
માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ખેડા જિલ્લામાં આવેલા નડિયાદના કન્સ્ટ્રકશન અને રીપેરીંગના કામો માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. વર્ક ઓફ ન્યૂ ક્રોસ ડ્રેઇનેજ વર્ક, રીપેરિંગ ઓફ ક્રોસ ડ્રેઇનેજ , સ્ટ્રકચર એન્ડ બ્રિજ રિપેર વર્ક એન્ડ અધર મીસી. વર્ક ઓન વેરીએસ રોડ એન્ડ વ્હેન રીકવાયર્ડ ઓર ઓન ઇમરજન્સી તથા વાઇડનીંગ, સ્ટ્રેન્ધનીંગ એન્ડ રીસર્ફેસિંગ ઓફ વેરીએસ રોડ એઝ ઓન વ્હેન રીકવાયર્ડ ઓફ ઇન ઇમરજન્સી યોજના હેઠળ કામો માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. જેની રકમ રુ. 2414.04 લાખ તથા રુ. 4872.75 લાખ છે.
ગુજરાત રાજ્ય બાંધકામ ખાતાના યોગ્ય ક્લાસ અને યોગ્ય કેટેગરી ધરાવતા અધ્યતન નોંધણી ધરાવનારા માન્ય ઇજારદારો પાસેથી ઓનલાઇન ઇ ટેન્ડર મગાવવામાં આવ્યા છે. આ ટેન્ડર માટેની વિગતો વેબસાઇટ www.nprocure.com પર સબમીટ કરવાની રહેશે. ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 20 માર્ચ 2023 છે. તો પ્રિ બીડ મીટિંગની તારીખ 7 માર્ચ 2023 છે.
Published On - 10:09 am, Sun, 19 February 23