Tender Today : ચકલાસી નગર સેવા સદન દ્વારા CC રસ્તા, બ્લોક, કંપાઉન્ડ વોલ, સ્વીચ રુમ સહિતના કામ માટે ટેન્ડર જાહેર

ખેડા (Kheda) જિલ્લામાં આવેલા ચકલાસી નગર સેવા સદન દ્વારા CC રસ્તા, બ્લોક, કંપાઉન્ડ વોલ, સ્વીચરુમ સહિતના વિવિધ કામો માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. આ ટેન્ડર ડાઉનલોડ કરવાની તારીખ 13 એપ્રિલ 2023થી 28 એપ્રિલ 2023 સાંજે 6 કલાક સુધીની છે.

Tender Today : ચકલાસી નગર સેવા સદન દ્વારા CC રસ્તા, બ્લોક, કંપાઉન્ડ વોલ, સ્વીચ રુમ સહિતના કામ માટે ટેન્ડર જાહેર
| Edited By: | Updated on: Apr 13, 2023 | 12:47 PM

ખેડા જિલ્લામાં આવેલા ચકલાસી નગર સેવા સદન દ્વારા CC રસ્તા, બ્લોક, કંપાઉન્ડ વોલ, સ્વીચરુમ સહિતના વિવિધ કામો માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. 15 ટકા વિવેકાધીન ગ્રાન્ટ 2022-23 અંતર્ગત CC રસ્તા તથા બ્લોકના કામ માટે ટેન્ડર જાહેર થયુ છે. જેની અંદાજીત કિંમત 7,05,061 રુપિયા છે. તેના અર્નેસ્ટમની રકમ રુપિયા 7100 છે. તો ટેન્ડર ફી 900 રુપિયા છે.

આ પણ વાંચો-Gujarati Video : રાજકોટમાં દારૂબંધીના ધજાગરા ! ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણથી પોલીસની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલો

15 ટકા વિવેકાધીન ગ્રાન્ટ 2022-23 અંતર્ગત કંપાઉન્ડ વોલ તથા સ્વીચરુમના કામ માટે અંદાજીત 5,84,707 રુપિયાનું ટેન્ડર જાહેર કરાયુ છે. તેના અર્નેસ્ટમની રકમ રુપિયા 5800 છે. તો ટેન્ડર ફી 900 રુપિયા છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટની સાઇટ પર કમ્પાઉમ્ડ વોલ તથા સ્વીચરુમના કામની રકમ 80,77,858.31 રુપિયા છે. તેના અર્નેસ્ટમની રકમ રુપિયા 80800 છે. તો ટેન્ડર ફી 24000 રુપિયા છે.

અમૃત-2.0 SWAP-1 અંતર્ગત ગાર્ડન ડેવલપમેન્ટના કામ માટે 28,80,267.50 રુપિયાનું ટેન્ડર જાહેર કરાયુ છે.તેના અર્નેસ્ટમની રકમ રુપિયા 29000 છે. તો ટેન્ડર ફી 1770 રુપિયા છે. આ ટેન્ડર ડાઉનલોડ કરવાની તારીખ 13 એપ્રિલ 2023થી 28 એપ્રિલ 2023 સાંજે 6 કલાક સુધીની છે. આ ટેન્ડરને લગતી વિગતવાર માહિતી વેબસાઇટ https://www.nprocure.com ઉપરથી મેળવી શકાશે.