કચ્છને (Kutch) પુરતુ પાણી નર્મદાનુ મળતુ હોવા છતાં યોગ્ય વિતરણ વ્યવસ્થા ન હોવાને કારણે પાણીની સમસ્યા (Water problem)અનેક વોર્ડમાં રહેતી હતી. તો વડી ભારાપર પાણી યોજના પુર્ણ રીતે સફળ ન થતા ભુજના (Bhuj) અનેક વોર્ડ કરોડોના ખર્ચ છતાં પાણી તરસ્યા રહેતા હતા. તેવામાં માં-અમૃતમ યોજના હેઠળ ભુજ પાલિકાએ આજે નવા પમ્પીંગ સ્ટેશન અને નવા 50 લાખ લીટર પાણી સંગ્રહ કરી શકતા ટાંકાનુ લોકાર્પણ કર્યુ છે. ભુજમાં 3 વોર્ડમાં આ કામ પુર્ણ થયે લાભ મળશે. હજુ ભુજ શહેરમાં પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે 20 કરોડની ગ્રાન્ટ ફાળવાય છે. જે તમામ યોજના પુર્ણ થતા ભુજમાં કાયમી પાણી સમસ્યાનો ઉકેલ આવશે. આજે વિધાનસભા અધ્યક્ષના હસ્તે બન્ને કામોનું લોકાર્પણ કરાયું હતું.
ટુંક સમયમાં 1.35 લાખ લીટર પાણી સંગ્રહ થશે
ભુજમાં હાલ જે યોજના છે. તેમાં પાણી સંગ્રહની યોગ્ય ક્ષમતા ન હોવાથી પાણી માટે ભુજમાં મુશ્કેલી સર્જાતી હતી. હાલ જે લોકાર્પણ કરાયું તે શીવકૃપા નગરના પાણીના ટાંકાની ક્ષમતા 12 લાખ લીટર હતી. જે પણ જર્જરીત બનતા માંડ 7 લાખ લીટર પાણી સંગ્રહ થતું હતું. તેવામાં વિવિધધ યોજના સાથે જોડાણ અને ભુજીયા ડુંગર પર 75 લાખના ખર્ચે પંપીંગ સ્ટેશનનું કામ કરી નવા ટાંકાની ક્ષમતા 50 લાખ લીટર કરી દેવાઇ છે. જેથી હવે ભુજના વોર્ડ નંબર-7,8,9ને આ પાણી સંગ્રહથી નિયમીત અને ફોર્સથી પાણી મળશે.
પાલિકાએ શહેરમાં 3 નવા ટાંકા બનાવવાનું આયોજન કર્યુ છે. જેનુ કામ મોટાભાગે પુર્ણ થયું છે. જે બની જતા ભુજની પાણી સંગ્રહ શક્તિ 1.35 લાખ લીટર વધી જશે. હાલ સુરલભીઠ્ઠ પાસે 30 લાખ લીટર, હિલગાર્ડન પાસે 20 લાખ લીટર ધોરાવા પાસે 20 લાખ લીટરની ક્ષમતાના ટાંકા તૈયાર છે. કુકમાંથી ભુજ નવી લાઇન પડ્યા બાદ તે શરૂ કરાશે. જેથી ભુજની પાણી સંગ્રહ શક્તિ વધી જશે
અટલ મિશન રેજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન-અમૃત યોજના અંતર્ગત ભુજમાં પાણી યોજના માટે રૂપીયા.20 કરોડના પાણી વિતરણના વિવિધ પ્રકલ્પો મંજુર થયા છે. જેનાથી ભુજમાં પાણી સમસ્યા દુર થશે આજે પાલિકાના ચુંટાયેલા સભ્યો સહિતના આગેવાનોની ઉપસ્થિતીમાં આ બે યોજના ખુલ્લી મુકાઇ હતી. જેનાથી ઉનાળામાં ભુજ શહેરમાં પાણીની મોટી રાહત થશે.
આ પણ વાંચો : અમદાવાદ પોલીસથી પ્રજા પરેશાન છેઃ જેસીપીના રિયાલીટી ચેકે પોલ ખોલી
Published On - 5:20 pm, Sat, 19 March 22