lockdown : ગુજરાતના અનેક નાના ગામડાઓ અને શહેરોમાં સ્વૈચ્છિક લૉકડાઉનનો નિર્ણય

|

Apr 16, 2021 | 7:59 PM

lockdown : કોરોનાના કેરને પગલે ગામડાઓ ભયભીત થઈને હવે લૉકડાઉન તરફ વળ્યા છે. દરરોજ એક બાદ એક ગામડા લૉકડાઉન જાહેર કરી રહ્યા છે. આજે પણ કેટલાક ગામોએ લૉકડાઉન જાહેર કર્યું છે.

lockdown : કોરોનાના કેરને પગલે ગામડાઓ ભયભીત થઈને હવે લૉકડાઉન તરફ વળ્યા છે. દરરોજ એક બાદ એક ગામડા લૉકડાઉન જાહેર કરી રહ્યા છે. આજે પણ કેટલાક ગામોએ લૉકડાઉન જાહેર કર્યું છે. જેમાં આણંદના મોટાભાગના ગામોમાં સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરાયું છે. ધર્મજ અને ડભાણ ગામમાં સ્વયંભૂ બંધ છે. નવસારીના ગંગપુર ગામે લૉકડાઉન લગાવી દેવાયું છે. જ્યારે બોટાદ જિલ્લાના ઢસા ગામમાં પણ સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યું છે. ગીરસોમનાથનું કોડીનાર ત્રણ દિવસ સુધી સ્વંયભૂ બંધ છે. જ્યારે સુરેન્દ્રનગરના લખતર શહેરમાં આજથી 27 એપ્રિલ સુધી બપોર બાદ સંપૂર્ણ લૉકડાઉન રહેશે. રાજકોટના માખાવડ ગામે પણ સ્વૈચ્છિક લૉકડાઉન લગાવી દેવાયું છે.

 

નાના શહેરો અને ગામડાઓમાં સ્વૈચ્છિક લૉકડાઉનથી કોરોનાની ચેઈન તોડવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે. સુરતના ઓલપાડ, સાયણ અને દેલાડ પંથકમાં લૉકડાઉન જાહેર કરાયું છે. જ્યારે સુરત ચેમ્બર ઓફ કોમર્સે પણ વિકેન્ડ લૉકડાઉન જાહેર કર્યું છે. જામનગરમાં કોરોનાના કેસ વધતા વેપારી સંગઠનોએ સ્વૈચ્છિક વિકેન્ડ લૉકડાઉનનો નિર્ણય લીધો છે. આતરફ નવસારીની વિવિધ સોસાયટીમાં અને જિલ્લાના 10થી વધુ ગામોમાં સ્વૈચ્છિક બંધનું એલાન કરાયું છે. રાજકોટના જેતપુર માર્કેટયાર્ડના વેપારી એસોસિએશને પણ લૉકડાઉનનો નિર્ણય લીધો છે. ભચાઉ શહેરમાં 3 દિવસ સ્વૈચ્છિક લૉકડાઉન લગાવી દેવાયું છે. જ્યારે દાંતાનું APMC બજાર બે દિવસ માટે બંધ રહેવાનું છે.

Next Video