Kheda : વડતાલ ધામમાં 24 યુવકોએ સંસાર છોડી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી

આચાર્ય  રાકેશપ્રસાદ મહારાજ ગાદી આરૂઢ થયા બાદ આજ સુધીમાં કુલ 792 પાર્ષદોને ભાગવતી દીક્ષા(Diksha) આપી હતી. જેમાં વડતાલ દેશના 401 ગઢડા દેશના 51 ધોલેરા દેશના 08 તથા જુનાગઢ દેશના 442 મળી કુલ 792 પાર્ષદોને દીક્ષા આપી હતી.

Kheda : વડતાલ ધામમાં 24 યુવકોએ સંસાર છોડી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી
Vadtal Swaminarayan Temple Diksha Mahotasav
| Edited By: | Updated on: Apr 12, 2022 | 6:06 PM

ગુજરાતમાં(Gujarat)  શ્રી સ્વામિનારાયણ(Swaminarayan)સંપ્રદાયના તીર્થધામ વડતાલ (Vadtal)ખાતે મંગળવારે ચૈત્ર સુદ એકાદશીના શુભદિને શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને આચાર્યશ્રી રાકેશ પ્રસાદ  મહારાજે 24 પાર્ષદોને ભાગવતી દીક્ષા(Diksha)  આપી હતી. આ પ્રસંગે સંપ્રદાયના વરિષ્ઠ સંતો-મહંતો સહિત પાર્ષદોના પૂર્વાશ્રમના માતા-પિતા સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ મંદિરના કોઠારી ર્ડા.સંતવલ્લભદાસજીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીહરિએ પોતાના આશ્રિતોને કાર્તિકી અને ચૈત્રી સમૈયામાં વણતેડે વડતાલ આવવાની આજ્ઞા કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા મુજબ કાર્તિકી અને ચૈત્રી એકાદશીના શુભદિને શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને આચાર્ય મહારાજ ધ્વારા પાર્ષદોને ભાગવતી દીક્ષા આપવામાં આવે છે. જે અંતર્ગત આજે મંગવારે ચૈત્રી એકાદશીના શુભદિને શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ ધ્વારા 24 પાર્ષદોને ભાગવતી દીક્ષા આપવામાં આવી હતી. જેમાં વડતાલ દેશના 05,  ગઢડા દેશના 07, ધોલેરા દેશના 02 તથા જુનાગઢ દેશના 10  મળી કુલ 24  પાર્ષદોને ભાગવતી દીક્ષા આપવામાં આવી હતી.

આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે 24  દીક્ષાર્થીઓને યજ્ઞોપવિત, કંઠી, માળા પહેરાવી કાનમાં મંત્ર આપ્યો હતો. એકાદશીના શુભદિને શણગાર આરતી બાદ સૌ દિક્ષાર્થી પાર્ષદોને શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને પોતાના ગુરૂ સાથે પૂજાવિધિમાં બેસાડી પુરોહિત ધીરેન મહારાજે પ્રારંભ કરાવ્યો હતો. આચાર્ય મહારાજે દીક્ષા વિધિ પૂર્ણ થયા બાદ સૌ સંતો સાથે મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ, હરિકૃષ્ણ મહારાજ સહિત આદિ દેવોના દર્શન કરી દિક્ષાર્થી સંતો આચાર્ય મહારાજ સાથે સભામંડપમાં પધારતા હજારો હરિભક્તોએ દિક્ષાર્થી સંતોનું તાળીઓના અભિવાદન સાથે સ્વાગત કર્યું હતું.

આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે સૌ દિક્ષાર્થી સંતોને ગુરૂની આજ્ઞામાં રહેવા, તેમજ શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર નિયમમાં રહેવાની શીખ આપી હતી. સૌ સંતોએ ધાર્મિક શાસ્ત્રનો અભ્યાસ કરી હતી. વડતાલ સંપ્રદાયનો વિકાસ કરવા જણાવ્યું હતું. આચાર્ય  રાકેશપ્રસાદ મહારાજ ગાદી આરૂઢ થયા બાદ આજ સુધીમાં કુલ 792 પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી હતી. જેમાં વડતાલ દેશના 401 ગઢડા દેશના 51 ધોલેરા દેશના 08 તથા જુનાગઢ દેશના 442 મળી કુલ 792 પાર્ષદોને દીક્ષા આપી હતી.

આ પણ વાંચો : Surat: પોલીસ કમિશનરે રજૂઆત સાંભળીને એક વૃદ્ધને કરી મદદ, એક કીંમતી બેગ સીસીટીવીના આધારે પરત કરાવી

આ પણ વાંચો : Sabarkantha: વણઝારા પરિવારોનું સ્થળાંતર, ડીજીપી હિંમતનગર પહોંચ્યા, સ્થિતિની સમિક્ષા કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 6:03 pm, Tue, 12 April 22