કેનેડામાં રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા ગુજરાતી યુવાનનો મૃતદેહ મળ્યો છે. મહેસાણાના 26 વર્ષીય યુવાન હર્ષ પટેલનો કેનેડાના તળાવમાંથી મૃતદેહ મળ્યો છે. હર્ષ પટેલનો પાસપોર્ટ અને ક્રેડિટ કાર્ડ પણ ગુમ છે. ચાર દિવસ પહેલા યુવક રહસ્યમય સંજોગોમાં ગુમ થતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. પરિવાર ચિંતિત હતો. આ દરમિયાન યુવકનો મૃતદેહ મળતા પરિવારમાં શોકનો માહોલ છે.
આ પણ વાંચો-Breaking News : અમદાવાદમાં મેટ્રો હવે 15ને બદલે 12 મિનિટના અંતરે મળશે
મહેસાણાનો પાટીદાર યુવક એક-દોઢ વર્ષ પહેલાં કેનેડા સ્ટડી માટે ગયો હતો. જે પછી હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે. આ યુવક મિત્રને અસાઈમેન્ટના કામે મળવા જાઉ છું કહીને નીકળ્યો હતો, પછી ક્યારેય પાછો ફર્યો નહોતો. ઘટનાને પગલે કેનેડામાં રહેતા ગુજરાતી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. યુવકનો મૃતદેહ લેવા માટે પરિવાર કેનેડા ગયો છે.
14 એપ્રિલે શુક્રવારે તારીખે તેમના ઘરેથી મિત્રોને ત્યાં અસાઈમેન્ટના કામે જવાનું કહીને નીકળ્યો હતો. રાત્રે ઘરે પાછા ન આવતાં તેમના મિત્રોને ચિંતા થઈ અને બધાનો કોન્ટેક્ટ કર્યો અને પછી પોલીસ ફરિયાદ કરી. પોલીસે શુક્રવાર રાતથી હર્ષ પટેલને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. કાર ડ્રાઈવરે હર્ષ પટેલને જ્યાં ઉતાર્યો ત્યાં પોલીસે વધારે ટ્રેકિંગ કર્યું અને શનિવારે મોડી રાત્રે પોલીસને એક ડેડબોડી મળી, પણ પોલીસ એ કન્ફર્મ નહોતી કરી શકી કે આ ડેડબોડી હર્ષ પટેલની જ છે કે કેમ. પોલીસે રવિવારે સવારે ફિંગર પ્રિન્ટ મેચ કર્યા ત્યારે કન્ફર્મ થયું કે આ બોડી હર્ષ પટેલની જ છે. પછી પોલીસે ફેમિલીને જાણ કરી હતી.
બીજી તરફ ગુજરાતની દીકરીનું વિદેશની ધરતી પર અકસ્માતને કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની ઘટનામાં ભોગ બનનાર રીયા પટેલ બે મહિના પહેલા જ ગુજરાતથી સિડનીમાં ઉચ્ચ અભ્યાસ માટે ગઈ હતી. ભારતીય-ઓસ્ટ્રેલિયન કમિટીએ મૃતક રિયા પટેલના મૃતદેહને ઓસ્ટ્રેલિયાખી ભારત મોકલવા માટે 34,000 થી વધુ ડોલર એકત્ર કર્યા છે, આ દીકરી સીડનીના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. રીયાના પિતરાઈ ભાઈ શૈલેષ પટેલ કે જેઓ ન્યૂ સાઉથ વેલ્સ (NSW)માં રહે છે. જેમના દ્વારા ફંડ એકત્ર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 12:01 pm, Wed, 19 April 23