Breaking News : મહેસાણાની નીલકંઠ કોલેજ હોસ્ટેલની મેસમાં ABVPનું સરપ્રાઈઝ ચેકિંગ, હલકી ગુણવત્તાની સામગ્રી ઝડપાઈ, જુઓ Video

મહેસાણા નીલકંઠ કોલેજની હોસ્ટેલના ભોજન સામે સવાલ થઈ રહ્યા છે.ઊંઝાના મક્તપુરમાં ABVPની તપાસમાં હોસ્ટેલની પોલ ખોલી છે.હોસ્ટેલના રસોડામાંથી સડેલા શાકભાજી અને મસાલા મળી આવ્યા છે.

| Edited By: | Updated on: Sep 22, 2026 | 2:26 PM

માતા-પિતા પોતાના બાળકોને સારા અભ્યાસ માટે ઘરની બહાર હોસ્ટેલમાં મોકલતા હોય છે. ત્યારે હજારો રુપિયા ખર્ચ કરી બાળકોને જે હોસ્ટેલમાં મોકલે છે. ત્યાં તેની સાથે સ્વાસ્થ સાથે ચેડા થતાં જોવા મળતા હોય છે. અવાર-નવાર એવી હોસ્ટેલના નામ સામે આવે છે. જે બાળકોને ખરાબ ગુણવતાનું ભોજન પીરસતા હોય છે. તેમજ હોસ્ટેલના મેસમાં સડેલા શાકભાજીથી લઈ અનાજમાં જીવાતો ગંદકીના ઢગલાં જોવા મળતા હોય છે.

વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં

મહેસાણા ઊંઝાના મક્તપુરમાં નીલકંઠ કોલેજ હોસ્ટેલની મેસમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતુ.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)દ્વારા હોસ્ટેલ મેસમાં ઓચિંતી તપાસ કરાઈ હતી. હોસ્ટેલ મેસના રસોડામાંથી સડેલા શાકભાજી અને ખરાબ મસાલા મળી આવ્યા હતા.ચણાનો લોટ, મેદો અને મસાલા સહિત ખાદ્યસામગ્રીની તપાસ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી હલકી ગુણવત્તાની સામગ્રી ઝડપાઈ છે. કોલેજ સંચાલકો તેમજ જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

વિદ્યાર્થીઓના હિતમાં આગામી દિવસોમાં પણ તપાસ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.વિદ્યાર્થીઓના હિતમાં આગામી દિવસોમાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોસ્ટેલના ભોજન અંગે તપાસ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

ભોજનની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા

રાજકોટ-કાલાવડ રોડ પર આવેલા એમજી હોસ્ટેલમાં ભોજનમાં જીવાત નીકળવાનો મુદ્દો સામે આવ્યો છે. જેને લઈ હોસ્ટેલના વિધાર્થીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા છે. ગઇકાલ રાતથી વિધાર્થીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા છે. વિધાર્થીઓનું કહેવું છે કે, અવાર નવાર ભોજનમાં જીવાત નીકળે છે. નબળી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.tv9 ગુજરાતીના રિયાલીટી ચેકમાં પણ ભોજનની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા હતા.

 

 

Trending Video: એક વ્યક્તિએ ઉકળતી ચામાં નાંખ્યો iPhone 18 Pro Max, પછી જે થયું લોકો ચોકી ગયા, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.