બીએસએફે કચ્છના લખપતમાં પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો છે. ઘૂસણખોર ભારતીય સરહદમાં 100 મીટર અંદર ઘૂસી આવ્યો હતો. પિલર નંબર 1139 પાસેથી પકડાયેલા ઘૂસણખોરની પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. વધુ તપાસ માટે તેને પોલીસને સોંપવામાં આવશે. આ ઘટનાથી સરહદ સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
કચ્છમાં લખપત સરહદ પાસેથી એક ઘુષણખોર ઝડપાઈ ચુક્યો છે. બીએસએફ પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાનીને ઝડપી લીધો છે. પિલર નંબર 1139 નજીકથી તેને પકડી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ નથી જણાઈ રહ્યું. વધુ તપાસ માટે પોલીસને તેને સુપરત કરાશે. ભારતીય સીમામાં 100 મીટર અંદર ઘુસી આવ્યો હતો આ પાકિસ્તાની ઘુષણખોર.
પ્રાથમિક તપાસમાં હાલતો કશું જ શંકાસ્પદ નથી લાગ્યું. પરંતુ તે અહીં કયા ઈરાદે આવ્યો હતો? શા માટે ઘુષણખોરી કરી રહ્યો હતો અને તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે? આ તમામ સવાલો એવા છે કે જેની તપાસ થવી જરૂરી છે. ઘણા લાંબા સમય બાદ સરહદ પરથી પાકિસ્તાની ઘુષણખોરો પકડાયો છે. સામાન્ય રીતે દરિયાઈ વિસ્તાર છે ત્યાં ઘુષણખોરો પકડાતા હોય છે. કેમ કે મોટાભાગના વિસ્તારોમાં ફેન્સીંગ છે તેનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
કેટલીક જગ્યાએ જે ફેન્સીંગનું કામ પૂર્ણ નથી થયું તે જગ્યાએથી આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગઈકાલે બીએસએફ ખાસ કરીને તેવા રણ અનુલક્ષીને વિવિધ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરી રહી હતી. ત્યારે પિલર નંબર 1139 પાસેથી એક પાકિસ્તાની શખ્સ છે. જે ભારતીય સીમાની અંદર 100 મીટર જેટલો અંદર ઘુસી આવ્યો હતો. તેને પકડી પાડ્યો હતો. ગઈકાલથી બીએસએફ દ્વારા તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
અત્યાર સુધી તેની પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ કે કોઈ માહિતી મળી આવી નથી. પરંતુ બીએસએફ હાલ તેની પૂછપરછ કરી રહી છે અને ત્યારબાદ વધુ તપાસ માટે પોલીસને સુપરત કરવામાં આવશે. આ બાદ જયેશ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો પૂછતાં જ બાદ શું ખુલાસો થાય છે તે જાણવું રસપ્રદ રહેશે.
Published On - 11:37 am, Mon, 13 January 25