Vadtal સ્વામિનારાયણ મંદિરમાં 1500 કિલો નારંગીનો અન્નકુટ ધરાવાયો

|

Feb 27, 2022 | 8:58 PM

વડતાલ મંદિરના કોઠારી ડો.સંત સ્વામીએ જણાવ્યું હતું કે આજે વિજયા એકાદશીના શુભદિને ઓસ્ટ્રેલિયા રહેતા અમદાવાદના હરિભક્ત યશભાઈ કુમુદભાઈ પટેલના યજમાનપદે દેવોને 1500 કિલો નારંગીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત દેવોને પણ નારંગીના વાઘા ધરાવવામાં આવ્યા હતા.

Vadtal સ્વામિનારાયણ મંદિરમાં 1500 કિલો નારંગીનો અન્નકુટ ધરાવાયો
Vadtal Swaminarayan Temple Orange Annakut

Follow us on

વડતાલ(Vadtal) સ્વામિનારાયણ મંદિર(Swaminarayan Temple)  ખાતે રવિવારે વિજયા એકાદશીના શુભદિને દેવોને 1500 કિલો નારંગીનો અન્નકુટ(Orange Annakut) તથા વાઘા ધરાવવામાં આવ્યો હતો. તેમજ રવિવારે રજાનો દિવસ હોય સવારથી સાંજ સુધી અવિરત ભક્તોની ભારે ભીડ દર્શનાર્થ ઉમટી પડી હતી. તેમજ ભક્તોએ પ્રથમ વખત નારંગીના અન્નકુટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ અંગે વડતાલ મંદિરના કોઠારી ડો.સંત સ્વામીએ જણાવ્યું હતું કે આજે વિજયા એકાદશીના શુભદિને ઓસ્ટ્રેલિયા રહેતા અમદાવાદના હરિભક્ત યશભાઈ કુમુદભાઈ પટેલના યજમાનપદે દેવોને 1500 કિલો નારંગીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત દેવોને પણ નારંગીના વાઘા ધરાવવામાં આવ્યા હતા. મંદિરના સહાયક કોઠારી શ્યામવલ્લભ સ્વામી આ ઉત્સવ માટેના પ્રેરક બન્યા હતા.

જામફળ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ગુરુવારે ખેડાના જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ધામમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ અને દેવોની પ્રસન્નાર્થે પ. પૂ. ધ. ધૂ. 1008 આચાર્ય રાકેશપ્રસાદ મહારાજની આજ્ઞાથી ,સેવાભાવી ભક્ત અમદાવાદ નિવાસી અને હાલ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી દ્વિતીબેન દીપેશભાઈ દેસાઈ તરફથી જામફળ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેનો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. વડતાલના મુખ્ય કોઠારી ડો.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીહરિને વડતાલ ખૂબ પ્રિય હતું. વડતાલમાં શ્રીહરિએ પોતાનું નિજ સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યું હતું. વિશ્વ વસતા પોતાના આશ્રિતો માટે આચાર સંહિતા સમાવ શિક્ષાપત્રી લખી છે. આચાર્યપદની સ્થાપના કરી છે.

વડતાલ સ્વામિનારાયણ મંદિર ઉત્સવોનું મંદિર

સામાન્ય રીતે કોઈ પણ મંદિરમા ભાવિક ભક્તો પ્રસાદ ચડાવતા હોય છે જેમાં બુંદી ગાંઠીયા. શ્રીફળ, લાડુ, શીરો, પેડા ધરાવવામાં આવતા હોય છે પણ ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સ્વામિનારાયણ મંદિરમા તો ઋતુ પ્રમાણે ફળનો પ્રસાદ ભાવિક ભક્તો દ્વારા ચડાવવામાં આવે છે છેલ્લા બે વર્ષની વાત કરવામાં આવે તો ગીર અને વલસાડની કેશર કેરીનો ઉત્સવ, નાસિકના બગીચાની કાળી અને લીલી દ્રાક્ષનો ઉત્સવ, ઉત્તર ગુજરાતની વરિયાળીનો ઉત્સવ. ચોમાસામાં જાંબુ ઉત્સવ ઉજવામાં આવ્યો હતો. ફળ ઉત્સવનું મહત્વ એ છે કે કોઈ પણ વ્યક્તિ તેને પ્રસાદ સ્વરૂપે આરોગે તો શરીરને કોઈ નુકશાન થતું નથી .

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચો : Vadodara : યુક્રેનમાં ફસાયેલા પાંચ વિદ્યાર્થીઓ હેમખેમ પરત પહોંચ્યા, સર્કિટ હાઉસ ખાતે વિદ્યાર્થીઓને સત્કારવામાં આવ્યા

આ પણ વાંચો : Bhavnagar: સાબરમતી-ભાવનગર બ્રોડગેજનું કામ પૂર્ણ થયું પણ ટ્રેનો ક્યારે શરૂ થશે? જાણો સાંસદ ભારતીબહેન શું કહે છે

Next Article