Kutch: જખૌના દરિયા કિનારાથી ATSએ ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડયો, 9 પાકિસ્તાનીઓની ધરપકડ

|

Apr 25, 2022 | 12:55 PM

કચ્છમાંથી ફરી એકવાર ડ઼્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. જખૌના દરિયા કિનારાથી ગુજરાતની એન્ટી ટેરીરીસ્ટ સ્કોડે ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડયો છે. ડ્રગ્સ સાથે 9 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સનો હજુ વધુ મોટો જથ્થો પકડાય તેવી શકયતા ATSએ વ્યક્ત કરી છે.

Kutch: જખૌના દરિયા કિનારાથી ATSએ ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડયો, 9 પાકિસ્તાનીઓની ધરપકડ
Symbolic image

Follow us on

કચ્છમાંથી ફરી એકવાર ડ઼્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. જખૌના દરિયા કિનારાથી ગુજરાતની એન્ટી ટેરીરીસ્ટ સ્કોડે ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડયો છે. ડ્રગ્સ સાથે 9 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સનો હજુ વધુ મોટો જથ્થો પકડાય તેવી શકયતા ATSએ વ્યક્ત કરી છે. કચ્છના દરિયાકાંઠે પકડાયેલ હેરોઇનનો કેસમાં મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર, રાજસ્થાનની જેલમાંથી હેરોઇન હેરાફેરીનું આ ષડયંત્ર ચાલતું હતું. રાજસ્થાનના ગેંગસ્ટરો ડ્રગ્સ વેપાર ચલાવતા હોવાની માહિતી મળી રહી છે. આ મામલે એવી માહિતી મળી રહી છે કે, કરાચીથી મામુ નામના શખ્સે બોટમાં હેરોઇન લોડ કરાવ્યું હતુ. ત્યારબાદ ઇન્ટરનેશલ મેરિટાઇમ બાઉન્ટરી લાઇન પાસે અન્ય બોટમાં આ હેરોઇન ટ્રાન્સફર કરવાના હતા. જો કે ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી.

મહત્વનું છે કે, કચ્છમાં જખૌના દરિયાકાંઠેથી ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં ‘અલ હજ’ નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. આ બોટનું સર્ચ ઓપરેશન કરાતા તેમાંથી 385 કરોડ રૂપિયાનું 77 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. આ હેરોઇન સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. માહિતીના આધારે રાત્રે બે કલાકે કચ્છના જખૌ દરિયાકિનારે ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ ઝડપાયેલી પાકિસ્તાની શખ્સોની પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આ ડ્રગ્સ કોને મોકલ્યું હતું? અને રાજ્યમાં ક્યાં મોકલવાનું હતું? આ ડ્રગ્સકાંડના તાર કોના સાથે જોડાયેલા છે. તમામ પાસાઓને આવરી લઈને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં ખુલાસો થયો છે કે, આ પાકિસ્તાની બોટ હેરોઇન જથ્થો લઈ કરાંચીથી નીકળી હતી. ગુજરાતનો એક ડ્રગ્સ પેડલર આ હેરોઇનને રિસીવ કરવાનો હતો. ત્યારબાદ કરોડો રૂપિયાનું આ હેરોઇન પંજાબ મોકલવાનું હતું. હાલ ATSએ ડ્રગ્સ રિસીવરની અટકાયત પણ કરી લીધી છે.

ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024

મહત્વનું છે કે ગુજરાત પોલીસે દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં 141 NDPS કેસનો નોંધવામાં આવ્યા છે. જે અંતર્ગત 232 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં પોલીસે લગભગ 55,519 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપ્યું છે. જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત આશરે 1451 કરોડ રૂપિયા થાય છે.

 

રાજ્યમાં છેલ્લા 1 વર્ષમાં રૂ.30 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું

  1. 21 એપ્રિલ 2021 – અરબી સમુદ્રમાંમાંથી રૂ.150 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
  2. 17 જુલાઈ 2021 – પોરબંદર નજીક સમુદ્રમાંથી રૂ.3,500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
  3. 19 સપ્ટે. 2021 – મુંદ્રા પોર્ટ પરથી રૂ.21,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
  4. 21 સપ્ટે. 2021 – પોરબંદર નજીકથી રૂ.150 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
  5. 10 નવે. 2021 – સલાયામાંથી 315 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
  6. 15 નવે. 2021 – મોરબી નજીકથી 600 કરોડનું હેરોઈન ઝડપાયું
  7. 12 ડિસે. 2021 – 400 કરોડનું ડ્રગ્સ પકડાયું
  8. 30 ડિસે. 2021 – અમદાવાદથી રૂ.4 લાખનું ડ્રગ્સ ઝડપાયું
  9. 12 જાન્યુ. 2021 – અમદાવાદથી રૂ 3 લાખનું ડ્રગ્સ ઝડપાયું
  10. 1 ફેબ્રુ. 2022 – રૂ.19 લાખનું 192 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
  11. 12 ફેબ્રુ. 2022 – પોરબંદરથી રૂ.2000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
  12. 21 એપ્રિલ 2022 – ભચાઉના CSFમાંથી 1,250 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચોઃ Valsad: ઉમરગામના એક પરિવારે પોતાના દીકરાને મોત બાદ પણ જીવંત રાખ્યો, અંગ દાનથી 3 લોકોને જિંદગી આપી

આ પણ વાંચોઃ દૂધસાગર ડેરીના કાર્યક્રમમાં ઋષિકેશ પટેલે વિપુલ ચૌધરી પર પ્રહારો કરતાં કહ્યું કે જેના ઘર કાચના હોય તેણે સિમેન્ટના મકાન પર પથ્થર ન મારવા જોઈએ

Published On - 9:04 am, Mon, 25 April 22

Next Article