સામી દિવાળીએ ભાડાની રામાયણથી, ટેક્સટાઇલ માર્કેટોની અનેક દુકાનોને લાગ્યા ખંભાતી તાળા

|

Sep 30, 2020 | 3:18 PM

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં હવે દુકાનોના ભાડાની ભાંજગડના કારણે વેપારીઓની મુશ્કેલી ખૂબ વધી છે. આ પહેલા લોકડાઉનમાં બંધ રહેલી દુકાનોનું ભાડું વસુલવાની વાતથી વેપારીવર્ગમાં આક્રોશ હતો અને અનલોક પછી પણ ભાડાની રામાયણ વેપારીઓને સતાવી રહી છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 11-05-2024 પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો […]

સામી દિવાળીએ ભાડાની રામાયણથી, ટેક્સટાઇલ માર્કેટોની અનેક દુકાનોને લાગ્યા ખંભાતી તાળા

Follow us on

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં હવે દુકાનોના ભાડાની ભાંજગડના કારણે વેપારીઓની મુશ્કેલી ખૂબ વધી છે. આ પહેલા લોકડાઉનમાં બંધ રહેલી દુકાનોનું ભાડું વસુલવાની વાતથી વેપારીવર્ગમાં આક્રોશ હતો અને અનલોક પછી પણ ભાડાની રામાયણ વેપારીઓને સતાવી રહી છે.

 

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

લોકડાઉન અને કોરોનાના કારણે તેમને જે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તેનું વર્ણન તેઓ કરી શકતા નથી. વેપાર કરવા માટે માલિકીની દુકાન પોષાય એમ ન હોવાથી તેમણે ભાડેથી દુકાન રાખી હતી, પણ કોરોના બાદ સ્થિતિ બદતર બની છે, લોકડાઉનના 68 દિવસોમાં દુકાનો બંધ રહી તેનું ભાડું તેમની પાસે માંગવામાં તો આવ્યું છે, જે વિવાદનો માંડ અંત આવ્યો ત્યાં અનલોકમાં હજી વેપાર ધંધાના કોઈ ઠેકાણા નથી ત્યાં દુકાનોનું ભાડું નહિ ભરે તો દુકાન ખાલી કરવાની નોટિસો મળી ગઈ.

જોકે કેટલાક વેપારી નસીબદાર હતા કે તેમનું ભાડું ઓછું પણ કરી દેવાયુ જેનાથી તેમનો ધંધો ચાલી રહ્યો છે, પણ દરેકના ભોગે આ વાત નથી આવી. કેટલાક દુકાનમાલિકો કોઈપણ રીતે ભાડું ઓછું કરવા તૈયાર નથી જેના પરિણામે આજે માર્કેટની હાલત એવી છે કે 4000 કરતા પણ વધુ દુકાનો ખાલી પડી છે..મોટાભાગની માર્કેટમાં દર ચાર દુકાનો છોડીને બે દુકાનો પર તાળા લાગ્યા છે.

સુરતમાં 170 ટેક્સટાઇલ માર્કેટની 65 હજાર દુકાનો પૈકી 50 ટકા દુકાનો ભાડાથી ચાલે છે..પણ ભલે અનલોક પછી વેપાર ધંધા ખુલ્યા હોય વેપારીઓની સમસ્યા ઓછી નથી થઈ. સામી દિવાળીએ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં બિઝનેસ જરાય નથી અને તેવામાં દુકાનોમાં ભાડાની આ રામાયણ વેપારીઓ માટે કમરતોડ સાબિત થઈ રહી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article