મૌલાના અઝહરીને મોડાસા કોર્ટમાં રજૂ કરાયો, 17 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર

| Updated on: Feb 12, 2024 | 8:26 PM

મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મોડાસા પોલીસે ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપી અઝહરીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેની સામે કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અલગ અલગ 10 જેટલા મુદ્દાઓ પર પોલીસે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.

અરવલ્લી પોલીસે મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કર્યા બાદ મોડાસા પોલીસ સ્ટેશન અને બાદમાં ડીવાયએસપી કચેરી ખાતે લઈ જવાયા હતા. જ્યાં મૌલાના અઝહરીને પ્રાથમિક પૂછપરછ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અઝહરીને કોર્ટમાં રજૂ કરીને મોડાસા પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આ માટે અલગ અલગ 10 જેટલા મુદ્દાઓ પોલીસે તપાસ માટે રજૂ કર્યા હતા. જેના આધારે 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો:  અંબાજી ગબ્બર પરિક્રમા મહોત્સવનો આજથી પ્રારંભ, પાંચ દિવસ ભક્તોની ભીડ ઉમટશે

મોડાસા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આમ હવે આગામી 17 ફેબ્રુઆરી સુધી મૌલાના મુફ્તી સલમાન અઝહરીને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બેંકમા ફંડિંગ સંદર્ભની વિગતો સહિત એટ્રોસિટી અને ભડકાઉ ભાષણના મુદ્દાઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 12, 2024 04:00 PM