ખેડા જિલ્લાના નડીયાદ(Nadiad) સ્થિત કોંગ્રેસ કાર્યાલય(Congress)ખાતે આગામી વિધાનસભા ચૂંટણી અંતર્ગત મિશન 2022 માટે બેઠક યોજવામાં આવી હતી. ખેડા જિલ્લા કોંગ્રેસ કાર્યકરોની બેઠક કોંગી આગેવાન પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની(Amit Chavda)અધ્યક્ષતામાં યોજાઈ હતી. આગામી વિધાનસભા 2022 ની ચૂંટણી કોંગ્રેસ પક્ષ માટે અગ્નિ પરીક્ષા છે ત્યારે કોંગ્રેસનો ગઢ ગણાતા ખેડા જિલ્લાના નડીઆદમાં આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ નક્કી કરવા પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગી કાર્યકરો ની બેઠક યોજાઇ જેમાં સેન્ટ્રલ કોંગ્રેસ કમિટીના આગેવાન ગુજરાત કોંગ્રેસના પ્રભારી સહીત કપડવંજ,ઠાસરા,મહુધાના કોંગ્રેસી ધારાસભ્યો, ખેડા જિલ્લા કોંગ્રેસ કાર્યકર બેઠક માં હાજર રહ્યા હતા
કોંગ્રેસના બોલકા નેતા જયરાજસિંહ પરમારે આજે કેસરિયો ધારણ કરી લેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે જ્યારે કોઈપણ વ્યકિત પક્ષ કરતા પોતાને મોટો સમજી લે ત્યારે એને પક્ષ પલ્ટો કરવાનો વિચાર આવતો હોય છે,કદાચ કેટલાક મિત્રો ને એવો વિચાર આવ્યો હોય એ એમનો પ્રશ્ન છે પણ કોંગ્રેસ પાર્ટી આજે પણ તેની મજબૂત વિચારધારા સાથે આ નવા અગ્રેજો સાથે સંઘર્ષ કરશે.
ચૂંટણીઓ આવે એટલે આવન જાવનના કાર્યક્રમો થતાં હોય છે.થોડા લોકોના આવવા જવાથી કોંગ્રેસના કાર્યકરોના મનોબળ પર કોઈ અસર નથી થાય.કોંગ્રેસ પક્ષ જન આંદોલનમાંથી ઉભો થયેલો પક્ષ છે અનેક લોકો આવે છે અને કેટલાય લોકો ભેગા થયા છે કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય સત્તા માટે પોતાની નીતિમાં ફેરફાર નથી કર્યો અને એના જ કારણે અમુક લોકોએ સપના જોયા કોંગ્રેસમુક્ત ભારત કરીશું પ્રયત્નો કરી જોયા પરંતુ જેમ આઝાદી પહેલાં અંગ્રેજો સફળ થયા ન હતા અને આ નવા અંગ્રેજો પણ સફળ થવાના નથી
કોંગ્રેસનો કાર્યકર વિચારધારામાં માંનનારો છે ગુજરાત અને ભારતની જનતા કોંગ્રેસની વિચારધારા અને સમર્થન આપે છે, કોંગ્રેસ પાર્ટીમાં કોઈને અન્યાય થયો હોય કોઈને તકલીફ પડી હોય તો કાર્યકર નારાજગી વ્યક્ત કરી શકે છે પાર્ટીમાં અલગ-અલગ પ્લેટફોર્મ છે જવાબદાર લોકો છે તેમણે રજૂઆત કરી શકે છે,કોંગ્રેસ પાર્ટીમાં પોતાની વાત કહેવાની સ્વતંત્રતા છે.
ક્યાંક નારાજગી હોય તો પાર્ટીમાં વાત કરવી જોઈએ. જે પાર્ટી ઓળખ આપી હોય જે પાર્ટીના કાર્યક્રરોની મહેનતથી નેતા બન્યા હોય, જે પાર્ટીઓ વારંવાર પદ કે સિમ્બોલ આપ્યા હોય એ પાર્ટીથી અલગ થવું તેનો સ્પષ્ટ મતલબ છે કે ક્યારેક વ્યક્તિગત મહત્વકાંક્ષા ને લીધે કેટલાક પક્ષ પલ્ટુઓ પોતાની પાર્ટી કરતા પોતાની જાતને વધારે મહત્વ આપે છે એમ જયરાજસિંહનું નામ લીધા વિના અમિત ચાવડાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ 11નું સમાજશાસ્ત્રનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું
આ પણ વાંચો : Gujarat માં શિક્ષકોની કાયમી ભરતી કરવાની જગ્યાએ પ્રવાસી શિક્ષકોની ભરતી સામે રોષ
Published On - 6:00 pm, Tue, 22 February 22