Rain News : રાજ્યમાં ભારે વરસાદના પગલે મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. મળતી માહિતી અનુસાર કડાણા ડેમમાં 95 % પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. ડેમમાંથી રુલ લેવલ મેન્ટેન કરવા માટે સતત પાણી છોડવામાં આવ્યુ છે. હાલમાં કડાણા ડેમની જળ સપાટી 415 ફૂટ પોંહચી છે. કડાણા ડેમમાંથી 3 લાખ 75 હજાર ક્યુસેક પાણી મહીનદી માં છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમમાં 3 લાખ 66 હજાર ક્યુસેક પાણી આવક થઈ રહી છે.
આ પણ વાંચો : Rain Breaking : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર, 204 તાલુકામાં વરસ્યો વરસાદ
ભારે વરસાદના પગેલ અને કડાણા ડેમમાથી પાણીની આવકના પગલે મહીસાગર જિલ્લાના 106 ગામોને અલર્ટ કરાયા છે.નદી પ્રભાવીત થતાં રાબડીયા ગામના લોકોને તંત્ર દ્વારા સ્થળાંતર કરાવામાં આવ્યું છે. વહીવટી તંત્ર અને પોલીસ પ્રસાશન ખડે પગે છે. હજુ પણ સતત પડી રહેલા વરસાદને લઈ જન જીવન અસ્તવ્યસ્થ થયુ છે. અન્ય જિલ્લાના કેટલાક ગામોને પણ સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર જવા માટે તંત્રએ અપીલ કરી છે.
તો સરદાર સરોવર નર્મદા ડેમ સર્વોચ્ચ સપાટીએથી છલકાયો છે. છેલ્લા 24 કલાકથી નર્મદા ડેમ ઓવરફ્લો થઇ રહ્યો છે. તો તાપીના ઉકાઇ ડેમનું જળસ્તર 104.73 મીટરે પહોંચ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતીવાડા ડેમ 95.93 ટકા ભરાયો છે. તો મુક્તેશ્વર ડેમ 52.51 અને સીપુ ડેમ 28.55 ટકા ભરાયો છે. સીપુ ડેમમાં 191 ક્યુસેક પાણીની આવક થઈ છે. દાંતીવાડા ડેમમાં 602.60 ફૂટની સપાટી થઈ છે. મુક્તેશ્વર ડેમની જળ સપાટી 649.80 છે. તો પાણીની આવક 356 ક્યુસેક છે.