ગ્રીષ્માની જેમ કૃપાની હત્યા ! ખેડામાં આધેડે જાહેરમાં સગીરાનું ગળુ કાપી હત્યા કરી

Kheda : ત્રાજ ગામમાં જ રહેતા 46 વર્ષીય રાજુ નામના શખ્સે કૃપાને પકડીને ધારદાર હથિયારથી કૃપાનું ગળું કાપી નાખ્યુ હતુ.

ગ્રીષ્માની જેમ કૃપાની હત્યા ! ખેડામાં આધેડે જાહેરમાં સગીરાનું ગળુ કાપી હત્યા કરી
File Photo
| Edited By: | Updated on: Aug 18, 2022 | 10:48 AM

સુરતમાં જે રીતે ગ્રીષ્માની(Grishma Case)  સરજાહેર હત્યા કરી કરી દેવાઈ હતી. તેવી જ મોડેસ ઓપરેન્ડી અપનાવીને ખેડાના (Kheda) ત્રાજ ગામે સગીરાને રહેંસી નાખવામાં આવી.પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે.પોલીસના દાવા પ્રમાણે, તારાપુર હાઈવે પર આવેલા ત્રાજ ગામે 16 વર્ષીય સગીરા કૃપા સાંજના સમયે મહાદેવના દર્શને ગઈ હતી.વળતી વખતે તે ગામના (traj village)  બસ સ્ટેન્ડ પાસેના ખોડિયાર પાન સેન્ટરમાં કોલ્ડ્રિંક લેવા ગઈ હતી. આ દરમિયાન ગામમાં જ રહેતા 46 વર્ષીય રાજુ નામના શખ્સે કૃપાને પકડીને ધારદાર હથિયારથી કૃપાનું ગળું કાપી નાખ્યું હતું. એટલું જ નહીં તેના હાથ પર પણ હથિયાર વડે ઘા ઝીંકતાં લોહીના ફૂવારા ઉડ્યા હતા.

પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો

આ દરમિયાન કૃપાની બહેનપણીએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો એકઠા થયા હતા અને 108 મારફતે ખેડા સિવિલ (Kheda Civil Hospital) હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી હતી. પરંતુ સારવાર મળે તે પહેલા જ તે મોતને ભેટી હતી. બીજી તરફ સ્થાનિકોએ આરોપીને ઝડપી પાડી પોલીસ હવાલે કર્યો હતો. ઘટનાની જાણ થતાં  જ એસપી સહિતના પોલીસ અધિકારીઓ (Police Offficer)  ઘટનાસ્થળે પહોંચ્યા હતા.પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે કયા કારણોસર કૃપાની હત્યા કરવામાં આવી છે.