સૌથી મોટી બેન્ક છેતરપિંડીઃ શક્તિસિંહ ગોહિલે કહ્યું વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ થયું છે

|

Feb 13, 2022 | 3:54 PM

શક્તિસિંહે કહ્યું કે ABG શીપયાર્ડ કંપનીએ વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU કર્યા હતા, આ MOUના આધારે બેંકમાંથી ધિરાણ મેળવીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે, તેમણે એમ પણ કહ્યું કે 2003માં જ આ અંગે કોંગ્રેસે ધ્યાન દોર્યું હતું કે કરોડો રૂપિયા ડૂબશે

સૌથી મોટી બેન્ક છેતરપિંડીઃ શક્તિસિંહ ગોહિલે કહ્યું વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ થયું છે
શક્તિસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સ

Follow us on

સુરતના ABG શીપયાર્ડ દ્વારા 28 જેટલી બેન્કો સાથે રૂ. 22,843 કરોડની છેતરપિંડી મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી આ કૌભાંડ વિશે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. મહેસાણા વોટર પાર્ક રિસોર્ટ ખાતે તેમણે જણાવ્યું હતું કે ક્યારેય ન બન્યું હોય તેટલું સૌથી મોટું કૌભાંડ થયું છે. વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું આ કૌભાંડ છે

તેમણે એમ પણ કહ્યું કે ABG શીપયાર્ડ, ABG સિમેન્ટ વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU કર્યા હતા. આ MOUના આધારે બેંકમાંથી ધિરાણ મેળવીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે 2003માં જ આ અંગે કોંગ્રેસે ધ્યાન દોર્યું હતું કે કરોડો રૂપિયા ડૂબશે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

શક્તિસિંહે એમ પણ કહ્યું કે ICICI બેંકના મુખ્ય માણસો પણ વાયબ્રન્ટ ગુજરાતમા આવતા હતા, તેમણે તો ત્યાં સુધી કહ્યું કે એસ્સાર કંપનીના માલિકો અને ABG કંપનીના મલિકો મામા – ભાણિયા છે,

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

તેમણે કહ્યું કે આખરે CBIએ આ કૌભાંડની તપાસ દાખલ કરી છે પણ ન્યાયિક તપાસ કરવામાં નહિ આવે તો મોટા માથાઓ સામે નહિ આવે. તેમણે વાઈબ્પન્ટ પર સવાલ ઊભા કરતાં કહ્યું કે ભાજપના નેતાઓને વિનંતી કરું છું કે, રાજકીય ફાયદાઓ માટે વાયબ્રન્ટના તાયફો બંધ કરો.

સરકારની કામગીરી પર પણ સવાલ ઉભા કરતાં કહ્યું છે કે ABGને મેરિટાઈમ યુનિવર્સિટી બનાવવા જમીન આપી છે. આ જમીન આપનારાઓ સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવે અને તે જમીન પાછી લેવામાં આવે.

આ પણ વાંચોઃ Surat: એકતરફી પ્રેમમાં આંધળા પ્રેમીએ જાહેરમાં જ યુવતીનું ગળુ કાપી હત્યા કરી નાખી

આ પણ વાંચોઃ સૌથી મોટી છેતરપિંડી! રૂ. 22,843 કરોડના ફ્રોડમાં તપાસનો ધમધમાટ, CBIએ સુરત, મુંબઈ સહિત 13 સ્થળે દરોડા પડી દસ્તાવેજો જપ્ત કર્યા

Next Article