મહેમદાવાદનું સુંઢા ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત, ગ્રામજનો પરેશાન

|

Nov 08, 2021 | 4:58 PM

મહેમદાવાદ તાલુકાના સુંઢાના ગ્રામ્યવાસીઓ પીવાના પાણીની સમસ્યા હોવાનો આરોપ લગાવી રહ્યા છે. જ્યારે વણસોલના મુવાડી વિસ્તારના લોકો જે રસ્તાનો વર્ષોથી ઉપયોગ કરતા હતા તે રસ્તો આજે કાદવ કિચડથી ખદબદી રહયો છે.

ગુજરાતના(Gujarat)ખેડા જિલ્લાના મહેમદાવાદ(Mahemdabad)તાલુકાના સુંઢા ગામ(Sundha)હજુ પણ પ્રાથમિક સુવિધાથી(Basic Facilities)વંચિત હોવાની વિગતો સામે આવી છે. જેના પગલે ગ્રામજનો ભારે પરેશાની સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે તંત્રને અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે જો કે તેમ છતાં સ્થિતિ હજુ પણ એવીને એવી જ જોવા મળી રહી છે.

જેમાં કેટલીક વાર પ્રાથમિક સુવિધાઓ આપવાની વાતો માત્ર કાગળ પર જ રહી જતા હોય છે..અને સામાન્ય પ્રજાને હેરાન પરેશાન થવાનો વારો આવતો હોય છે. જેમાં મહેમદાવાદ તાલુકાના સુંઢાના ગ્રામ્યવાસીઓ પીવાના પાણીની સમસ્યા હોવાનો આરોપ લગાવી રહ્યા છે.તો વણસોલના મુવાડી વિસ્તારના લોકો જે રસ્તાનો વર્ષોથી ઉપયોગ કરતા હતા તે રસ્તો આજે કાદવ કિચડથી ખદબદી રહયો છે. તેમજ લોકોની ફરિયાદ છે કે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં સ્થિતિમાં કોઇ નક્કર સુધારો થયો નથી.

આ ગામના રહેવાસી પ્રવિણભાઈના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષથી ખરાબ રસ્તા અને દબાણ અંગે વારંવાર રજૂઆત કરી છે. તેમજ અમે વારંવાર આ અંગે રજૂઆત કરી છે. આ અંગે રહીશોએ જણાવ્યું કે અમે રસ્તા અને પીવાની પાણીની સમસ્યા અંગે ગ્રામ પંચાયત અને મામલતદાર કક્ષા સુધી રજૂઆત કરી છે જો કે અંગે હજુ સુધી કોઇ ધ્યાન આપવામાં આવ્યું નથી.

આ  પણ વાંચો : Surat: ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મળ્યો હતો મૃતદેહ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો : રાજકોટનું જસદણ માર્કેટ યાર્ડ દિવાળી બાદ ખૂલ્યું, પાકની આવક શરૂ

 

Published On - 4:57 pm, Mon, 8 November 21

Next Video