Ahmedabad : આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહે રાણીપમાં કર્યુ શ્રમદાન, CM ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયામાં કર્યુ શ્રમદાન, જુઓ Video

દેશભરમાં સ્વચ્છતા પખવાડિયા નિમીત્તે આજે સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવશે. આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહ સહિતના નેતાઓ શ્રમદાન કરશે. અમિત શાહ આજે સવારે રાણીપ AMTS બસ સ્ટેશન પર શ્રમદાન આપશે. તો ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ પણ આજે અમદાવાદમાં શ્રમદાન આપશે.

Ahmedabad : આજે  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહે રાણીપમાં કર્યુ શ્રમદાન, CM ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયામાં કર્યુ શ્રમદાન, જુઓ Video
Swachchhata Pakhavadiya
| Edited By: | Updated on: Oct 01, 2023 | 2:19 PM

Ahmedabad : દેશભરમાં સ્વચ્છતા પખવાડિયા નિમીત્તે આજે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા દિવસની ઉજવવામાં આવશે. આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહ સહિતના નેતાઓ શ્રમદાન કરશે. અમિત શાહ આજે સવારે રાણીપ AMTS બસ સ્ટેશન પર શ્રમદાન કરશે. તો ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ, મનસુખ માંડવિયા પણ આજે અમદાવાદમાં શ્રમદાન આપશે.

આ પણ વાંચો :Ahmedabad: અમિત શાહે 1,651 કરોડના વિકાસકામોનું કર્યુ લોકાર્પણ, ચાર તળાવો, પિંક ટોયલેટ, લલિતા ગોવિંદ ઉદ્યાનને મુકાયા ખુલ્લા

દેશભરમાં આજે નેતાઓ અલગ અલગ જગ્યા પર સ્વચ્છતાનો કાર્યક્રમ ઉજવવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અપીલ અનુસાર આજે બધા જ નેતાઓ સવારે 10 થી 11  એટલે કે 1 કલાકનું શ્રમદાન આપશે. જેમાં તેઓ પોતાના વોર્ડમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાશે. જેમાં નેતાઓ ધાર્મિક સ્થળો, પ્રવાસ સ્થળો, રેલવે સ્ટેશન સહિત અનેક જાહેર જગ્યાઓ પર શ્રમદાન આપશે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં સ્વચ્છતા અભિયાનમાં જોડાશે.

 

ગાંધી જ્યંતીના આગળના દિવસથી એટલે કે 1 ઓક્ટોમ્બરથી સ્વચ્છતા પખવાડિયાની શરુઆત કરવામાં આવી છે. તો  સ્વચ્છતા અભિયાનમાં મોરારી બાપુ પણ જોડાયા હતા. મોરબીના કબીરધામના પ્રાંગણમાં સ્વચ્છતા માટે બાપુએ શ્રમદાન કર્યુ હતુ. તો સાંસદ મોહન કુંડારિયાએ પણ સફાઈ કરતા જોવા મળ્યા હતા. તો રામકથા દરમિયાન સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. મોરારી બાપુએ પોતે હાથમાં સાવરણા લઇને સફાઇ કરીને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 9:19 am, Sun, 1 October 23