Himmatnagar: પાર્ટટાઈમ જોબ કરવાની લાલચમાં મેડિકલ ઓફિસરે 88.7 હજાર રૂપિયા ગુમાવ્યા, જાણો કઈ રીતે થઈ ઠગાઈ

|

Feb 08, 2022 | 2:49 PM

મેડિકલ ઓફિસરને પાર્ટટાઇમ જોબ કરી રૂ.1 હજારથી 5 હજાર કમાવવાની લાલચમાં આવી હતી, આ લાલચમાં આવીને તેમણે ઓનલાઇન ટુકડે ટુકડે કુલ રૂ.88,796ના ટ્રાન્ઝેક્શન કર્યા બાદ તેનું કમિશન કે ભરેલ રકમ પરત ન આપી જેથી હિંમતનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી ફરિયાદ નોંધાવી હતી

Himmatnagar: પાર્ટટાઈમ જોબ કરવાની લાલચમાં મેડિકલ ઓફિસરે 88.7 હજાર રૂપિયા ગુમાવ્યા, જાણો કઈ રીતે થઈ ઠગાઈ
Symbolic image

Follow us on

એનલાઈન કામ કરી પાર્ટ ટાઈમ જોબ (part time job) વર્ક કરવા માટેની રોજ સંખ્યાબંધ જાહેરાતો આવે છે. આવી જાહેરાતો કરનારા કેટલાક લભાગુઓ પણ હોય છે જે લોકો પાસેથી ડિપોઝિટ ભરાવી જોબવર્ક આપે છે અને થોડો સમય કામ કરાવ્યા બાદ કોઈ વળતર ચૂકવાતું નથી અને ડિપોઝીટ પણ પાછી અપાતી નથી. આવી છેતંરપિંડી (fraud) હાલમાં હિંમતનગર (Himmatnagar) ની સિવિલ આયુર્વેદિક શાખાના મેડિકલ ઓફિસર સાથે થઈ છે.

મેડિકલ ઓફિસર (Medical officer) ને પાર્ટટાઇમ જોબ કરી રૂ.1 હજારથી 5 હજાર કમાવવાની લાલચમાં આવી હતી. આ લાલચમાં આવીને તેમણે ઓનલાઇન ટુકડે ટુકડે મળી કુલ રૂ.88,796 ટ્રાન્ઝેક્શન કર્યા બાદ તેનું કમિશન કે ભરેલ રકમ પરત ન આપી. મેડિકલ ઓફિસરે પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતા હિંમતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હેમલ જીતેન્દ્રભાઇ સુથાર હિંમતનગર નવી સિવિલ હોસ્પિટલમાં આયુર્વેદિક શાખામાં મેડિકલ ઓફિસર તરીકે નોકરી રહે છે. 25 ડિસેમ્બરના રોજ તેમના મોબાઇલ પર અજાણ્યા નંહરથી એક લીંક આવતાં તેમણે તેમાં રિપ્લાય આપીને પૂછ્યુ હતુ કે આ લીંક શાની છે? જેથી સામેવાળા શખ્સે તેનુ નામ સ્ટેન ક્રુઝ આપી એમેઝોન મલ્ટીનેશનલ કંપની હોવાનુ જણાવ્યુ હતું અને આ કંપની ઓનલાઇન પાર્ટ ટાઇમ જોબ આપે છે તેમ જણાવાયું હતું.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

પાર્ટ ટાઇમ કામ કરીને રોજના 5000 સુધી કમાવાની લાલચ આપવામાં આવી હતી. હેમલભાઇએ તેમાં કામ કરવા જણાવતાં સ્ટેન ક્રુઝે વોટ્સએપમાં લીંક મોકલી હતી. જે લીંક ખોલતા ફોર્મ ખૂલ્યુ હતું. જેમાં તેમણે તેમનું ડીઝિટલ બેંક એકાઉન્ટનું એડ કર્યું હતું. ત્યારબાદ સ્ટેન ક્રુઝએ તેમના વોટ્સએપમાં 7 અલગ અલગ રકમના ટાસ્ક મોકલ્યા હતા. જેમાં અલગ અલગ રકમના ટાસ્ક સામે અલગ અલગ રકમનું કમીશન મેળવવાના ટાસ્ક હતા. હેમલભાઇએ પ્રથમ રૂ.200 નો ટાસ્ક સિલેક્ટ કરી પેટીએમથી રૂ.200 મોકલ્યા હતા. આ ટાસ્ક પૂરો થતાં તેમના ખાતામાં પોતે મોકલેલા 200 રૂપિયા અને કમીશન પેટે રૂ.182 મળીને રૂ.382 જમા થયા હતા.

ત્યારબાદ સ્ટેન ક્રુઝે ટેલીગ્રામની લીંક મોકલી હતી જેમાં હેમલભાઇએ રૂ.1000 નો ટાસ્ક પૂરો કરતા રૂ.1400 જમા થયા હતા અને રૂ.400 કમીશન મળ્યુ હતું. ત્યારબાદ રૂ.3000 નો ટાસ્ક સિલેક્ટ કરી રૂ.3000 પૈસા નાખ્યા હતા પરંતુ કમીશન મળ્યુ ન હતુ જેથી ટેલીગ્રામમાં વાત કરતા ઓર્ડર મુજબના ટાસ્ક પૂરા કરો જણાવતાં હેમલભાઇએ રૂ.8000, રૂ.6954, રૂ.12762, રૂ.19180, રૂ.38900 ટ્રાન્ઝેક્શન કર્યા હતા પરંતુ વેબસાઇટમાં ઓર્ડર પૂરા થયા ન હોવાનું બતાવતું હોઇ હેમલભાઇને ફ્રોડ થયાની શંકા જતાં હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ Dang: કેન્દ્ર સરકારના રિવર લિંક પ્રોજેકટનો વિરોધ શરૂ, ડેમ હટાવો ડાંગ બચાવો સૂત્ર સાથે વલસાડ, ડાંગ અને તાપીના આગેવાનો ભેગા થયા

આ પણ વાંચોઃ Porbandar: 400 બોટની જગ્યામાં 4 હજાર બોટ પાર્ક કરવા માછીમારો મજબૂર, બોટ પાર્કિંગ મુદ્દે CMને કરી રજૂઆત

Next Article