છોટાઉદેપુરનું નસવાડીનું કુંડા ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત, ગામ સુધી જવા માટે નથી કોઈ પાકો રસ્તો

|

Sep 28, 2021 | 3:13 PM

ગુજરાતના છેવાડા સુધી વિકાસ પહોચી ગયો હોવાના તંત્ર ભલે દાવા કરતુ હોય પરંતુ નેસવાડીના કેટલાક અંતરિયાળ વિસ્તાર આ દાવાને પોકળ સાબીત કરી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર અને જંગલ વિસ્તારના કુંડા, હરખોડ જેવા ગામમાં ચિત્ર કાંઈક અલગ જ જોવા મળે છે. આ વિસ્તારના લોકોએ આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાકો રસ્તો જોયો નથી. ગામના લોકોને બહાર જવા માટે ખીણની ઉપર પથરાળ કેડી વાળો અને નદીના પટમાંથી પસાર થતા માર્ગે જવુ પડે છે.

ગામ લોકોએ એક જીપની વ્યવસ્થા કરી છે જે ગામથી પાંચ કિમી દુર ઉભી રહે છે. ત્યાં સુધી ગ્રામવાસીઓએ ચાલીને જવુ પડે છે. એવામાં કોઈ સગર્ભા મહિલા કે બીમાર વ્યક્તિ હોય તો તેને પણ ચાલીને અથવા ખંભે ઉપાડીને અન્ય ગામ સુધી લઈ જવા પડે છે. આ વિસ્તારમાં આજદિન સુધી બસ કે 108ની ગાડી આવી નથી. આરોગ્ય વિભાગનો કોઈ પણ અધિકારી આ વિસ્તારમાં આવી શકે તેમ નથી. આ ગામમાં વેક્સિનેશનની કામગીરી પણ અધૂરી છે.

એવામાં ગુજરાતના છેવાડા સુધી વિકાસ પહોચી ગયો હોવાના તંત્ર ભલે દાવા કરતુ હોય પરંતુ નેસવાડીના કેટલાક અંતરિયાળ વિસ્તાર આ દાવાને પોકળ સાબીત કરી રહ્યા છે. 21 મી સદીમાં પણ અહીના ગામ લોકો 16મી સદીમાં જીવતા હોય તેવું લાગી રહ્યું છે. વર્ષોથી આ વિસ્તારના લોકો પાકા રસ્તાની અને કોતર પર કોજવે બનાવવાની માંગ કરી રહ્યા છે પરંતુ એસી ચેમ્બરમાં બેસેલા નેતા કે અધિકારીના કાન સુધી તેમની વાત આજ દિન સુધી પહોચી શકી નથી. ત્યારે આવનારા સમયમાં આ ગામના વારે કોઈ તંત્ર આવે છે કે કેમ તે જોવું રહ્યું.

Published On - 3:04 pm, Tue, 28 September 21

Next Video