ગુજરાતના મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે ગાર્ડન પેલેસ હોટલ ખાતે 45 લોકોએ ધર્મ પરિવર્તન કરતા મહીસાગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં હડકંપ મચવા પામ્યો છે. ત્યારે મહીસાગર, ખેડા, પંચમહાલ જિલ્લા ના 45 જેટલાં લોકોએ બાલાસિનોર સ્થિત હોટલ ગાર્ડન પેલેસ ખાતે હિન્દુ ધર્મ માંથી ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી જેમા બાલાસિનોર નગરમાં આવેલ ગાર્ડન પેલેસ હોટલ ખાતે પોરબંદર થી આવેલ બૌદ્ધ ધર્મના ધર્મ ગુરુ ની ઉપસ્થિતિમાં બાલાસિનોર સહિત ગ્રામ્ય વિસ્તારના કુલ 45 લોકોએ ધર્મપરિવર્તન કર્યું હતું. જો કે આ અંગે કલેકટરે સમગ્ર ઘટનાના તપાસના આદેશ પણ આપ્યા છે.
બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલા ગાર્ડન પેલેસમાં બોદ્ધધર્મના ધર્મગુરુની હાજરીમાં બાલાસિનોર નગરના રોહિતવાસના 7 ઈસમો સહિત મહીસાગર જિલ્લા સાથે ખેડા અને પંચમહાલ જિલ્લાના 45 લોકોએ હિન્દૂ ધર્મમાંથી બૌદ્ધધર્મમાં પરિવર્તન કરી લીધું હતું સમગ્ર બાબતે ફોટા અને વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સમગ્ર ઘટના સામે આવતા બાલાસિનોર નગર સહિત મહીસાગર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે જયારે ધર્મ પરિવર્તન કરવાનો મુખ્ય હેતુ હિન્દુ ધર્મમાં સમાનતા ન હોવાના કારણે 45 જેટલાં લોકોએ ધર્મ પરીવર્તન કર્યું છે.
આ બાબતે સમગ્ર લોકોએ ધર્મપરિવર્તન કરતા પહેલા જિલ્લા કલેકટરને લેખિત માં અરજી કરી જાણ કરેલ છે પરંતુ જિલ્લા કલેકટર પાસે થી કોઈ પ્રતિઉત્તર ન મળતાં 45 જેટલાં લોકોએ બંધારણની કલમ- ક હેઠળ જો 30 દીવસ પછી જો વહીવટી તંત્ર પાસે થી કોઈ ઉત્તર ન મળે તો ધર્મ પરીવર્તન કરી શકે છે તે માટે મહીસાગર જીલ્લા સહીત આજુબાજુ ના જિલ્લાના કુલ 45 જેટલા લોકોએ સામૂહિક દીક્ષા ગ્રહણ કરી બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો છે..
બૌધ્ધ ધર્મમાં સર્વ ધર્મ સમભાવ માનવ માત્ર એક હોવાનાં કારણે તેઓ એ હિન્દુ ધર્મ છોડી બૌધ્ધ ધર્મ અપનાવ્યો છે એક બાજુ કમલેશ માયાવંશી જણાવી રહ્યા છે કે હિન્દુ ધર્મમાં ન્યાય ન મળતા અને એક સમાન હક ન મળવાના કારણે બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો તેમજ હિન્દુ ધર્મમાં જાતિવાદ રહેલો છે મૂછો રાખવાનો અધિકાર નથી, વરઘોડો કાઢવાનો અધિકાર નથી જો ચાર વર્ષનું બાળક જો માટલા ને અડી જાય અને તેને મારી નાખવામાં આવે તો હિન્દુ ધર્મમા રહીને શું કામ જેનાં કારણે અમે હિન્દુ ધર્મ છોડી બૌધ્ધ ધર્મ અપનાવ્યો છે.
(With Input, Bhupendrasinh Solanki, Mahisagar)