Kheda: સાવ સામાન્ય પરિવારમાંથી આવતા MLA બન્યા પ્રધાન, અર્જુનસિંહ ચૌહાણની માતાએ લાગણી કરી વ્યક્ત
સામાન્ય પરિવારથી આવત નેતા અર્જુનસિંહ ચૌહાણનો નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ તેમને ગ્રામ્ય વિકાસ અને ગૃહ નિર્માણની જવાબદારી સોંપવામાં આવી છે.
GANDHINAGAR :આજે 16 સપ્ટેમ્બરે રાજ્યના નવા પ્રધાનમંડળના 14 પ્રધાનોએ શપથ લીધા. રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રધાનમંડળના શપથગ્રહણમાં 10 કેબીનેટ પ્રધાન અને 5 રાજ્યકક્ષા અને 9 સ્વતંત્ર હવાલાના પ્રધાનોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા.
આ નવા પ્રધાનમંડળમાં એક નામ છે અર્જુનસિંહ ચૌહાણ. ખેડાના મહેમદાવાદ બેઠકના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે મંત્રી પદના શપથ લીધા. નવા મંત્રીમંડળની રચના થઇ છે ત્યારે સાવ સામાન્ય પરિવારમાંથી આવતા આ ધારાસભ્યનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેને લઈને તેમના વિસ્તાર અને પરિવારમાં આનંદની લાગણી છે. આવામાં ટીવી9ની ટીમ પ્રધાન અર્જુનસિંહના ઘરે પહોંચી. તેમની માતા સાથે વાત કરી. અર્જુનસિંહના માતાએ પોતાના દિકરાના કામેની પાર્ટીએ કદર કરી હોવાની લાગણી વ્યક્ત કરી છે.
તમને જણાવી દઈએ કે સામાન્ય પરિવારથી આવતા આ નેતાને ગ્રામ્ય વિકાસ અને ગૃહ નિર્માણની જવાબદારી સોંપવામાં આવી છે. તેમના વિસ્તારમાં પણ તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: પતરાવાળા કાચા મકાનમાં રહેતા ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા બન્યા મંત્રી, જુઓ તેમના નિવાસસ્થાનનો વિડીયો