VIDEO: નકલી PUC કૌભાંડનો પોલીસે કર્યો પર્દાફાશ, પોલીસે 4700થી વધુ કોરા નકલી PUC કર્યા કબ્જે

|

Sep 23, 2019 | 1:10 PM

સરકારે વાહનચાલકો માટે PUC ફરજિયાત કર્યું છે. જેને લઈ PUC સેન્ટરો પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. એવામાં વાહનચાલકોની મજબુરીનો ફાયદો ઉઠાવી ભુજમાં નકલી PUC સર્ટીફીકેટ વેચતા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ભુજમાં શ્રીજી ઓટો એડવાઇઝરી નામની દુકાનમાં પોલીસે દરોડા પાડ્યા હતા. તપાસ કરતાં દુકાનમાં નકલી PUC સર્ટીફીકેટ વેચાતા હોવાનું સામે આવ્યું હતું. […]

VIDEO: નકલી PUC કૌભાંડનો પોલીસે કર્યો પર્દાફાશ, પોલીસે 4700થી વધુ કોરા નકલી PUC કર્યા કબ્જે

Follow us on

સરકારે વાહનચાલકો માટે PUC ફરજિયાત કર્યું છે. જેને લઈ PUC સેન્ટરો પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. એવામાં વાહનચાલકોની મજબુરીનો ફાયદો ઉઠાવી ભુજમાં નકલી PUC સર્ટીફીકેટ વેચતા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ભુજમાં શ્રીજી ઓટો એડવાઇઝરી નામની દુકાનમાં પોલીસે દરોડા પાડ્યા હતા. તપાસ કરતાં દુકાનમાં નકલી PUC સર્ટીફીકેટ વેચાતા હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: સુરતઃ સિવિલ હોસ્પિટલમાંથી આરોપીએ પોલીસને ચકમો આપી કર્યો ભાગવાનો પ્રયાસ, જુઓ VIDEO

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

જેને લઈ પોલીસે 2 શખ્સોને બનાવટી દસ્તાવેજ અને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં. આરોપીઓ મુન્દ્રાની શક્તિ એન્ટરપ્રાઇઝના ખોટા રબર સ્ટેમ્પ બનાવી પી.યુ.સી સર્ટીફીકેટ વેચતા હતા. સાથે જ પોલીસે 4700થી વધુ કોરા ડુપ્લીકેટ PUC સર્ટીફીકેટ પણ કબ્જે કર્યા હતાં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નવા ટ્રાફીક નિયમ બાદ ગુજરાતમાંથી આવો પ્રથમ કિસ્સો ઝડપાયો છે. ત્યારે હાલ પોલીસે બન્ને શખ્સોના રિમાન્ડ મેળવી આ કૌભાડમાં કોણ કોણ સામેલ છે અને અન્ય ક્યા વિસ્તારોમાં આવું કૌભાંડ ચાલી રહ્યાં છે, તેમજ અત્યાર સુધીમાં આવા કેટલા સર્ટીફીકેટ વહેંચ્યા અંગે પોલીસ તપાસ હાથ ધરી છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 1:05 pm, Mon, 23 September 19

Next Article