Kheda : વડતાલમાં આચાર્ય પદ પર રાકેશપ્રસાદ મહારાજનો 20માં વર્ષમાં પ્રવેશ, ભાવવંદના કાર્યક્રમ યોજાયો

|

Jan 31, 2022 | 6:08 PM

આચાર્ય રાકેશપ્રસાદ મહારાજએ ગાદી પર પદારૂઢ થયાનાં 19 વર્ષ દરમ્યાન તેમણે 768 પાર્ષદોને સંત દીક્ષા આપી છે.આચાર્ય મહારાજ ભાવવંદના કાર્યક્રમમાં શા.સ્વા.નીલકંઠચરણદાસજી સ્વામીએ સંપ્રદાયમાં આચાર્ય મહારાજશ્રીનો મહીમા વર્ણવ્યો હતો.

Kheda : વડતાલમાં આચાર્ય પદ પર રાકેશપ્રસાદ મહારાજનો 20માં વર્ષમાં પ્રવેશ, ભાવવંદના કાર્યક્રમ યોજાયો
Vadtal Rakesh Prasad Maharaj Bhavvand program was held

Follow us on

વડતાલ(Vadtal) લક્ષ્મીનારાયણ દેવની ગાદીનાં આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ(Rakeshprasad)આજે પોષ વદ –૧૪ તા.૩૧ જાન્યુઆરી 2022ના રોજ ગાદી પદારૂઢનાં 19 વર્ષ પૂર્ણ કરી 20 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યાં છે ત્યારે સહુ સંતવૃંદ અને સત્સંગ સમાજ દ્વારા ભાવવંદના (Bhavvandana) કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંપ્રદાયના સંતો–મહંતો સહીત અગ્રણીય હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં. આચાર્ય મહારાજએ ગાદી પર પદારૂઢ થયાનાં 19 વર્ષ દરમ્યાન તેમણે 768 પાર્ષદોને સંત દીક્ષા આપી છે.આચાર્ય મહારાજ ભાવવંદના કાર્યક્રમમાં શા.સ્વા.નીલકંઠચરણદાસજી સ્વામીએ સંપ્રદાયમાં આચાર્ય મહારાજશ્રીનો મહીમા વર્ણવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, આચાર્ય મહારાજશ્રી સંપ્રદાયનાં ગુરૂ સ્થાને છે. હરિ કહે છે ! આચાર્ય – ધર્મકુળને રાજી રાખશો તો અમે રાજી રહીશું કારણ કે, તે અમારા ઠેકાણે છે. ભગવાને તેઓને પોતાની ગાદી પર બેસાડ્યાં છે. તેઓને અમારી જેમ જ માનશો. અમે ધર્મકુળમાં છીએ, અરસ-પરસ છીએ. ભગવાન દ્વારા અનેક જીવનું કલ્યાણ કરવું છે આચાર્ય મહારાજ – સંત – સત્સંગી અને મૂર્તિઓમાં ભગવાનનો વાસ છે.

જેટલો વિશ્વાસ તેટલું ફળીભૂત થાય છે, વિશ્વાસ ન હોય તો કલ્યાણ થતું નથી, મહીમા ન હોય તો કલ્યાણ થતું નથી. શાસ્ત્રોનાં માધ્યમથી આચાર્ય ,તીર્થ અને સંતનો મહીમા જાણીયે છીએ. આચાર્ય રાકેશપ્રસાદ મહારાજને સત્સંગ મહાસભાએ વડતાલ મુકામે તા.૩૧/૧.૨૦૦૩નાં રોજ ગાદી પદારૂઢ કર્યા હતાં. ત્યારથી સત્સંગમાં નવું જોમ આવ્યું છે. ગાદી આરૂઢ થયા બાદ સત્સંગનો વ્યાપ વધ્યો છે. આચાર્ય મહારાજને ગાદીએ બેસાડવાનું અદ્ભુત કાર્ય પૂ.નૌતમ સ્વામી દ્વારા થયું છે.

