Banaskantha : ઉત્તર ગુજરાતમાં પાણીની વિકરાળ સ્થિતિ, તમામ ડેમોના તળિયા ઝાટક

|

Aug 19, 2021 | 12:08 PM

પાણી મામલે સૌથી કપરી પરિસ્થિતિ પાટણ અને બનાસકાંઠા જિલ્લાની છે. આ વિસ્તારમાં નર્મદાની કેનાલ કરોડો રૂપિયાના ખર્ચે નાંખવામાં આવી છે. પરંતુ વરસાદ ખેંચાતા છતાં હજુ સુધી કેનાલમાં પાણી આવ્યું નથી.

Banaskantha : ઉત્તર ગુજરાતમાં પાણીની વિકરાળ સ્થિતિ, તમામ ડેમોના તળિયા ઝાટક
દાંતીવાડા ડેમ (ફાઇલ તસ્વીર)

Follow us on

Banaskantha : બનાસકાંઠા જિલ્લા (ઉત્તર ગુજરાત)ઉત્તર ગુજરાતમાં આ વર્ષે વરસાદ થતાં પાણીની સમસ્યા વિકરાળ બની છે. મોટાભાગનાં જળાશયો ખાલીખમ છે. તે વચ્ચે વરસાદ ઓછો થતા ખરીફ સીઝનમાં ખેતીના પાકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. ત્યારે પીવાના પાણીથી લઇ સિંચાઈ માટે પાણીની મોટી સમસ્યા અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ વેઠી રહ્યા છે.

ઉત્તર ગુજરાતમાં આ વર્ષે વરસાદ થતાં પાણીની સમસ્યા વિકરાળ બની છે. મોટાભાગનાં જળાશયો ખાલીખમ છે. તે વચ્ચે વરસાદ ઓછો થતા ખરીફ સીઝનમાં ખેતીના પાકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. ત્યારે પીવાના પાણીથી લઇ સિંચાઈ માટે પાણીની મોટી સમસ્યા અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ વેઠી રહ્યા છે.

ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો પાણીની સમસ્યા આ વિસ્તારમાં સૌથી મોટી હોય છે. બનાસકાંઠા અને પાટણ રણવિસ્તારના જિલ્લાઓ છે. જ્યારે સાબરકાંઠા અને મહેસાણા પર્વતીય તેમજ મેદાની પ્રદેશો ધરાવે છે. પરંતુ આટલા મોટા વિસ્તારમાં માત્ર સાબરમતી નદી સિવાય તમામ નદીઓ કુંવારિકા છે. જેના કારણે વરસાદ સિવાય મોટાભાગની નદીઓ કોરીધાકોર હોય છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ વિસ્તારમાં સિંચાઈ ડેમ તેમજ ભૂગર્ભ જળના આધારે થાય છે. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ઓછો વરસાદ અને ઉંડા જતા ભૂગર્ભજળ આ વિસ્તારની સૌથી મોટી સમસ્યા છે. આ વર્ષે પણ ઓછા વરસાદના કારણે મોટાભાગનાં જળાશયો ખાલીખમ છે. સિંચાઇ માટે પાણી નથી જ પરંતુ આગામી સમયમાં જો વરસાદ નહીં આવે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પીવાના પાણીની પણ મહામારી સર્જાશે. જેને લઈ ખેડૂતોને સ્થાનિક લોકો ચિંતાતુર છે.

ઉત્તર ગુજરાતમાં જળાશયોની સ્થિતિ જોઇએ તો,

બનાસકાંઠા જિલ્લાના જળાશયોની સ્થિતિ
(સંગ્રહિત પાણીની ટકાવારી)

દાંતીવાડા જળાશય- 8 ટકા

સીપુ જળાશય – ખાલીખમ

મુક્તેશ્વર જળાશય – 10 ટકા

સાબરકાંઠા જિલ્લાના જળાશયોની સ્થિતિ
(સંગ્રહિત પાણીની ટકાવારી)

ગુહાઇ જળાશય – 11 ટકા

હાથમતી જળાશય – 33 ટકા

હરણાવ જળાશય – 30 ટકા

જવાનપુરા જળાશય- 5 ટકા

મહેસાણા જિલ્લાના જળાશયોની સ્થિતિ
(સંગ્રહિત પાણીની ટકાવારી)

ધરોઈ જળાશય – 33 ટકા

પાટણ જિલ્લાના જળાશયોની સ્થિતિ
(સંગ્રહિત પાણીની ટકાવારી)

સરસ્વતી જળાશય – ખાલીખમ

પાણી મામલે સૌથી કપરી પરિસ્થિતિ પાટણ અને બનાસકાંઠા જિલ્લાની છે. આ વિસ્તારમાં નર્મદાની કેનાલ કરોડો રૂપિયાના ખર્ચે નાંખવામાં આવી છે. પરંતુ વરસાદ ખેંચાતા છતાં હજુ સુધી કેનાલમાં પાણી આવ્યું નથી. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર પિયત માટે પાણી આપી તેમના પાકને જીવતદાન આપે. જ્યારે બીજી તરફ મોટાભાગના ડેમ ખાલીખમ છે. તેના કારણે પીવાના પાણી માટે પણ લોકો વલખાં મારી રહ્યા છે. તંત્રએ પણ આગામી આફતને જોતાં પાતાળકુવાથી લઈને એક ડેમથી બીજા ડેમમાં પાણી નાખવા સુધીના પાઈપલાઈનનું કામ યુદ્ધના ધોરણે હાથ ધર્યા છે.

Next Article