મહેસાણામાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાહત દરે 6 ભોજન કેન્દ્રોનો રાજ્ય અન્ન નાગરિક પૂરવઠા મંત્રી દ્વારા કરાયો પ્રારંભ

|

Jan 30, 2023 | 11:40 PM

Mehsana: મહેસાણામાં રાજ્ય અન્ન નાગરિક પૂરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા 'શ્રમિક અન્નપૂર્ણા યોજના'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રમિકોનો સામાજિક-આર્થિક વિકાસ થાય તેમજ કેમની સામાજિક સુરક્ષા સુનિશ્ચિત થાય તેના માટે સરકાર કટિબદ્ધ હોવાનુ અન્ન નાગરિક પૂરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યુ હતુ.

મહેસાણામાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાહત દરે 6 ભોજન કેન્દ્રોનો રાજ્ય અન્ન નાગરિક પૂરવઠા મંત્રી દ્વારા કરાયો પ્રારંભ
શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 6 કેન્દ્રોનો પ્રારંભ

Follow us on

મહેસાણામાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાહત દરે 06 ભોજન કેન્દ્રોનો રાજ્ય અન્ન નાગરિક પૂરવઠા મંત્રી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના વિકાસમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપનાર બાંધકામ ક્ષેત્રના શ્રમિક ભાઈઓ-બહેનોને ખુબ જ ઓછા દરે પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુથી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની “શ્રમિક અન્નપૂર્ણા યોજના” અંતર્ગત બજારભાવ કરતાં અનેકગણા ઓછા ભાવમાં ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

અન્ન અને નાગરિક પુરવઠા તેમજ સામાજિક-ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં મહેસાણાના પરા ટાવર ખાતે શ્રમિક અન્નપુર્ણા યોજનાનું ભોજન કેન્દ્ર-કડીયાનાકા સહિત જિલ્લાના અન્ય 05 કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે બાંધકામ શ્રમિક અને તેના પરિવારને પોષ્ટીક આહાર મળે એ માટે આ યોજના સરકાર દ્વારા કાર્યરત કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે શ્રમિકે ઈ-નિર્માણ પોર્ટલ પર જઈને રજીસ્ટ્રેશન કરાવીને ઈ-નિર્માણ કાર્ડ થકી લાભ લઈ શકશે. મંત્રીએ ઉમેર્યું કે આ શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત 5 રૂપિયામાં રોટલી,શાક,દાળ-ભાત,મરચા,અથાણુંનો પોષ્ટીક આહાર લઈ શકશે. ગુજરાત સરકાર હંમેશાથી શ્રમિકોનો સામાજિક-આર્થિક વિકાસ થાય તેમજ તેની સામાજિક સુરક્ષા સુનિશ્ચિત થાય એ માટે સતત કાર્યરત રહી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

આ સાથે જ મહેસાણા જિલ્લા ખાતે કુલ 6 કડીયાનાકા કેન્દ્રો કાર્યરત થઈ ગયા છે. આ કેન્દ્રોમાં મોઢેરા ચોકડી-મહેસાણા, રાધનપુર ચોકડી-મહેસાણા, પરા ટાવર-મહેસાણા, અમરપુરા-મહેસાણા, સાવલા દરવાજા-વિસનગર અને ઐઠોર ચોકડી-ઊંઝા ખાતે અન્નપુર્ણા યોજના કેન્દ્રો શરૂ થયા છે.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઈ – નિર્માણ પોર્ટલમાં નોંધાયેલા શ્રમિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે, આથી બાંધકામ ક્ષેત્રના દરેક શ્રમયોગીઓએ ઈ-નિર્માણ પોર્ટલમાં નોંધણી કરાવવી જરૂરી બને છે. શ્રમિકો પોતાનું ઈ-નિર્માણ કાર્ડ લઈને “શ્રમિક અન્નપૂર્ણા યોજના” ના ભોજન વિતરણ કેન્દ્ર પર જઈને કાર્ડમાં દર્શાવેલ ઈ-નિર્માણ નંબર અથવા ક્યુ. આર. કોડ સ્કેન કરાવીને રુ.5 માં ટોકન મેળવી પોતાના ટિફિનમાં અથવા તો જમવા માટે ભોજન મેળવી શકે છે. આ રીતે બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને એક ઈ-નિર્માણ કાર્ડ મારફતે પોતાના પુરા પરિવાર માટે એક સમયનું ભોજન મળી શકશે.

આ પણ વાંચો: મહેસાણામાં રખડતા ઢોરનો આતંક ! બાઈકચાલકને અડફેટમાં લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગુજરાત રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા તા. 08/10/2022થી કુલ 22 કડીયાનાકા અને તા.29/12/2022થી 29 કડીયાનાકા એમ કુલ 51 કડીયાનાકા પર શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત ભોજન પૂરું પાડવામાં આવે છે. તા. 08/10/2022થી આજ સુધીમાં 2.90 લાખ કરતાં વધારે શ્રમિકો દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત ભોજન લેવામાં આવેલ છે. શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત 2017થી અત્યારસુધી કુલ-1.18 કરોડ જેટલા ભોજન વિતરણ થયેલ છે.

Next Article