ભુજ (Bhuj) શહેરના હીલગાર્ડન રોડ તથા અલગ-અલગ વિસ્તારોમાં પાછલા થોડા દિવસોમાં કારના કાચ (car glass) તોડી તેમાંથી બેગ ચોરી જવાના બનાવો પ્રકાશમાં આવ્યા બાદ સીસીટીવી સર્વેલન્સ સહિતની સુવિધાનો ઉપયોગ કરીને પોલીસ (Police) આ કારનામાને અંજામ આપનાર સુધી પહોચવા પ્રયત્નો કર્યા હતા જે દરમ્યાન ભુજ LCB એ આવી બે ઘટનાને અંજામ આપનાર બે શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
ચાલુ મહિનામાં જ ભુજના અલગ-અલગ વિસ્તારોમાં કારના કાચ તોડી તેમાંથી વસ્તુઓની ઉંઠાતરીની ફરીયાદો ઉઠી હતી દરમ્યાન LCB ને સચોટ બાતમી મળી હતી કે ભુજના વ્યાયામ શાળા ગ્રાઉન્ડમાં બે શંકાસ્પદ ઇસમો બાઇક સાથે બેઠા છે.
બાતમીના આધારે તપાસ માટે LCB ની ટીમ પહોચી હતી. અને તેની ઝડતી કરતા તેની પાસેથી લેપટોપ એક મોબાઇલ અને આધારકાર્ડ સંદર્ભી દસ્તાવેજો મળી આવ્યા હતા. જે થોડા દિવસ અગાઉ થયેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ હતો ઝડપાયેલ બન્ને શખ્સો મહેશ હીરજી ફફક તથા વિનોદ મગન એડીયા બન્ને રાવલવાડી ભુજમાં રહે છે.
બન્નેની ઉંડી પુછપરછ કરતા જણાવેલ કે તારીખ 20 ના ભુજ શરદબાગ પેલેસ ખાતે પડેલી એક કારમાં હથોડો મારી કાંચ તોડી મહેશ અને વિનોદે બેગની ઉંઠાતરી કરી હતી જ્યારે 16 જાન્યુઆરીના પણ ભુજના હીલગાર્ડન નજીક પડેલી કારના કાંચ તોડી બન્ને શખ્સોએ બેગની ચોરી કરી હતી જેમાં રોકડ રૂપીયા તથા વિવિધ બેંકના કાર્ડનો સમાવેશ થાય છે.
બન્ને ભુજ શહેર એ ડીવીઝન પોલિસ સ્ટેશનની હદ્દમાં ગુન્હાઓ બન્યા હોવાથી શંકાસ્પદ મુદ્દામાલ સાથે બન્ને શખ્સોને વધુ તપાસ માટે એ ડીવીઝન પોલિસ મથકે સોંપાયા છે. ચાલુ માસમાંજ આ રોડ પર ત્રણ આવા બનાવો પ્રકાશમા આવ્યા હતા. જેમાંથી બે ગુન્હાઓનો ભેદ LCB એ ઉકેલી નાંખ્યો છે. અને ઉંડાણ પુર્વકની તપાસ કરી અન્ય કોઇ ગુન્હામાં આરોપીઓની સંડોવણી છે. કે નહી તેની તપાસ પોલિસે કરશે આર્થીક જરૂરીયાત માટે આ ચોરીને અંજામ અપાયો હોવાનુ પ્રાથમીક તપાસમાં સપાટી પર આવ્યુ છે.
આ પણ વાંચોઃ ડિંગુચાના 4 લોકો કેનેડામાં ગુમ થવાની ઘટનાઃ 3 દેશની એજન્સીઓ તપાસ કરશે
આ પણ વાંચોઃ હાય રે દુનિયા !!! ભુજની અદાણી સંચાલિત હોસ્પિટલમાં બિમારીથી એક મહિલા મૃત્યુ પામી, પણ મૃતદેહ લેવા કોઇ આવતુ નથી
Published On - 7:03 pm, Mon, 24 January 22