આજ ના કાર્યક્રમમાં વડતાલ, ગઢડા, જુનાગઢ દેશનાં સંતો – મહંતો દ્વારા આચાર્ય મહારાજનું ભાવપૂજન કરવામાં આવ્યું હતું. સત્સંગ મહાસભાનાં પ્રમુખ .નૌતમ સ્વામી, વડતાલ ટેમ્પલ કમીટીનાં ચેરમેન દેવ સ્વામી તથા ટ્રસ્ટી મંડળના સભ્યોએ ભાવવંદના પૂજન કર્યું હતું. આ પ્રસંગે ચેરમેન દેવ સ્વામી, શા.જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી-કુંડળ, શા.હરિજીવનદાસજી સ્વામી, શા.નિત્યસ્વરૂપદાસજી સ્વામી – સરધાર સહીત અગ્રણીય સંતોએ પ્રાસંગીક ઉદ્ધોધન કર્યુ હતું.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

આ પ્રસંગે સત્સંગ મહાસભાનાં પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજી સ્વામીએ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીને તા.૩૧ જાન્યુઆરી 2022નાં રોજ ગાદી પદારૂઢ થયાને 19 વર્ષ પૂર્ણ થઈ આજે 20માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા તે ઘટનાને અવિસ્મરણીય ઘટના જણાવી હતી. આ પદ એ ધર્મકુળનું પદ છે.રાકેશપ્રસાદજી મહારાજશ્રી નિર્માણી અને વ્યવહારુ છે. તેઓએ નિર્દોષભાવે ગાદીનો સ્વીકાર કર્યો હતો. સત્સંગ મહાસભાની મહારાજશ્રી પાસે ત્રણ અપેક્ષા હતી. જેમાં વિશ્વાસ-માન અને પ્રેમ આ અપેક્ષામાં તેઓ ખરા ઉતર્યા છે. તેઓએ આચાર્ય પદનો મહીમા વર્ણવ્યો હતો.

આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદ મહારાજએ આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, આ મહીમા પદનો છે, પદ સર્વોપરી છે, પદ પર કોઈ સરળ હૃદય આરૂઢ થાય એ સાર છે, સંપ્રદાય સર્વનો છે, એકમેકનાં થઈએ તો વિશ્વાસ ચોક્કસ છે, અમોએ મૂર્તિપ્રતિષ્ઠા અને સંત દીક્ષા આપીને રાજીપો વ્યક્ત કરીએ છીએ. અને સંતો અને સત્સંગીઓનો પ્રેમ સંપાદન કર્યો હોય એવું લાગે છે. સરળતા – નિખાલસતા – નિર્બળતા રાખી ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તે તે શ્રેષ્ઠ છે. મહારાજે કહ્યું છે કે, એકમેકનો મહીમા સમજે તે સર્વોપરી છે, નંદસંતોની પરંપરાનાં કાર્યો છે તે સંપ્રદાયની શોભા છે. આચાર્ય મહારાજશ્રી રક્ષણાર્થી છે. સાધુ – સંતોનું રક્ષણ થાય, વિખવાદ ન થાય તે જોવું જોઈએ. આપણા સંપ્રદાયને પ્રસ્થાપિત કરવા વડતાલ એકજ શબ્દ કાફી છે.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોઠારી ડો.સંત સ્વામીએ કર્યુ હતું અને સમગ્ર કાર્યક્રમનું આયોજન પૂ.શ્યામવલ્લભ સ્વામીએ કર્યુ હતું.આ પ્રસંગે વડતાલ ટેમ્પલ કમીટીનાં સભ્ય મહેન્દ્રભાઈ પટેલ – નીલગીરીવાળાએ પોતાને મળેલ પ્રસાદીની ગોદડી સંપ્રદાયનાં મ્યુઝીયમ માટે અર્પણ કરી હતી. પૂ.પવન સ્વામીએ શ્રીજી મહારાજની પ્રસાદીની વસ્તુઓ અર્પણ કરી હતી. જ્યારે પૂ.નૌતમપ્રકાશ સ્વામીએ નરનારાયણ દેવની ચાંદીની પ્રતિમા મહારાજશ્રીને ભેટ આપી હતી.

આ પણ વાંચો :  Rajkot: વિશાળ રેલી બાદ લોકોનું ટોળુ ઉગ્ર બન્યુ, ટોળાને વિખેરવા પોલીસે લાઠી ચાર્જ કરવો પડયો

આ પણ વાંચો :  Surat : ખાડી પૂરથી બચવા 180 કરોડના ખર્ચે ચાર ઝોનની ખાડીઓને ડ્રેજીંગ કરી પેક કરી દેવાશે

Next Article