ખેડા (Kheda) જિલ્લાની નડિયાદ (Nadiad) સેશન્સ કોર્ટે (Court) હત્યા (murder) ના આરોપી કિરીટ તળપદાને આજીવન કેદની સજા ફટકારી છે. ગત 2020ના સપ્ટેમ્બર માસમાં આરોપીએ ખેતરમાં શેઢા બાબતની તકરારને લઈ હત્યાને અંજામ આપ્યો હતો. ઠાસરા તાલુકાના જોરાબંધ ગામે કેનાલ પાસે કપડા ધોઈ રહેલી મહીલા (woman) ના માથામાં ઈંટ ફટકારી હતી. બાદમાં મહીલાને કેનાલમાં ફેંકી હત્યા નિપજાવી હતી. આ ગુનાની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરાઈ હતી અને નડીયાદ કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને આજીવન કેદની સજા તેમજ 25 હજારનો દંડ ફટકાર્યો છે. તેમજ મૃતક મહીલાના પતિને 4 લાખ રૂપિયાના વળતરનો પણ કોર્ટે આદેશ કર્યો હતો.
રામાભાઇ સુખાભાઈ તળપદાની પત્ની શકરીબેન ગત તારીખ 3 સપ્ટેમ્બર 2020ના રોજ જોરબંધ ગામની સીમમાં આવેલી મહી કેનાલ પાસે કપડા ધોવા ગયા હતા. જોકે, કપડા ધોવા ગયેલા 48 વર્ષીય શકરીબેન મોડા સુધી ઘરે ન આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કેનાલ પર તપાસ કરતા કપડાં પ્ડયા હતા અને શકરીબેનના હાથની બંગડીનો ટુકડો પણ ત્યાં પડ્યા હતા.
આ બાબતે રામાભાઇ તળપદાએ ડાકોર પોલીસમાં પોતાની પત્ની શકરીબેન ગુમ થઈ હોવાની જાણવા જોગ આપી હતી. બીજી બાજુ ખંભોળજ પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થતી કેનાલમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. આ બાબતે ખંભોળજ પોલીસે તપાસ કરતા આ શકરીબેન રામાભાઇનો મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી લાશને પીએમ માટે મોકલી હતી. પીએમ રિપોર્ટમાં માથામાં ઇજા થતા તેઓનું અવસાન થયું હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ તપાસમાં એવી માહિતી બહાર આવી હતી કે, રામાભાઈ સુખાભાઈ તળપદા અને આ કિરીટના ખેતરો પાસપાસે છે. આ બંને વચ્ચે ખેતરના શેઢા બાબતે છેલ્લા ઘણા સમયથી માથાકૂટ થતી હતી. આ ઝગડાથી ત્રાસીને કિરીટ તળપદાની પત્ની રીસાઇને પિયર ચાલી ગઇ હતી. જેથી રામાભાઇ તળપદા કિરણને બૈરા વગરનો થઈ ગયો ને, તેવા ટોણાં મારતા હતા. જેથી કિરીટે પણ રામાભાઇને પત્ની વગરનો કરી નાખવા શકરીબેનને મારી નાખવા માટે માથામાં ઈટ મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવ અંગે ડાકોર પોલીસે કિરીટ તળપદાની ધરપકડ કર્યા બાદ તપાસ હાથ ધરી ચાર્જશીટ કોર્ટમાં મૂકી હતી.
આ પણ વાંચોઃ ઊંઝા માર્કેટયાર્ડ ફરી વિવાદમાં સપડાયું, સિક્યોરિટીમાં એક કરોડનું કૌભાંડ અને ડિરેક્ટરના દીકરાને ખોટી રીતે લાભ આપ્યાનો આક્ષેપ
આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા હત્યા કેસના દોષિત ફેનિલને સજા માટે આજે બચાવ અને ફરિયાદી પક્ષના વકીલ વચ્ચે થશે દલીલ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો