મળ્યું છે. એક લેટર પેડ પર એ જ સવાલો છે, જે પરીક્ષામાં પૂછાયેલા છે. ત્યારે આખરે આ પેપર આવ્યુ ક્યાંથી. વિદ્યાર્થીઓએ જે મહેનત કરી તેનુ શું. જો આવુ જ ચાલતુ રહેશે તો પરીક્ષા પરથી વિદ્યાર્થીઓનો વિશ્વાસ ઉઠી જશે. તેવા સવાલો ઊઠાવવામાં આવ્યા છે.

પેપર ફૂટવા મામલે આમ આદમી પાર્ટી પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામે સરકાર પાર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપના રાજમાં પેપર ફૂટવા એ સામાન્ય બાબત છે. હવે તો હદ થઇ, હવે પેપર નિષ્પક્ષ પણે આ સરકારથી ના લઈ શકાતા હોય તો ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ તમારાથી નિષ્પક્ષપણે આયોજન ના થતું હોય તો અમારા જેવા યુવાનો આ પરીક્ષાઓનું સફળતાપૂર્વક આયોજન કરવા તૈયાર છે.

આજે રાજ્યમાં વન રક્ષક – વર્ગ 3 ની પરીક્ષા યોજાઈ હતી. કુલ 334 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરાયુ હતું. વર્ષ 2018માં ભરતી બહાર પાડવામા આવી હતી તેના માટે રાજ્યભરમાંથી અંદાજે 4.97 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. આર્થિક અનામતના વિવાદને કારણે અગાઉ પરીક્ષા સ્થગિત રખાઈ હતી. આખરે ફોર્મ ભરાયાને 4 વર્ષ વીત્યા બાદ આજે લેખિત પરીક્ષા યોજાઈ હતી. અમદાવાદમાં અંદાજે 52 હજાર ઉમેદવારો પરીક્ષા આપી હતી. લેખિત કસોટી બાદ ઉમેદવારોની શારીરિક કસોટી લેવાની હતી, તે પહેલા જ પેપર ફૂટવાની ઘટના બની છે. પરીક્ષા માટે ફોર્મ ભરાયાને 4 વર્ષ વીત્યા હોવાથી વયમર્યાદા વટાવી ચુકેલા ઉમેદવારોને રાહત આપવાનો નિર્ણય પણ લેવાયો હતો. જોકે સરકાર તરફથી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પરીક્ષા બરાબર જ લેવાઈ હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચોઃ Banaskantha: દિયોદરના વખા ખાતે છેલ્લા પાંચ દિવસથી ખેડૂતોનું પૂરતી વીજળીની માંગ સાથે આંદોલન

આ પણ વાંચોઃ મહેસાણાઃ રાસાયણિક ખાતરના ઉપયોગથી દેશમાં હરિત ક્રાંતિ ચોક્કસ આવી, ઉત્પાદનમાં વૃધ્ધિ થવા છતાં કિસાન શોષિત જ રહ્યો

Published On - 4:35 pm, Sun, 27 March 22

Next Video