Kutch: લખપતના સાયણ ગામથી લક્ષ્યપથ પ્રોજેક્ટનો પ્રારંભ, 28 આરોગ્યમિત્રને તાલીમ અપાઇ

|

Feb 19, 2022 | 1:06 PM

કોરાના મહામારીમા પણ આયુર્વેદ ચિકીત્સા ઉપયોગી સાબિત થઇ છે. ઘરેલુ પ્રાથમીક ઉપચારમાં તેના ઉપયોગથી ધણી બીમારીઓથી આપણે બચી શકીએ છીએ ત્યારે હવે લખપતમાં ગામમાં જ યુવાનોને આવી પ્રાથમિક તાલીમ દ્વારા સજ્જ કરવાના કાર્યનો પ્રારંભ થયો છે.

Kutch: લખપતના સાયણ ગામથી લક્ષ્યપથ પ્રોજેક્ટનો પ્રારંભ, 28 આરોગ્યમિત્રને તાલીમ અપાઇ
Launch of Lakshyapath project from Sayan village of Lakhpat, Kutch

Follow us on

આયુર્વેદમાં ઘણી શક્તિઓ રહેલી છે, આયુર્વેદથી ઘણી બીમારીઓનો ઉપચાર શક્ય છે. આજે આપણે સામાન્ય બિમારીમાં પણ એલોપેથી દવાનો ઉપયોગ કરીએ છીએ, જે શરીર માટે નુકસાનકારક છે. ત્યારે કચ્છ (Kutch)ના છેવાડાના સાયણથી આસપાસની પ્રકૃતિ અને આયુર્વેદ (Ayurveda)ની સમજ દ્વારા ઉપચાર થાય તે માટે લક્ષ્યપથ પ્રોજેકટ  (Lakshyapath project) નો પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં 20 દિકરી અને 8 દિકરાઓને ઔષધિના જ્ઞાન અંગે આરોગ્યમિત્રની તાલીમ (Training) આપવામાં આવી. જેમાં રાજય પ્રધાન કિર્તીસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.

કહેવાય છે કે માણસનું યોગ્ય ઘડતર તેના આહાર- વિહાર, પ્રાણવાયુ અને જીવન પધ્ધતિથી થાય છે. ગુણવત્તાસભર પોષણયુકત આહાર, પાણી અને વનસ્પતિથી જીવન ઉત્તમ બનાવી શકાય છે. તેમાં પણ સ્વાસ્થ્ય જાળવવા માટે આયુર્વેદ પધ્ધતિ ઉત્તમ છે, પ્રદૂષણ, પાણી અને વારંવાર બદલાતા વાતાવરણના પગલે સર્જાતા રોગોને દુર કરવા પ્રકૃતિનો ઉપયોગ સારો માનવામાં આવે છે. આપણે ઉપચારની પ્રાચિન પધ્ધતીને ભુલી રહ્યા છીએ.

ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રકલ્પ આરોગ્ય ભારતી અને સીમાજન કલ્યાણ સમિતિના સંયુકત આયોજનથી આરોગ્યમિત્ર હેઠળ સાયણ ગામે 14 થી 18 ફેબ્રુઆરી 2022 સુધી આરોગ્યમિત્રની લક્ષ્યપથ પ્રોજેકટ હેઠળ દીકરા-દીકરીઓને તાલીમ અપાયા બાદ તેમને દિક્ષા અપાઇ હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્ય પ્રધાને જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધા નિર્દેશન હેઠળ ચાલતાં આ પ્રકલ્પને દર્દીનો ઉપચાર ડોક્ટરની દવાથી નહીં પણ દર્દીનો ઉપચાર પ્રકૃતિ પાસેથી થાય તે ઉદ્દેશ સાથે  અપાયેલી આ તાલીમ ગ્રામજનો માટે બહુ ઉપયોગી બનશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગુજરાતનો ડાંગ જીલ્લો સંપુર્ણ પ્રાકૃતિક જાહેર કરાયો છે અને સરકાર તથા રાજ્યપાલ પણ પ્રાકૃતિક ખેતી તરફ ખેડુતો પાછા ફરે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે દુર્ગમ વિસ્તારમાં પ્રાથમીક પ્રાકૃતિક ચિકીત્સા અને સમજ મળે તે માટે આ પ્રોજેક્ટ શરુ કરાયો છે. આપણી આસપાસની પ્રકૃતિ તથા ઔષધીનો લાભ લઇ આપણે કઇ રીતે બિમારીઓથી બચી શકીએ તે અંગે ગામના જ કિશોરોને તાલીમ અપાઇ. જેમાં કચ્છના લખપતનો પ્રથમ સમાવેશ કરી 28 આરોગ્યમિત્રને આ અંગે તાલિમ અપાઇ હતી.

તાલીમમાં આપણી આસપાસ રોજબરોજની નાની મોટી બીમારીઓમાં ઉપયોગી વન્સ્પતિઓ અંગે જ્ઞાન સાથે પ્રાથમીક સારવાર માટેની સમજ અપાઇ હતી. આ કાર્યક્રમમાં રાજ્ય પ્રધાન કિર્તીસિંહ વાઘેલા, કચ્છ યુનિવર્સિટીના કુલપતી જયરાજસિંહ જાડેજા,નારાયણ સરોવરના ગાદીપતી સોનલ લાલજી મહારાજ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી, જામનગરના ડો.હિતેશભાઇ જાનીએ જણાવ્યુ હતુ કે આરોગ્ય મિત્ર દ્વારા ગામમાં જ ગામના ડોક્ટર અને ઔષધીય જાણકારીથી ઘર આંગણે જ થતી વનસ્પતિ રોગનું નિદાન શક્ય બનશે.

કોરાના મહામારીમા પણ આયુર્વેદ ચિકીત્સા ઉપયોગી સાબિત થઇ છે. ઘરેલુ પ્રાથમીક ઉપચારમાં તેના ઉપયોગથી ધણી બીમારીઓથી આપણે બચી શકીએ છીએ ત્યારે હવે ગામમાં જ યુવાનોને આવી પ્રાથમિક તાલીમ દ્વારા સજ્જ કરવાના કાર્યનો પ્રારંભ થયો છે. તેનાથી ચોક્કસ દુર્ગમ વિસ્તારને ફાયદો થશે.

આ પણ વા્ંચો-

Gandhinagar : ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવા સરકારનો મોટો નિર્ણય, સરકારી સુચના-માહિતી કે નામ નિર્દેશ વાળા બોર્ડ ગુજરાતી ભાષામાં પણ રાખવા પડશે

આ પણ વાંચો-

2 માર્ચથી યોજાનારા બજેટ સત્રમાં મેડિકલ ટુરિઝમ બીલ રજૂ થશે, નવી મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના અંગે કરાશે જાહેરાત

Next Article