મારુ ગામ કોરોના મુક્ત: Tapi જિલ્લાનું એક એવું ગામ કે જે બન્યું 100 ટકા કોરોના મુક્ત, કોરોનાને હરાવવાની દૃઢ સંકલ્પ શક્તિ રંગ લાવી

|

May 04, 2021 | 7:25 PM

દેશ દુનિયાને હચમચાવનાર કોરોનએ શહેરો બાદ ગ્રામ્ય વિસ્તારોને પણ ઝપેટમાં લઈ હાહાકાર મચાવ્યો છે, આ કપરા સમયે ચારે દિશાઓમાંથી દરરોજ કોઈને કોઈ માઠા સમાચાર સાંભળવા જોવા મળતા હોય છે, દરેક ગામો-શહેર કોરોનાની ઝપેટમાં છે,

મારુ ગામ કોરોના મુક્ત: Tapi જિલ્લાનું એક એવું ગામ કે જે બન્યું 100 ટકા કોરોના મુક્ત, કોરોનાને હરાવવાની દૃઢ સંકલ્પ શક્તિ રંગ લાવી
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Maru Gaam Corona Mukt: દેશ દુનિયાને હચમચાવનાર કોરોનએ શહેરો બાદ ગ્રામ્ય વિસ્તારોને પણ ઝપેટમાં લઈ હાહાકાર મચાવ્યો છે, આ કપરા સમયે ચારે દિશાઓમાંથી દરરોજ કોઈને કોઈ માઠા સમાચાર સાંભળવા જોવા મળતા હોય છે, દરેક ગામો-શહેર કોરોનાની ઝપેટમાં છે, ત્યારે આ વચ્ચે બહુલ આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લામાંથી સારા સમાચાર પ્રાપ્ત થયા છે, જિલ્લાનું એક ગામ છેલ્લા થોડા દિવસોથી સંપૂર્ણ કોરોના મુક્ત થયું છે.

 

તાપી જિલ્લાના વ્યારા તાલુકાનું ચીખલવાવ ગામ 100 ટકા કોરોના મુક્ત ગામ બન્યું છે, આશરે 1700ની વસ્તી વાળા આ ગામના લોકોની જાગૃતતા અને કોરોનાને હરાવવાની દૃઢ સંકલ્પ શક્તિને લઈને આજે ચિખલવાવ ગામ સંપૂર્ણ કોરોનમુક્ત થયું છે. તરૂણ પટેલ ગામના એક યુવાન વાત કરતાં કહે છે કે, “અમારું ગામ સો ટકા કોરોના મુક્ત થઈ ગયું છે, એનું મુખ્ય કારણએ છે સરકારની ગાઈડલાઈનનું પાલન કર્યું છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

અમે ગામમાં દૂધ ભરવા, ખેતી માટે જતા હોયે તો પણ અમે માસ્ક પહેરી સરકારી ગાઈડલાઈનનું પાલન કરીએ છીએ, અમારા ગામમાં 50 ટકા વેક્સિનેશનનું કામ પૂર્ણ થયું છે અને આગામી દિવસોમાં પણ અહીંના લોકોને જાગૃત કરતા રહીશું. તેમજ ગણેશ ગામીત નામના એક ગ્રામ જાણ જણાવે છે કે, ‘મારું ગામ સો ટકા કોરોના મુક્ત થઈ ગયું છે, અત્યારે વેક્સિનની કામગીરી ગામમાં 50 ટકા થઈ ગઈ છે, ગામના યુવાનો છે તેમને વેક્સિનેશન માટે પ્રોત્સાહિત કરીએ છીએ, ગામમાં કામાર્થે જઈએ છીએ, ત્યારે માસ્ક અને સૅનેટાઈઝરનું ચુસ્ત પાલન કરીએ છીએ’

 

 

મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા ચિખલવાવ ગામના 50 ટકાથી વધુ ગ્રામજનોએ કોરોના પ્રતિરોધક રસી મુકાવી દીધી છે, સાથે નિયમિત આયુર્વેદિક ઉકાળા અને સરકારી ગાઈડલાઈનનું ચોક્કસ પણે પાલન કરીને આજે જિલ્લાનું આ ગામ કોરોના મુક્ત ગામ બન્યું છે.

 

 

ડો.સેજલ (મેડિકલ ઓફિસર) Tv9 સાથે વાત કરતાં જણાવે છે કે, અત્યારે મારા કાર્યક્ષેત્રમાં આવેલ ચિખલવાવ ગામમાં કોઈ કોરોનાનો એક્ટિવ કેસ નથી, આ મહામારી દરમ્યાન ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી સાથે ગામમાં સારી એવી માત્રામાં રસીકરણ થયેલું છે, જેમાં ફસ્ટ ડોઝ 50 ટકા કરતા વધારે થઈ ચુકેલો છે, ગામના સરપંચ અને આગેવાનોનો સારો સપોર્ટ મળ્યો છે, ગામની જાગૃતિને લીધે આ ગામ સંપૂર્ણ કોરોના મુક્ત થયું છે.

 

 

ચિખલવાવ ગામના સરપંચ હસમુખ ગામીત જણાવે છે કે, “અમારું ગામ 5 દિવસથી કોરોના મુક્ત ગામ જાહેર થયું છે, ગામમાં 45થી 60 વર્ષના 50 ટકાથી વધારે વેક્સિન લીધી છે, ગામના કમિટી મેમ્બરે વેક્સિન લીધું છે, બીજાએ પણ વેક્સિન લીધી, એના લીધે અમારું ગામ કોરોના મુક્ત થયેલ છે, હાલ ગામમાં એક કમિટી બનાવી છે, જે ગામમાં દેખરેખ રાખે છે.

 

 

કમિટીમાં દરેક ફળિયાના એક એક મેમ્બર લીધા છે અને ફળિયામાં કોઈ બીમાર વ્યક્તિ હોય તે અમારા સુધી વાત પહોંચાડે છે, બાદ વ્યક્તિને આરોગ્યની સારવાર પુરી પાડવામાં આવે છે, તેમજ ગામની અંદર ઉકાળા પીવે છે, અને સરકારની ગાઈડલાઈન મુજબ ગામવાસીઓ કામગીરી કરે છે, જેને લઈને આજે અમારું ગામ કોરોના મુક્ત ગામ બન્યું છે.

 

રાજ્ય સરકાર દ્વારા પહેલી મેથી શરૂ કરાયેલ મારુ ગામ કોરોના મુક્ત (Maru Gaam Corona Mukt) ગામને ખરા અર્થમાં તાપી જિલ્લાના ચિખલવાવ ગામના જાગૃત સરપંચ, ગામના લોકો અને આરોગ્ય વિભાગના અથાગ પ્રયત્નોએ સાર્થક કરી બતાવ્યું છે. ત્યારે આ ગામની કોરોના મુક્ત ગાથા દરેક ઘર, ફળિયા, ગામ, શહેરો અપનાવે તો કોરોનાને હરાવવામાં ચોક્કસ સફળતા મળે તેમ છે.

 

Next Article