મહેસાણા : વિસનગરના ખેડૂતોની ક્રોપ લોન સગેવગે, દોઢ કરોડની ઉચાપત મુદ્દે ફરિયાદ

|

Oct 01, 2021 | 7:28 PM

પાલડી સેવા સહકારી મંડળીના 75 કરતા વધુ ખેડૂત સભાસદોએ કુલ દોઢ કરોડની ક્રોપ લોન લીધી હતી. બેંકે આ લોન સહકારી મંડળીના ખાતામાં જમા કરાવી દીધી છે. જોકે સહકારી મંડળીના ખાતામાં હજુ સુધી લોન જમા ન થઇ હોવાનું સત્તાધીશો જણાવી રહ્યા છે.

મહેસાણાના વિસનગરમાં ખેડૂત સભાસદોની ક્રોપ લોન બારોબાર સગેવગે થઇ જવાની ઘટના સામે આવી છે. વિસનગર તાલુકાના પાલડી સેવા સહકારી મંડળીના ખેડૂતોએ ક્રોપ લોન લીધી હતી. જોકે આ લોન સહકારી સંસ્થાના ખાતામાં જમા થવાને બદલે બારોબાર સગેવગે થઇ જવાની આશંકા સભાસદો સેવી રહ્યા છે.

પાલડી સેવા સહકારી મંડળીના 75 કરતા વધુ ખેડૂત સભાસદોએ કુલ દોઢ કરોડની ક્રોપ લોન લીધી હતી. બેંકે આ લોન સહકારી મંડળીના ખાતામાં જમા કરાવી દીધી છે. જોકે સહકારી મંડળીના ખાતામાં હજુ સુધી લોન જમા ન થઇ હોવાનું સત્તાધીશો જણાવી રહ્યા છે.ખેડૂતોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી યોગ્ય કાર્યવાહીની માગ કરી છે.

પાલડી સેવા સહકારી મંડળીમાં દર વર્ષે ખેડૂતો પોતાની જરૂરિયાત મુજબ લૉન લેતા હતા. અને માર્ચ માસના અંતમાં વ્યાજ સહિત લૉન ભરી પણ દેતા હતા. પણ આ સેવા સહકારી મંડળીના હોદેદારોએ ગેરવહીવટ કરીને કરોડો રૂપિયાની લૉન કાગળ પર બતાવીને ચાઉ કર્યા હોવાના આક્ષેપ હાલમાં ખેડૂતો કરી રહ્યા છે.

જ્યારે ઉચાપતના મામલે ખેડૂતોએ પોલીસ વિભાગમાં ફરિયાદ આપી તો પોલીસ સમગ્ર મામલે સહકારી વિભાગ જાણ કરે તોજ ફરિયાદ દાખલ થશેનું રટણ કરે છે. જ્યારે સહકાર વિભાગ આ મામલે ઓડિટની તપાસ ચાલુ છે. અને તે અમદાવાદ વિભાગ કરતું હોવાનું કહીને હાલમાં પોલીસ કે સહકાર વિભાગ આ મામલે કંઇ પણ કહેવા તૈયાર નથી.

આ પણ વાંચો : RAJKOT : જેતપુરમાં ભાદરના પૂરના પાણી ઓસર્યા, પુલનું ધોવાણ થતા સ્થાનિકો પરેશાન

Next Video